Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત પોલીસના પગાર વધારાના પરિપત્રને જાહેર નહી કરવાથી પોલીસને પગાર વધારો નહિ મળે તેવી અટકળોને લાગશે પૂર્ણ વિરામ! ગુજરાત પોલીસની દિવાળી એક મહિનો વહેલી આવશે, સોમવારે પગાર વધારાનો પરિપત્ર કરાશે જાહેર

Our Visitor

000115
Total Users : 115
Total views : 218
Who's Online : 0
Views 6395

તા.27 : રાજ્યના લોકોની સુરક્ષા માટે રાત-દિવસ જોયા વગર ફરજ બજાવી રહેલા પોલીસ જવાનો માટે દિવાળી એક મહિનો વહેલી આવી જાય તેવી પૂરી શક્યતા છે. તાજેતરમાં જ સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પેમાં વધારો કરવા માટે 550 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપવામાં આવી હતી. જો કે પેકેજ મંજૂર કરાયા બાદ ગ્રેડ-પેમાં વધારો કરવાનો પરિપત્ર જાહેર કરવામાં નહીં આવ્યો હોવાથી કર્મીઓને આ મહિનાથી પગારવધારાનો લાભ નહીં મળે તેવી અટકળો વહેતી થઈ હતી.
દરમિયાન સરકારના સૂત્રોએ જણાવ્યું કે સોમવાર સાંજ સુધીમાં ગ્રેડ-પેનો સુધારો કરતો નવો પરિપત્ર પ્રસિદ્ધ કરી દેવામાં આવશે

જેથી આ મહિનાથી જ કર્મચારીઓને પગારવધારાનો લાભ મળી જશે. સોમવારે 29મી ઑગસ્ટ છે ત્યારે સાંજ સુધીમાં ગ્રેડ-પેનો નવો જીઆર (પરિપત્ર) જાહેર થઈ જવાથી તેનો અમલ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવનાર હોવાથી આ મહિનાના પગારમાં જ વધારો સામેલ થઈ જશે મતલબ કે 1 સપ્ટેમ્બરથી કર્મીઓને પગારવધારો મળી જશે. દિવાળી ઑક્ટોબર મહિનામાં આવી રહી છે પરંતુ પગારવધારો થઈ જવાને કારણે પોલીસકર્મીઓની દિવાળી એક મહિનો વહેલી મતલબ કે સપ્ટેમ્બર મહિનામાં જ આવી જશે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આમ આદમી પાર્ટી દ્વારા એવો વાયદો કરવામાં આવ્યો હતો.

કે ગુજરાતમાં પોલીસનો ગ્રેડ-પે અત્યંત ઓછો છે અને અન્ય રાજ્યોની તુલનાએ અહીંના પોલીસકર્મીઓ પાસે કામ વધુ અને વેતન ઓછું ચૂકવવામાં આવશે એટલા માટે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દેશના દરેક રાજ્યના પોલીસ કર્મીઓ કરતાં વધુ પગાર ગુજરાતના પોલીસ જવાનોને આપવામાં આવશે. ‘આપ’ના આ વાયદાની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને સરકાર દ્વારા તાત્કાલિક એક્શનમાં આવી જઈને ગ્રેડ-પેમાં સુધારો જાહેર કરતાં કર્મીઓ માટે 550 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. પેકેજ જાહેર કરાયા બાદ તેનો અમલ ક્યારે શરૂ થશે તેને લઈને સવાલો ઉપસ્થિત થવા લાગ્યા હતા ત્યારે હવે સોમવારે સાંજ સુધીમાં જ નવો પરિપત્ર જાહેર કરી દેવામાં આવનાર હોવાથી ઑગસ્ટ મહિનાનો પગાર પોલીસ કર્મીઓને વધારે મળશે.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

ગુજરાત પોલીસના પગાર વધારાના પરિપત્રને જાહેર નહી કરવાથી પોલીસને પગાર વધારો નહિ મળે તેવી અટકળોને લાગશે પૂર્ણ વિરામ! ગુજરાત પોલીસની દિવાળી એક મહિનો વહેલી આવશે, સોમવારે પગાર વધારાનો પરિપત્ર કરાશે જાહેર

Related posts

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સયુંકત ઓપરેશન 350 કરોડનું હેરોઈન ઝડપી પાડ્યો! DGP આશિષ ભાટિયાએ કરી પ્રેસ કોન્ફરન્સ

Phone: 9998685264.

ગુજરાત વિધાનસભામાં ‘નકલીકાંડ’નો મુદ્દો ગુંજ્યો, કોંગ્રેસના 10 ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડકોંગ્રેસી ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે અનેક સવાલોના જવાબો માંગ્યા

Phone: 9998685264.

દારૂબંધીનો કાયદો ક્યાં છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, માતાજીના મંદિર પ્રાંગણમા વેચાઈ રહ્યો છે દારૂ, ઓલપાડ તાલુકા પંચાયતના ઝાપે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવાય છે, સ્થાનિક પોલીસ મૂક દર્શક, જો બુટલેગરો સામે પગલા ના ભરાય તો આંદોલન કરીશુ :દર્શન નાયક નેતા કોંગ્રેસ
 
ઓલપાડ તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને નશાબંધીનાં કાયદાનું પાલન કરાવવા બાબતની રજુઆત કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક

Phone: 9998685264.

Leave a Comment