Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ફરી વિફર્યા! ગુજરાત સરકાર દારૂબંધી મામલે નિષ્ફ્ળ, ગુજરાતમાં દારૂ વેચાય તે દુઃખદ બાબત! પોલીસ અધિકારીઓ સાથે રાજકીય નેતાઓ પણ જવાબદાર: અલ્પેશ ઠાકોર, નેતા ભાજપ

Our Visitor

000110
Total Users : 110
Total views : 209
Who's Online : 1
Views 1006

ગુજરાતમાં દારૂબંધીને લઇને ફરી એક વખત ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પ્રહાર કર્યા છે. અલ્પેશ ઠાકોરે દારૂબંધીને લઇને કહ્યુ કે સરકાર નિષ્ફળ ગઇ છે. દારૂબંધીને લઇને મોટી મોટી વાતો જ કરે છે. મહત્ત્વપૂર્ણ છે કે અલ્પેશ ઠાકોર ગુજરાતમાં ખુલ્લેઆમ પોલીસની રહેમ નજર હેઠળ વેચાતા દારૂને લઇને અવાર નવાર અવાજ ઉઠાવતા રહ્યા છે.

રાજ્યમાં દારૂબંધી અંગે આ પહેલા પણ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યુ કે ગુજરાતમાં દારૂ વેચાય તે દુખદ બાબત છે.
રાજ્યમાં દારૂ ના વેચાય તે માટે અધિકારી જ નહી પણ રાજકીય નેતાઓ પણ જવાબદાર છે. આ માટે સામાજિક સંસ્થાઓએ આગળ આવવુ જોઇએ. મહત્ત્વપૂર્ણ છે કે ખેડા જિલ્લાના માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની દારૂ અને જુગાર રમવા મામલે હાલોલ કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી છે અને 4 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

રાધનપુરથી જ ચૂંટણી લડીશ- અલ્પેશ ઠાકોર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાને 6 મહિના જેટલો સમય બાકી છે. અલ્પેશ ઠાકોરે કહ્યુ કે 2022ની વિધાનસભા ચૂંટણી હું રાધનપુરથી જ લડીશ. અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, 2022 માટે હું રાધનપુરથી જ ટિકિટ લઇને આવુ છુ. અહી છેલ્લા ત્રણ વર્ષથી વિકાસ અટકી ગયો છે. ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં અલ્પેશ ઠાકોરે કહ્યુ કે રાધનપુરના મતદારોએ મને પ્રેમ આપ્યો છે તેમણે નોંધારા નહી છોડુ. હું રાધનપુરથી ચૂંટણી લડીશ અને મેણુ ભાગીને જ રહીશ.

અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દી

અલ્પેશ ઠાકોર 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા અને રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. 2019માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. પેટા ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને 3500 વોટથી તેમનો પરાજય થયો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ફરી વિફર્યા! ગુજરાત સરકાર દારૂબંધી મામલે નિષ્ફ્ળ, ગુજરાતમાં દારૂ વેચાય તે દુઃખદ બાબત! પોલીસ અધિકારીઓ સાથે રાજકીય નેતાઓ પણ જવાબદાર: અલ્પેશ ઠાકોર, નેતા ભાજપ

Related posts

દિવાળીના તહેવારમાં નાગરિકોની સુરક્ષા માટે અમદાવાદ ઝોન 6 પોલીસ સતર્ક!વાહન ચેકીંગ, ભીડભાડ વાળી જગ્યાએ અને ફુટ પેટ્રોલિંગ કરી નાગરીકોને લૂંટારી ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડીથી અવગત કર્યા

Phone: 9998685264.

સાયબર સેફ્ટી એન્ડ સેલ્ફ ડિફેન્સ અંતર્ગત અમદાવાદની સેવ હ્યુમિનિટી સંસ્થા દ્વારા પુસ્તકનું વિતરણ કરાયું! અટલબ્રિજ પર આવતા સહેલાણીઓને સાયબર સેફ ગર્લ બુક આપી સુરક્ષાની સમજૂતી અપાઈ

Phone: 9998685264.

તહેવાર ટાણે ભરૂચ પોલીસની સતર્કતા , પ્રસંશનીય કામગીરી કરતા કોમ્બિગમાં સંખ્યાબંધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી પાડી

Phone: 9998685264.

Leave a Comment