
સંસ્કારી નગરી તરીકે ગણાતા વડોદરા શહેરમાં એક મહિલા સાથે તેના પતિ અને સાસરીયા પક્ષ તરફ થી ત્રાસ આપતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પરિણીતાએ પોતાના પતિ ઉપર ગંભીર આક્ષેપ લગાડતાં કહ્યું હતું કે,મારા પતિ નોકરીથી આવતો ત્યારે મારી સાથે વાતચીત કરતા નહી અને ઘરની બહાર જતા રહેતા અને મોડા ઘરે આવતા. મારી સાથે શારીરીક રિલેશન રાખતા નહી ત્યારે મે પુછેલ કે, તમે કેમ શારીરીક રિલેશન ય રાખતા નથી ત્યારે મારા પતિએ કહેલ કે મારે મલેશિયા જવું છે મારે પાંચ લાખ રૂપિયા જોઇએ છે. -તું તારા પિયરમાંથી લઈ આવ તો જ હું તારી જોડે શારીરીક રિલેશન રાખીશ. તેમ કહી મારી સાસુના રૂમમાં ઊંઘવા માટે જતો રહેતો જેથી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાના ત્રાસથી કંટાળીને આખરે ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પરિણીતાએ સાસરિયાના તમામ સભ્યો સામે આક્ષેપો કરી ફરિયાદ નોંધાવી છે.





Total Users : 115
Total views : 217
Who's Online : 0