
હાલમાં જ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વિપુલ મનુભાઈ પંચોલી સાહેબ ની ગુજરાત હાઈકોર્ટ માંથી પટના હાઈકોર્ટ બિહાર ખાતે નિમણુંક કરવામાં આવી હતી. જેની શપથવિધિ આજ-રોજ રાજભવન બિહાર ખાતે રાખવામા આવેલ હતી. આ શપથવિધીમાં હાજર રહેવા જસ્ટિસ વી. એમ. પંચોલી તરફથી ગુજરાતનાં નામાંકિત જજો અને વકીલોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેથી ગુજરાત હાઈકોર્ટથી જસ્ટીસ ઉમેશ ત્રીવેદી , જસ્ટીસ ભાર્ગવ કારીયા, જસ્ટીસ નિખિલ કેરીયલ, જસ્ટીસ સમીર દવે, જસ્ટીસ હેમંત પ્રચ્છક, તથા એડીશનલ સોલીસીટર જનરલ દેવાંગ વ્યાસ, હાઈકોર્ટ બાર નાં પૂર્વ પ્રેસિડેન્ટ યતિન ઓઝા, સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ , વાઈસ પ્રેસિડેન્ટ રશેશ પરીખ , એડવોકેટ દિપેન દેસાઈ, નચિકેત કોડેકર, નાસીર સૈયદ, નિસર્ગ રાવલ, નિલય ઠાકર તથા જસ્ટીસ પંચોલી સાહેબના ફેમીલી મેમ્બર હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય બાબત છે કે જસ્ટિજ વી. એમ.પંચોલી સાહેબના આમંત્રણને સન્માન આપી પટના હાઈકોર્ટ ખાતે શપથવિધિમા ગુજરાત હાઈકોર્ટ તરફથી નામાંકિત જજો અને વકીલોના ડેલિગેશનના તમામ આમંત્રિત મહેમાનોને બિહાર રાજ્ય નાં એક દિવસ નાં સ્ટેટ ગેસ્ટ બનાવવામાં આવ્યા હતા. જેમાં તમામને સ્ટેટ ગેસ્ટ હાઉસ અને સર્કીટ હાઉસ માં ઉતારો આપવામાં આવ્યો હતો.





Total Users : 112
Total views : 213
Who's Online : 0