Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ / નામચીન બુટલેગરની વાડીમાં દારૂનો વેપલો કરનાર શખ્સ 3 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો, આરોપીએ હાલમાંજ psi ની ભરતીમાં ગ્રાઉન્ડ પાસ કર્યો હતો,

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 335

Psi ની પરીક્ષામાં ગ્રાઉન્ડ પાસ કરનાર શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજકોટ તાલુકાના લીલી સાજડિયાળી ગામના નામચીન બૂટલેગરની વાડીમાં પોલીસે દરોડો પાડી યુવાન રૂ.3 લાખના કિંમતનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો.આ દરોડામાં પી.એસ.આઈની ભરતીમાં ગ્રાઉન્ડ પાસ કરનાર છે.ઉમેદવારની પોલીસે ધરપકડ કરી હતી જયારે નામચીન બુટલેગર ફરાર થઈ ગયો હતો.

મળતી વિગતો મુજબ રાજકોટના લીલી સાજડિયાળી ગામના નામચીન બૂટલેગરની લાખા સંગ્રામ ઘીયાડની વાડીમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ યુ.બી.જોગરાણા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ કરતા સૂકા ઘાસ નીચેથી છુપાવેલો રૂ.3.02 લાખની કિમતની જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 756 બોટલ મળી આવી હતી. દરોડા દરમિયાન નામચીન બૂટલેગર લાખા સંગ્રામ ઘીયાડ ફરાર થઈ ગયો હતો. જયારે બૂટલેગરન લાખા સંગ્રામ ઘીયાડની વાડીમાંથી લીલી સાજડિયાળી ગામનો જ જયસુખ કેશુ મકવાણા નામના યુવાન મળી આવ્યો હતો.
પોલીસે જયસુખનું બાઇક નંબર જીજે 03 એચ.એફ 5137 તેમજ મોબાઇલ મળી કુલ રૂ.3,37,640નો મુદ્દામાલ કબજે કર્યો છે.

લીલી સાજડિયાળીના જયસુખની પૂછપરછમાં પોતે બૂટલેગર લાખા સંગ્રામ ઘીયાડની વાડીએ દારૂ લેવા આવતા લોકોને વિદેશી દારૂ આપતો હોવાનું, અને આ દારૂનો જથ્થો શનિવારે જ આવ્યો હોવાની કેફિયત આપી છે. અગાઉ બે વખત બૂટલેગર લાખા ઘીયાડે તેની વાડીમાં દારૂનો જથ્થો મગાવ્યો હોવાનું પણ જણાવ્યું છે. પકડાયેલો લીલી સાજડિયાળીના જયસુખ થોડા દિવસ પહેલા જ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇની લેવાયેલી ગ્રાઉન્ડ ટેસ્ટમાં તે પાસ થયો હોવાનું જણાવ્યું હતું.ક્રાઈમ બ્રાંચે ફરાર થઈ ગયેલા બૂટલેગર લાખા ઘીયાડ અને સ્થળ ઉપરથી પકડાયેલા જયસુખ સામે ગુનો નોંધી જયસુખની ધરપકડ કરી છે અને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,જેસીપી ખુરશીદ અહમદ,ડીસીપી મનોહરસિંહ જાડેજા,ડીસીપી પ્રવીણ કુમાર મીણાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.વી.બસિયા,પી.આઈ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ યુ.બી.જોગરાણા, તથા એ.એસ.આઇ. સી.એમ.ચાવડા તથા જે.વી.ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અભીજીતસિંહ જાડેજા તથા પ્રદિપસિંહ જાડેજા, તથા ભાવીનભાઇ રતન તથા કરણભાઇ મારૂ તથા પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગોહિલ તથા સુર્યકાંતભાઇ જાદવ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજકોટ / નામચીન બુટલેગરની વાડીમાં દારૂનો વેપલો કરનાર શખ્સ 3 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો, આરોપીએ હાલમાંજ psi ની ભરતીમાં ગ્રાઉન્ડ પાસ કર્યો હતો,

Related posts

અમદાવાદમાં દાનવ પતિએ પત્નીનું માથું કાપી આખા ઘરને આગ લગાવી લીધી- જાણો ધ્રુજાવી દેતું કારણ

Phone: 9998685264.

સુરતમાં વેપારી ઉપર નાર્કોટિક્સનો ગુનો દાખલ કરવાની ધમકી આપી મહિલા PSI એ ચાર લાખની લાંચ માંગી! તપાસમાં તોડ કર્યાનું સામે આવતા PSI સહીત બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા!

Phone: 9998685264.

ભાવનગર : આડોડીયાવાસના રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પતિ પત્ની ઝડપાયા, 1,93000 નો મુદ્દામાલ કબ્જે કરતી ઘોઘારોડ પોલીસ

Phone: 9998685264.

Leave a Comment