Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

લવ મેરેજમાં માતાપિતાની સંમતિ જરૂરી કરવાનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રસ્તાવને અમદાવાદના “સેવા પરમો ધર્મ” અને અખિલ ભારતીય હિન્દૂ મહાસભા સંગઠનનો સમર્થન, કહ્યું રાજ્ય સરકાર જલ્દી આ કાયદો બનાવે, મુખ્યમંત્રીને આવેદન પત્ર પણ આપવામાં આવશે

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 4065

આજરોજ અમદાવાદના પૂર્વ વિસ્તારના ઓઢવ ખાતે એડવોકેટ તેમજ સમાજ સેવિકા દીપિકા રાજપુત (સેવા પરમો ધર્મ ના પ્રમુખ) દ્વારા એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લવ મેરેજમાં માતાપિતાની સહી જરૂરી કરવાનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ સાહેબ ના નિવેદન(વિચાર) ને સમર્થન આપવામાં આવ્યું હતું. “સેવા પરમો ધર્મ ” અને અખિલ ભારતીય હિન્દૂ મહાસભા સંગઠને મુખ્યમંત્રી દ્વારા લોક લાગણીને માન આપી ને જે લવ મેરેજ માટે કાયદાનો વિચાર મુક્યો છે તેમાં માતા પિતા અને પરિવાર ની અનુમતિ રૂપે સહીને અનિવાર્ય કરવાના વિચારને મજબૂત કાયદો બનાવી જલ્દી થી જલ્દી લાગુ કરવાની તરફેણ કરી હતી.

આ વિષય ઉપર સેવા પરમો ધર્મ ના સભ્ય શ્રીઓ તેમજ યોગ ની મહિલાઓ અને અખિલ ભારતીય હિન્દુ મહાસભા ના અધ્યક્ષ દ્વારા આ વિચાર ને સહું સાથે મળી સહમતી દર્શાવી હતી. જેમાં મુખ્યમંત્રી શ્રીના વિચારને યોગ્ય ગણાવી એક સૂરમાં બધાં એ સમર્થન આપ્યો હતો.


સંગઠન દ્વારા પત્રકારોને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે લવ મેરેજને કાયદાના દાયરામાં લાવવું જોઈએ, જેથી કરીને કોઈ પણ અસામાજિક તત્વોએ તેનો ગેરલાભ ના ઉઠાવી શકે.

મહેસાણામાં મુખ્યમંત્રી શું બોલ્યા હતા

થોડા દિવસ અગાઉ મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપ (SPG)ના નેજા હેઠળ આયોજિત સ્નેહ મિલનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેજ પરથી કહ્યું હતું કે હું અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવી રહ્યાં હતા ત્યારે અમારી સામે માંગ કરવામાં આવી હતી કે યુવતીઓને ભગાડી લઈ જનારા સામે કંઈ કરવું પડશે. પ્રેમ લગ્નમાં માતા-પિતાની પણ સંમતિ હોવી જોઈએ. આવું કંઈક હોવું જોઈએ. આ કાયદામાં ધ્યાનમાં લેવામાં આવશે, અભ્યાસ કરવામાં આવશે અને શ્રેષ્ઠ પરિણામ લાવશે. ગુજરાતમાં પાટીદાર સમાજની માંગ છે કે લવ મેરેજની નોંધણીમાં આ શરત ફરજીયાત કરવામાં આવે, જેથી દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે અને લવ મેરેજની સાથે લવ જેહાદના કિસ્સાઓ પણ ઘટી શકે. ગત વર્ષે પાટીદાર સમાજે આ માંગ સૌપ્રથમ ઉઠાવી હતી. જેમાં તેમના હસ્તાક્ષરિત પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ જરૂરી બનાવવાની માંગ કરવામાં આવી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં બ્લડ રિલેશનમાં આવતા સ્વજનોની સહી જરૂરી બનાવવા માંગ કરાઇ હતી. એટલું જ નહીં લવ મેરેજની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાની માંગ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી પટેલના આ નિવેદનને વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સમર્થન આપ્યું હતું

તેમણે કહ્યું કે જો સરકાર આ પ્રકારનો કાયદો લાવશે તો તે તેનું સમર્થન કરશે. ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે જો સરકાર વિધાનસભા સત્રમાં આવો કાયદો લાવશે તો હું સરકારને સમર્થન આપીશ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

લવ મેરેજમાં માતાપિતાની સંમતિ જરૂરી કરવાનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રસ્તાવને અમદાવાદના “સેવા પરમો ધર્મ” અને અખિલ ભારતીય હિન્દૂ મહાસભા સંગઠનનો સમર્થન, કહ્યું રાજ્ય સરકાર જલ્દી આ કાયદો બનાવે, મુખ્યમંત્રીને આવેદન પત્ર પણ આપવામાં આવશે

Related posts

ખુશ ખબર / સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી જવા માટે અમદાવાદ થી બ્રોડગેજ રેલ સેવા શરુ, રાજસ્થાન અપડાઉન કરતા યાત્રીઓ હવે અમદાવાદથી હિમ્મતનગર શામળાજી, ડુંગરપુર થઈ રાજસ્થાન ટ્રેન મારફતે જઈ શકશે

Phone: 9998685264.

સુરત / જિલ્લામાં શેરડી-ડાંગર-બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા ડુકકરો! ડુક્કરોના ત્રાસમાંથી મુક્ત કરવા નિતી બનાવવા બાબતે સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા ખાંડ ઉદ્યોગ સંઘ સહિત તમામ સુગર મિલોને પત્ર લખવામાં આવ્યો

Phone: 9998685264.

સુરતમાં સ્પાના નામે ચાલતા ફૂટણખાના ના રાફડા ફાટ્યા! એક પછી એક ફૂટણખાના ઉપર પોલીસની રેડ, વેસુ વિસ્તારમાં ચાલતા સ્પા સેન્ટરમાં ઉમરા પોલીસ અને ક્રાઈમબ્રાન્ચની સયુંકત રેડ! ગ્રાહકો, કોન્ડોમના પેકેટ સાથે કઢઁગી હાલતમાં રૂપલલનાઓ ઝડપાઈ

Phone: 9998685264.

Leave a Comment