Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / સચિન GIDC માં આવેલી અનુપમ કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા 4 કામદારોના મોત! દુર્ઘટના માટે કોણ છે જવાબદાર?
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત ફરિયાદ કરી યોગ્ય તપાસની માંગણી કરતા કોંગ્રેસના નેતા: દર્શન નાયક

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 5640

સુરતના સચિન જીઆઈડીસી ખાતે આવેલ અનુપમ રસાયણ લિમિટેડના સંચાલકો યુનિટ નંબર ૬ મા ૨૦૧૯થી બલ્ક ડ્રગ, ડ્રગ ઇન્ટરમીડિયેટ અને સ્પેશિયલ્ટી કેમિકલ બનાવવાંમાં આવે છે. જેના માટે લીધેલ સલામતી અને પર્યાવરણ મંજૂરીની આપેલ શરતોના પાલનમાં કંપની સંપૂર્ણ નિષ્ફળ રહેલ છે અને શરતોનું પાલન નહીં કરવાથી આ દુર્ઘટના ઘટેલ છે. જેમાં ૪ કર્મચારીઓના મૃત્યુ થયેલ છે અને અન્ય ૨૦ જેટલા કર્મચારીઓ ઘાયલ થયેલ છે.આવી દુર્ઘટનાઓ વારંવાર બનતી આવેલ છે.વારંવાર સરકારમાં અને વહીવટી તંત્રમાં રજૂઆત કરવા છતા પણ સરકાર દ્વારા કોઇ નક્કર પગલાં ભરવામાં આવી રહ્યા નથી.જેનો ભોગ સામાન્ય મજૂર અને કામદાર વર્ગ બની રહ્યો છે.

:દર્શન નાયક : નેતા કોંગ્રેસ

સુરત શહેરમાં આવેલ જીઆઇડીસી વિસ્તારની આજુબાજુમાં રહેણાંક વિસ્તાર આવેલ હોવા છતાં આવી મોટું જોખમ ધરાવતી અને મોટી જાનહાનિ કરી શકે જોખમી કંપનીઓને સરકાર દ્વારા ચલાવી લેવામાં આવે છે. સચિન જીઆઇડીસીની ફરતે આવેલ ગામો તેમજ રહેણાંક સોસાયટીઓને સુરત મહાનગર પાલિકાએ રહેણાંક વિસ્તાર તરીકે મંજૂરીઓ આપેલ છે.સચિન જીઆઇડીસીની ફરતે કોઈ ઔધોગિક સલામતી અને દુર્ઘટનાની અસર અટકાવવા સલામતી પટ્ટો-બફર ઝોન રાખેલ નથી કે ગ્રીન ઝોન પણ બનાવેલ નથી. સચિન જીઆઇડીસી નેશનલ હાઇવેને અડીને આવેલ હોય ઔધોગિક સલામતી તેમજ જાહેર સલામતી માટે જોખમરૂપ છે. ઔધોગિક એકમો દ્વારા કંપની કાયદા મુજબના સલામતી નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવતું નથી,જેને કારણે ભૂતકાળ માં પણ આવી કંપનીમાં થયેલ અકસ્માતમાં અનેક કામદારોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.આવી કંપનીઓ હવા અને પાણીમાં પણ મોટા પ્રમાણમા પ્રદૂષણ ફેલાવે છે.

વિકરાળ આગનો વિડીયો

જીઆઇડીસીના અધિકારીઓ, ફેક્ટરી ઇન્સ્પેકટરો, જીપીસીબી અધિકારીઓ ઔધોગિક સલામતીના નિયમોનું પાલન કરાવવામાં નિષફળ રહ્યા છે ત્યારે સલામતી નિયમોનો કંપનીઓ ખૂલેઆમ ભંગ કરી રહેલ છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં થયેલ દુર્ઘટના જોતાં એવું લાગે છે કે જાહેર જનતાના સ્વાસ્થ્ય અને સલામતી સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. ઔધોગિક સલામતીના નિયમો અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશો મુજબ દરેક કંપનીનું સેફટી ઓડિટ સારી રીતે કરવામાં આવતું નથી. કરેલ ઓડિટ વાંચવાનો સામે પણ અધિકારીઓ પાસે નથી. સમયસર સલામતી સુધારાઓ કરવામાં આવતા નથી જેથી આવી દુર્ઘટનાઓ સર્જાઇ રહેલ છે. ફેક્ટરી ઈન્સ્પેકટરો પાસે કામનો બોજો છે અને તેમને ફિલ્ડમાં પૂરતી તપાસ કે સલામતી વ્યવસ્થા જોવાનો સમય પણ નથી અને તેઓ જોવા માંગતા પણ નથી. જેથી કેમિકલ કંપનીઓ લાલિયાવાડી ચલાવી રહી છે. સલામતી ઓડિટરોના રિપોર્ટ ભારે ખામી વાળા અને અધૂરા અપૂરતી માહિતી વાળા અને ગેર માર્ગે દોરનારા હોય છે જેથી આ કંપનીઓમાં થતાં અકસ્માત બાબતે કોઈજ કાર્યવાહી કરી શકાતી નથી. રાજ્ય સરકારને આવી દુર્ઘટનાઓ અને લોકો તેમજ કર્મચારીઓની સલામતીની કોઈજ દરકાર હોય તેવું લાગતું નથી. ગત વર્ષોમાં આવી દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવેલ હોવા છતાં આ બાબતે ગંભીર પ્રકારના રસાયણો સાથે કામ કરતી કંપનીઓ સામે કોઈ જ કડક પગલાં કે કાર્યવાહી થતી નથી. ભીનું સંકેલી લેવાની વૃતિ અકસ્માતોને પ્રોત્સાહન આપી રહી છે.

આ અનુપમ કેમિકલ દુર્ઘટનામાં ટેન્કમાં કેમિકલ રીએક્શન કાબૂ બહાર જતાં ટેન્કમાં ભયંકર વિસ્ફોટ થઈ આગ લાગેલ હતી. આ કેમિકલ રીએક્શન કાબૂ બહારનું હોવાનું જાણવા છતાં તેની તાત્કાલિક ફરજિયાત પણે સરકારમાં જાણ કરવાની રહે છે. જે જાણ સરકારને સમયસર કરવામાં આવેલ નહોતી અને જાતે જ કંપનીએ આ ઘટના છુપાવી દેવાની કોશિશ કરેલ હતી. કંપનીએ અંકુર પટેલ નામના કર્મચારીઓને ઘરે થી ફોન કરી બોલાવી કાબૂ બહાર ગયેલ કેમિકલની ટેન્ક અન્ય ટેન્કમાં ખાલી કરવાનું કહી તેઓના તેમજ અન્ય તમામ કર્મચારીઓના જીવને જાણી જોઈ જોખમમાં નાખી દીધા હતા. અને અંતે ભીનું સંકેલવા જતાં ધડાકાને લીધે આ કર્મચારીનું અને અન્ય બીજા ૩ કર્મચારીઓના મૃત્યુ થયેલ હતા સાથે ૨૦ થી વધુ લોકો ઘાયલ થયેલ હતા. અમારી આશંકા છે કે આ કંપની તેને આપેલ માન્ય કેમિકલ કરતાં અલગ મંજૂરી વગરનું ભૂતિયા કેમિકલ બનાવતી હોય શકે જેને સરકારની મંજૂરી મળેલ ના હોય. જેથી સચિન જીઆઇડીસી ખાતે આવેલ અનુપમ રસાયણ લિમિટેડ યુનિટ -૬માં કોઈ ભૂતિયા રસાયણો બનાવવામાં આવતા હતા કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરવાની અમારી માંગ છે. ભારે રાજકીય વગ ધરાવનાર આ કંપનીના સંચાલકોના પાપે ૪ નિર્દોષ કર્મચારીઓએ જીવ ગુમાવવો પડેલ છે અને બીજા ૨૦ થી વધુ ઘાયલ થયા છે.

અમારી માંગ છે કે આ અકસ્માતને ગંભીરતાથી લઈ કંપનીના સંચાલકો/માલિકો સામે બેદરકારી પૂર્વક થયેલ આ ઘટનાની તટસ્થ તપાસ થાય તથા મરણ થનારા કર્મચારીઓ સાથે ન્યાય કરે એવી મારી લોકહિતમાં માંગ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત / સચિન GIDC માં આવેલી અનુપમ કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા 4 કામદારોના મોત! દુર્ઘટના માટે કોણ છે જવાબદાર?<br>ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત ફરિયાદ કરી યોગ્ય તપાસની માંગણી કરતા કોંગ્રેસના નેતા: દર્શન નાયક

Related posts

અઢી વર્ષ બાદ સુશાંતસિંહ રાજપૂતના મોતનો મામલો ઉછળ્યો! પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર વ્યક્તિએ કર્યો દાવો, આત્મહત્યા નહી હત્યાં છે? જુઓ વિડીયો

Phone: 9998685264.

કાયદો/ હવે તમે પોતાના વાહન પર પોલીસ, પ્રેસ, એડવોકેટ, ડોકટર, નહી લખાવી શકો, ટ્રાફિક પોલીસનું જાહેરનામું,

Phone: 9998685264.

રાજસ્થાનમાં પોખરણ રેન્જ ખાતે ભારતની પ્રચંડ તાકાતનો પરચો આપતી ભારતીય વાયુસેના

Phone: 9998685264.

Leave a Comment