Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાકિસ્તાનની નાપાક કોશિશ! ભારતના મિસાઈલના જવાબમાં પાકિસ્તાને પણ મિસાઈલ છોડવાનું ટેસ્ટિંગ કર્યુ! મિસાઈલ દિશાથી ભટકતા ટેસ્ટિંગ ફેલ!

Our Visitor

000112
Total Users : 112
Total views : 212
Who's Online : 0
Views 404

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ભારતની એક મિસાઇલ 9 માર્ચે ભૂલથી પાકિસ્તાનમાં જઇ પડી હતી. તેનો જવાબ આપવા જતા પાકિસ્તાનનું સૂરસૂરિયૂં થઇ ગયું હોવાના અહેવાલ છે. પાકિસ્તાની મીડિયાએ જ ખુલાસો કર્યો છે કે ભારતની મિસાઇલનો જવાબ આપવા પાકિસ્તાને મિસાઇલ ટેસ્ટિંગ કરવાની તૈયારી કરી હતી. પરંતુ તેમાં તેને નિષ્ફળતા સાંપડી છે.

રિપોર્ટ મુજબ પાકિસ્તાનના સિંધ પ્રાંતના જામશોરો ખાતે આકાશમાં સ્થાનિક લોકોએ ગઇકાલે બપોરે આશરે 12 વાગે એક અજાણી વસ્તુ જોઇ તે એક મિસાઇલ હતી. જેને પાકિસ્તાન દ્વારા સિંધમાં તેના પરિક્ષણ રેન્જમાંથી છોડવામાં આવી હતી. સવારે 11 વાગે પરિક્ષણ થવાનું હતું. પરંતુ ટ્રાન્સપોર્ટર ઇરેક્ટર લોન્ચર (TEL)માં ખામી સર્જાતા પરિક્ષણ એક કલાક માટે સ્થગિત કરાયું હતું. અંતે 12 વાગે મિસાઇલ છોડવામાં આવી હતી. પરંતુ થોડી સેક્ન્ડો પછી મિસાઇલ દિશાથી ભટકતી દેખાઇ હતી. એટલે ટેસ્ટિંગ ફેલ થઇ ગયું હતું.

પાકિસ્તાનની કેટલીક ચેનલોએ આ ઘટનાને કવર કરી હતી. પરંતુ ટેસ્ટિંગ નિષ્ફળ જતાં પાકિસ્તાનના તમામ અધિકારીઓ આ અંગે મૌન થઇ ગયા છે. પરંતું સ્થાનિક સરકારે મિસાઇલ પરિક્ષણના દાવાને નકારી કાઢતા જણાવ્યું કે આ માત્ર નિયમિત મોર્ટાર ટ્રેસર રાઉન્ડ હતું જે નજીકની સીમાથી નીકળ્યું હતું.

નોંધનીય છે કે સ્થાનિક તંત્ર ભલે આને મોર્ટાર ટ્રેસરનું નામ આપી રહ્યું હોય, પરંતુ વાસ્તિવક્તા એ છે કે 5 કિમીથી વધુની મર્યાદા વાળા માર્ટારમાં ટ્રેસર પરિક્ષણ આટલી ઊંચાઇએ જતુ નથી, જેટલું ગઇકાલની વસ્તુ દેખાઇ હતી.

પાકિસ્તાનની એઆરવાય ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ એક રિપોર્ટરે તેને માહિતી આપી હતી કે સિંધ પ્રાંતમાં પ્લેન, રોકેટ કે આવી કોઇ વસ્તુ પડવાના ન્યૂઝ હતા. જેની પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ પાકિસ્તાની ન્યૂઝ એજન્સી ધ કોન્ફલિક્ટ ન્યૂઝ પાકિસ્તાને ખુલાસો કર્યો હતો કે આ ભારતની ભૂલથી આવેલી મિસાઇલનો જવાબ આપવાનો એક પ્રયાસ હતો, જે નિષ્ફળ થઇ ગયો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પાકિસ્તાનની નાપાક કોશિશ! ભારતના મિસાઈલના જવાબમાં પાકિસ્તાને પણ મિસાઈલ છોડવાનું ટેસ્ટિંગ કર્યુ! મિસાઈલ દિશાથી ભટકતા ટેસ્ટિંગ ફેલ!

Related posts

ગુજરાત /રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીના વિભાગો છીનવાયા, ભ્રષ્ટાચારની દિલ્હી સુધી ગઇ હતી ફરિયાદ: સુત્ર

Phone: 9998685264.

અમદાવાદ / 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટના 4 આરોપીઓને ગુજરાત ATS એ દબોચ્યાં! ચારેય આરોપીઓ દાઉદ ઈબ્રાહીમ ગેંગના, અમદાવાદ થી ધરપકડ કરાઈ

Phone: 9998685264.

અરવલ્લી / મોડાસાના ગઢડા કંપામાં બે ટ્રકોની ટક્કર, ડ્રાઈવર અને ક્લીનર ભડથું, બંનેના મોત,

Phone: 9998685264.

Leave a Comment