Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / 155 ઓલપાડ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયકે વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી, વિશાળ જનમેદની ઉમટી પડી,
જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા દર્શન નાયક

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 2889

સુરત તા. 11

૧૫૫ વિધાનસભા બેઠકના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયકે આજે વિશાળ સમર્થકો અને કોંગ્રેસ આગેવાનો- કાર્યકરો સાથે ઓલપાડ પ્રાંત કચેરી ખાતે નામાંકન પત્ર ભર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૫૫- ઓલપાડ વિધાનસભા બેઠક માટે ખેડૂત આગેવાન દર્શનકુમાર અમૃતલાલ નાયકની પસંદગી કરતા ઓલપાડ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપી ગયો છે. તેમજ દર્શન નાયકના સમર્થકો-શુભેચ્છકોમાં ખુશી વ્યાપી ગઈ છે.

જુઓ વિડીયો
ભારે જનમેદની ઉમટી પડી

આજરોજ ૧૫૫- ઓલપાડ વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયક ઓલપાડ તાલુકા કોંગ્રેસ કાર્યાલય કચેરી ખાતે આવી પહોંચ્યા ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો-સમર્થકો ઉમટી પડ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકનો જય જયકાર બોલાવી દીધો હતો. ત્યારબાદ ઢોલ નગારાના ત્રાસા સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયક ઓલપાડ પ્રાંત કચેરી ખાતે કાર્યકરો અને સમર્થકો સાથે પગપાળા પહોંચી ઉમેદવારી પત્રક ભર્યું હતુ.

ઉમેદવારી ફોર્મ ભરવા જતા દર્શન નાયકના સમર્થનમાં હજારોની ભીડ

આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં સુરત જિલ્લા શહેર વિસ્તારના કોંગ્રેસના આગેવાનો-કાયૅકરો, સામાજિક- ધાર્મિક આગેવાનો તેમજ સ્થાનિક જનમેદની ઉમટી પડી હતી. તો સાથે સાથે ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત / 155 ઓલપાડ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયકે વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી, વિશાળ જનમેદની ઉમટી પડી,<br>જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા દર્શન નાયક

Related posts

અમદાવાદ / સૈજપુરમાં પોલીસે દરોડો પાડીને સંચાલક સહિત છ લોકોને ઝડપી લીધા

Phone: 9998685264.

પલસાણા ખાતે પાણીની ટાંકીની સફાઈ કરતા દરમ્યાન ચાર કામદારોના મોત થવાનો મામલો! દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી કરી ઉગ્ર રજુઆત, પોલીસની તપાસ શંકાસ્પદ, કંપનીના કસૂરવાર માલિકો સામે કાયદેસર ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે

Phone: 9998685264.

ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, ડ્રગ્સ ગાંજા, અને અન્ય માદક પદાર્થોની બાતમી આપનારને મુદ્દામાલની કિંમતના 20 ટકા સુધીનો ઇનામ અપાશે

Phone: 9998685264.

Leave a Comment