Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત /લમ્પી વાઇરસના કહેર થી પશુઓ ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે! જયારે સુરત જિલ્લામાં ૫.૧૭ લાખ પશુ વચ્ચે માત્ર ૬ ચિકિત્સક હોવાથી પશુપાલકોની ચિંતા વધી! ચિકિતસ્કો અને પશુપાલન અધિકારીઓની સંખ્યામાં વધારો કરવાની માંગ કરતા ખેડૂત આગેવાન : દર્શન નાયક

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 4172

સુરત, તા:૩૧

રાજ્યમાં લમ્પી વાયરસના નો રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે. સરકારે રસીકરણ યુદ્ધના ધોરણે કરવાના આદેશો આપ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે સુરત જિલ્લામાં નોંધાયેલા ૫.૧૭ લાખ પછી વચ્ચે માત્ર ૬ ચિકિત્સક અને પશુધન નિરીક્ષક ની ૧૨ જગ્યાઓ ભરાયેલી છે. ઉપરાંત નાયબ પશુપાલન અધિકારીની જગ્યા વર્ષોથી ખાલી છે અને સરકાર દ્વારા મહેકમ પૂરતું ભરવામાં આવતું નથી ત્યારે જિલ્લા પંચાયતના દાવા મુજબ ૧૪.૫૦૦ પશુઓને રસી અપાઈ છે ત્યારે તંત્ર ૫.૧૭ લાખ પશુ ઓને કયારે રસીકરણ કરશે એ સો મણ નો સવાલ ઉભો થઈ રહ્યો છે.

સુરત જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ ના દાવા પ્રમાણે ૫.૧૭ લાખ થી વધુ પશુઓ માત્ર ગાય- ભેસ નોંધાયેલા છે. જિલ્લા પંચાયત ના પશુપાલન વિભાગમાં નાયબ પશુપાલન અધિકારીની જગ્યા વર્ષોથી ખાલી છે છેલ્લે ઈસ્માઈલ પટેલ રેગ્યુલર અધિકારી તરીકે ફરજ બજાવતા હતા ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રેગ્યુલર અધિકારી ની નિમણૂક કરવામાં આવી નથી ઉપરાંત સુરત જિલ્લામાં ૧૭ પશુ ચિકિત્સક ના મંજૂર મહેકમ સામે માત્ર ૬ જગ્યા ભરાયેલ છે આ ઉપરાંત પશુ નિરીક્ષક નું ૨૫ નું મંજૂર મહેકમ સામે અડધો અડધ ૧૨ જગ્યાઓ ખાલી છે જેને લઈને અંતરિયાળ ગામોમાં પશુઓની સારવાર માટે પશુપાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે બીજી તરફ રાજ્યમાં લમ્પી વાયરસ રોગ હાહાકાર મચાવી રહ્યો છે અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છ માં પશુપાલકોના પશુઓ ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લા પંચાયતમાં પશુપાલન વિભાગમાં મોટાભાગે મહેકમ ખાલી હોવાથી જિલ્લાના નવ તાલુકાના વિસ્તારની દ્રષ્ટિએ દૂર દૂર ના આદિવાસી ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો પોતાના પશુઓને સારવાર માટે દવાખાને લાવી શકતા નથી.

ખેડૂત આગેવાન અને કોંગ્રેસ નેતા દર્શન નાયક

આ અંગે ખેડૂત અગ્રણી અને સહકારી આગેવાન દર્શન નાયકે રાજ્ય સરકારને આડે હાથ લેતા કહ્યું કે જિલ્લામાં પશુપાલનની પ્રવૃત્તિ વધી રહી છે ડેરી ઉદ્યોગમાં વિકાસ થવાથી પશુપાલકો માં દૂધ ઉત્પાદન પ્રત્યેની જાગૃતિ વધી છે આવા સંજોગોમાં ક્ષેત્રિય કક્ષાએ પાયાની સુવિધાઓ જેવી કે પશુ આરોગ્ય. રસીકરણ, ખસી કરણ, પશુ સંવર્ધન તેમજ વિવિધ યોજનાકીય પ્રવૃત્તિઓનો લાભ છેવાડાના પશુપાલકોને મળે તે માટે જગ્યાઓ ભરાયેલી હોવી જરૂરી છે ત્યારે સુરત જિલ્લામાં ખાલી જગ્યાઓ વિશે વાત કરવામાં આવે તો બહુ લાંબા સમયથી નાયબ પશુપાલન અધિકારીની મુખ્ય જગ્યા ખાલી પડી છે જે ભરવા તંત્ર દ્વારા તસ્વી લેવામાં આવતી નથી અગાઉ પણ મહેકમ ભરવા માટેની માંગ કરવામાં આવી હતી છતાં રાજ્ય સરકારનું વલણ ઉદાસીન રહ્યું છે આ ઉપરાંત પશુધન નિરીક્ષક અને પશુ ચિકિત્સા અધિકારીની જગ્યાઓ નું મંજૂર મહેકમ ભરવા વખતોવખત સામાન્ય સભામાં પણ અવાજ ઉઠાવ્યો હતો. એક તરફ રાજ્યમાં લમ્પી વાયરસ નામનો ગંભીર રોગ અન્ય જિલ્લાઓમાં નિર્દોષ પશુઓ ને નિશાન બનાવી રહ્યો છે. જિલ્લામાં પૂરતા મહેકમના અભાવે પશુઓને રસીકરણ ની કામગીરીમાં મોટી મુશ્કેલી નડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે સરકાર દ્વારા ફાળવવામાં આવનાર રસીના ડોઝ ક્યારે આવશે તે નક્કી જણાઈ રહ્યું નથી અને સહકારી સંસ્થા ની મદદથી રસીના ડોઝ મેળવીને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિકાસ ની વાતો કરતી વર્તમાન સરકાર તાકીદે સુરત જિલ્લામાં મહેકમ ભરે તેવી માંગ પણ કરવામાં આવી છે.

દસ ગામ દીઠ અથવા ૧૦ હજાર પશુએ એક નિરીક્ષક જોઈએ.

સરકારના નિયમ મુજબ ૧૦ ગામ દિઠ અથવા ૧૦ હજાર પશુએ એક નિરિક્ષક હોવા જોઈએ આ ગણતરીએ સુરત જિલ્લામાં માત્ર નોંધાયેલા ૫.૧૭ લાખ ગાય -ભેસ છે આ ઉપરાંત ઘેટા, બકરા, ઊંટ, સહિત ના અન્ય પ્રજાતિના પશુઓની સંખ્યા અલગ તેમજ નહીં નોંધાયેલા હોય તેવા કેટલા પશુ હશે ત્યારે સુરત જિલ્લામાં ઓછામાં ઓછા ૬૦ થી વધુ પશુ ચિકિત્સક હોવા જોઈએ તેની સામે સુરત જિલ્લામાં મંજૂર મહેકમ કરતા પણ ગણ્યા ગાંઠયા કર્મચારીઓ ની જગ્યા ભરાયેલી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત /લમ્પી વાઇરસના કહેર થી પશુઓ ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે! જયારે સુરત જિલ્લામાં ૫.૧૭ લાખ પશુ વચ્ચે માત્ર ૬ ચિકિત્સક હોવાથી પશુપાલકોની ચિંતા વધી! ચિકિતસ્કો અને પશુપાલન અધિકારીઓની સંખ્યામાં વધારો કરવાની માંગ કરતા ખેડૂત આગેવાન : દર્શન નાયક

Related posts

સુરત / ઓલપાડ તાલુકાના ગામ સેગવા-વસવારીમાં ગ્રામજનોની દયનિય સ્થિતિ! ગામમાં નથી સ્ટ્રીટ લાઈટો કે પાણી આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ, ગ્રામજનોને તાત્કાલિક તમામ સુવિધા મળે તે માટે મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન, સમસ્યાઓનું નિરાકરણ જલ્દ ના કરાય તો થશે દેખાવો: દર્શન નાયક

Phone: 9998685264.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિજનો નિર્ણય, આવતી કાલે ગુજરાત હાઇકોર્ટમાં 2 મિનિટ મોન રાખવામાં આવશે, મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે આવતી કાલે સવારે 11 વાગે 2 મિનિટનું મોન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

Phone: 9998685264.

એલર્ટ/ અમદાવાદ જિલ્લામાં ખૂંખાર પ્રાણીઓની એન્ટ્રી, સરખેજમાં દીપડા બાદ હવે સિંહ લટાર મારતો દેખાયો, એક વ્યક્તિ પર કર્યો હુમલો સદનસીબે સામાન્ય ઈજા

Phone: 9998685264.

Leave a Comment