Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દાહોદ / સાસરીમાં લગ્ન પ્રસંગ પતાવી ફતેપુરા પોલીસ સ્ટેશન ફરજ પર જતા પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં દુઃખદ મોત, ખુશીનું પ્રસંગ માતમમાં ફેરવાયું

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 287

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત
ફતેપુરા ગલાલપુરા પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો, જ્યાં ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું
કોન્સટેબલ લગ્નપ્રસંગ પતાવી પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા
પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિનેષભાઈ કનુભાઈ ડામોરનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. તેઓ લાગ્નપ્રસંગ પતાવી પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા. ત્યારે કરોડીયાના ગલાલપુરા પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. ફતેપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મિનેષભાઈ કનુભાઈ ડોમોર પોતાની બાઈક લઈ સાસરીમાંથી લગ્નપ્રસંગ પતાવ્યા બાદ વહેલી સવારે પરત ફતેપુરા પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા. ત્યારે ફતેપુરા નજીક કરોડીયાના ગલાલપુરા પાટિયા પાસે તેમનું અકસ્માત થયું હતું. જે અકસ્માતમાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવની જાણ મિનેષભાઈના પરિવારને તથા તેઓ વહેલી સવારના જ ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં પહોંચતા જ તેઓ મિનેષભાઈને મૃત હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા. જો કે આ બાદ ફતેપુરાના પીએસઆઈ ને બનાવની જાણ કરાતા તેઓ પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યારે આ બનાવથી મિનેષભાઈના સાથી કર્મી તેમજ તેમના પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને પીએમ કરી મૃતદેહને પોતાના સ્વજનોને સોંપવામાં આવ્યો હતો. જે બાદ આ બનાવ અંગે પોલીસે મિનેષભાઈના પત્નીની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દાહોદ / સાસરીમાં લગ્ન પ્રસંગ પતાવી ફતેપુરા પોલીસ સ્ટેશન ફરજ પર જતા પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં દુઃખદ મોત, ખુશીનું પ્રસંગ માતમમાં ફેરવાયું

Related posts

થર્ટી ફર્સ્ટ પાર્ટી / જોજો દારૂ કે નશીલા પદાર્થોનું સેવન કરી બહાર નીકળ્યા તો આવી બનશે! પોલીસ બ્રેથ-એનાલાઇઝર અને એન્ટી નાર્કોટિક્સ કીટ લઈને આપની રાહ જોઈ રહી છે

Phone: 9998685264.

વડોદરા /ગોત્રી ચેકપોસ્ટ નજીકની કેનાલ પાસે યુવતીની એક્લતાનો લાભ લઈ દુષ્કર્મ આચરનારા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો LRD આખરે પોણા બે વર્ષે ડિસમિસ

Phone: 9998685264.

ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સયુંકત ઓપરેશન, પાકિસ્તાની બોટને ઝડપી પાડી 400 કરોડનો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો

Phone: 9998685264.

Leave a Comment