Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી શોએબ અખ્તરની માતાનું નિધન, ભારતીય પૂર્વ ક્રિકેટર હરભજને દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું હિંમત રાખજે ભાઈ દુઃખની ઘડીમાં હું તારી સાથે છું

Our Visitor

000110
Total Users : 110
Total views : 209
Who's Online : 0
Views 290

દુઃખની ઘડીમાં પોતાના મિત્ર શોએબ અખ્તરને હરભજનસિંહે સાંત્વના આપી

રીતેશ પરમાર

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર અને દિગ્ગજ ક્રિકેટર શોએબ અખ્તરની માતાનું નિધન થયું છે. તેણે ટ્‌વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. શોએબ અખ્તરની માતાનું નામ હમીદા અવાન હતું. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર શોએબ અખ્તરની માતાની તબિયત બગડ્યા બાદ તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પણ તેઓને બચાવી શકાયા નહીં. શોએબ અખ્તરની માતાના નિધન બાદ દુનિયાભરના ક્રિકેટરોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

દુનિયાના ટોચના ફાસ્ટ બોલર્સમાંના એક અને રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા શોએબ અખ્તરે શનિવારની રાત્રે પોતાના માતાના નિધન અંગે જાણકારી આપી હતી. શોએબ અખ્તરે ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, મારી માતા, મારા માટે બધું, અલ્લાહ તાલાની મરજીથી આ સંસારને છોડીને જતા રહ્યા છે. નમાજ-એ-જનાજા અસરની નમાજના બાદ એચ-૮માં વાંચવામાં આવશે.
હાલમાં જ સંન્યાસની જાહેરાત કરનાર ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે પણ શોએબ અખ્તરની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. હરભજન સિંહે પોતાની સંવદેનાઓ વ્યક્ત કરતાં ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, આ કપરા સમય દરમિયાન મારી તારી સાથે હાર્દિક સંવેદનાઓ છે.

તેઓને શાંતિ મળે. મારા ભાઈ મજબૂત બનો. વાહેગુરુ મહેર કરે. પાકિસ્તાનના બેટર શોએબ મલિકે ટ્‌વીટ કર્યું હતું કે, અમે બધા આ મુશ્કેલ સમયમાં તારી સાથે છે ભાઈ.
તમને જણાવી દઈએ કે, શોએબ અખ્તરને વર્ષ ૨૦૦૨માં ન્યૂઝીલેન્ડની સામે ૧૬૧ કિમી પ્રતિ કલાકની ઝડપે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ છે. ૪૬ વર્ષીય શોએબે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ ૨૨૪ મેચ રમી છે.
તેણે ૪૬ ટેસ્ટમાં ૧૭૮ વિકેટ, ૧૬૩ વન-ડે મેચોમાં ૨૪૭ વિકેટ અને ૧૫ ટી૨૦ મેચોમાં ૧૯ વિકેટ ઝડપી છે. વર્ષ ૨૦૧૧ના વર્લ્‌ડ કપ બાદ ૩૬ વર્ષની ઉંમરે શોએબ અખ્તરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી શોએબ અખ્તરની માતાનું નિધન, ભારતીય પૂર્વ ક્રિકેટર હરભજને દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું હિંમત રાખજે ભાઈ દુઃખની ઘડીમાં હું તારી સાથે છું

Related posts

સુરતમાં કોંગ્રેસ કરી રહી છે જોરદાર તૈયારીઓ! વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસનો એડિચોટીનો જોર! ઓલપાડ ખાતે રાહુલ ગાંધીના આઠ વચનો બાબતે ઘેર ઘેર ચર્ચા અને બેઠકો, કોંગ્રેસ બનાવશે સરકાર : દર્શન નાયક

Phone: 9998685264.

રાજભવન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેંદ્ર પટેલની શપથવિધિ સંપન્ન,

Phone: 9998685264.

વડોદરામાં વૃદ્ધાને પિંખતી રહી ગાય, પણ તેને બચાવવા વાળું કોઈ ન હતું, તંત્રની બેદરકારીથી આખરે ગુમાવ્યો જીવ.. જુઓ વિડીયો..

Phone: 9998685264.

Leave a Comment