Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત પોલીસ માટે ખુબજ દુઃખદ સમાચાર, રાજસ્થાનના જયપુર ખાતે મઘરાતે ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરના 4 પોલીસ જવાનો સહીત 5 કરુણ મોત,

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 300

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

  ભાવનગર જિલ્લાના ભરતનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક ઘરફોડ ચોરીની ઘટના બની હતી. જેની તપાસમાં ભરતનગર પોલીસને આરોપી ફઈમ શેખ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી ઘરફોડ ચોરીને અંજામ આપી ગુજરાતમાંથી ભાગી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં જુદા જુદા ઠેકાણે રહી રહ્યો હોવાનું પોલીસને જાણવા મળતા તાત્કાલિક અસરથી ઉત્તરપ્રદેશમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ભરતનગર પોલીસને મુખ્ય આરોપી હાથ ના લાગતા આ કેસમાં એક શંકાસ્પદ આરોપીને ઝડપી પાડ્યો હતો. અને ત્યારબાદ એ આરોપીને દિલ્હી જયપુર નેશનલ હાઈવે થઈ પરત ભાવનગર તરફ રવાના થયા હતા.

ભાવનગર જિલ્લાના ભરતનગર પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓ શંકાસ્પદ આરોપીને પોતાની ખાનગી કારમાં લઈ દિલ્હી તરફથી ભાવનગર પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન મધરાત્રે 3 વાગ્યાના સમયે જયપુર ખાતે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં કારમાં સવાર ભાવનગરના ચાર પોલીસકર્મીઓના ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યા હતા. તેમજ આરોપીનું પણ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસ તાત્કાલિક પહોંચી આવી હતી. જ્યાં પોલીસે અકસ્માતમાં મૃતકોની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક પોલીસકર્મચારીઓ છે જેના નામ (1) શક્તિસિંહ ગોહિલ (2) મનસુખ બાલખિયા (3) ભીખુભાઈ બુખેરા અને (4) ઈરફાન આગવાન હોવાનું જણાઈ આવતા જયપુર પોલીસે ભાવનગર પોલીસને જાણ કરી હતી.

જયપુર ખાતે બનેલ દુઃખદ અકસ્માતની ઘટનામાં ગુજરાતનાં ચાર પોલીસ જવાનોના મોતના સમાચાર મળતા ભાવનગર પોલીસ સહીત સમગ્ર ગુજરાત પોલીસમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી. હાલ આ ઘટનાના સંદર્ભમાં ભાવનગર જિલ્લા પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક જયપુર ખાતે રવાના થયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત પોલીસ માટે ખુબજ દુઃખદ સમાચાર, રાજસ્થાનના જયપુર ખાતે મઘરાતે ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરના 4 પોલીસ જવાનો સહીત 5 કરુણ મોત,

Related posts

ઝાલોદમાં પોલીસ કોન્સ્ટેબલની કરતૂતથી ગુજરાત પોલીસ શરમમાં મુકાઈ, પોલીસે બોલેરો કારમાંથી 1.54 લાખનો દારૂ ઝડપી પાડ્યો, પોલીસ કોન્સ્ટેબલ કરી રહ્યો હતો પાયલોટિંગ, ગુનો નોંધાયો

Phone: 9998685264.

તાપી જિલ્લામાં મિઢોંણાં નદી ઉપર નવ નિર્મિત બ્રિજ તૂટવા બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી કસૂરવાર સામે તાત્કાલિક તપાસ કરી પગલાં ભરવા માંગ કરતા કોંગ્રેસના નેતા : દર્શન નાયક

Phone: 9998685264.

ગુજરાત પોલીસ ગ્રેડ પે મુદ્દે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા હિમ્મતસિંહ પટેલ અને શૈલેષ પરમાર મહિલા કોન્સ્ટેબલ નીલમબેન મકવાણાને ન્યાય અપાવવા મેદાને ઉતર્યા, CM અને ગૃહમંત્રીને પત્ર પાઠવી ન્યાયની માંગણી કરી

Phone: 9998685264.

Leave a Comment