
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત ગ્રામ્યના પોલીસ મહાનિર્દેશક પિયુષ પટેલ તેમજ પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સાહેબની કડક સૂચનાના આધારે ગેરકાયદેસર ચાલતી દારૂ -જુગાર અને અન્ય પ્રવૃતિઓને જડથી નેસ્ત નાબૂદ કરવા તેમજ ગેરકાયદેસર પ્રવૃતિઓ અને ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના અંતર્ગત મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે. એ. બારોટના નેતૃત્વ હેઠળ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. જેના ભાગરૂપે મહુવા પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. બારોટને તેમના અંગત વિશ્વાસુ બાતમીદાર થકી બાતમી મળી હતી કે નવસારી તરફથી ખરવણ બાજુ ટેમ્પોમા શેરડી અને ઘાસચારાની આડમાં છુપાવી વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. જેથી બાતમી મળતા કોઈ વિલંબ કર્યા વગર મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે. એ. બારોટે તાત્કાલિક પોતાના પોલીસ સ્ટાફના માણસો બાતમી મળેલ જગ્યાએ ગોઠવી દીધા હતા.
ત્યારબાદ બાતમીના વર્ણન વાળી ટેમ્પો ત્યાંથી પસાર થતા મહુવા પોલીસ ની સક્રિય ટીમે ટેમ્પોને આંતરીને તેની અંદર તપાસ કરતા શેરડી અને ઘાસચારાની આડમાં નીચે છુપાવેલ ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. મહુવા પોલીસે સતર્કતા દાખવી સમજણ પૂર્વક સમગ્ર ઓપરેશનને સફળ બનાવ્યો હતો. બીજીતરફ મહુવા પોલીસે એક ટેમ્પા સહીત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ટેમ્પાના ડ્રાઈવર લાલુ ઉર્ફે લાહનું દલુભાઈ કેસરી રહે, પારડી, જિલ્લા વલસાડ, વિશાલ રમેશભાઈ પટેલ પારડી, વલસાડ તેમજ સતિષભાઈ મહેશભાઈ પટેલ પારડી, વલસાડ ને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ઇંગ્લિશ દારૂની 1032 બોટલ જેની કિંમત 74,400 એક ટેમ્પો કિંમત 2 લાખ અને એક મોબાઇલ સહીત કુલ 2,75,900 નો મુદ્દામાલ ઝડપી પાડી ખુબજ પ્રસંશનીય કાર્યવાહી કરી હતી. તો બીજીતરફ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઈસમ શૈલેષ કે જે કામરેજ સુરત ખાતેનો રહેવાસી છે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવા આગળની તપાસ હાથ ધરી હતી.





Total Users : 113
Total views : 215
Who's Online : 1