Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

યુનિટ દીઠ વીજળી વપરાશકારો ઉપર 79 પૈસાનો વધારો કરાતા ગુજરાતનાં નાગરિકોના માથે કરોડોનો બોજો વધશે, વધતા વીજળી ભાવનો સખત વિરોધ કરતા ખેડૂત આગેવાન દર્શન નાયકે કેન્દ્ર અને રાજ્યસરકાર ઉપર આકરા પ્રહાર કર્યા! કેબિનેટ મિનિસ્ટરને લખ્યો પત્ર

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 4502

સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક

કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા હાલમાં નવા નિયમોનું અમલીકરણ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે .આ નિયમ મુજબ હવે પ્રત્યેક બિલમાં યુનિટ દીઠ દર બદલાતા રહેશે. નવા તૈયાર કરવામાં આવી રહેલા ઈલેક્ટ્રીક સીટી એમએન્ડમેન્ટ રૂલ્સમાં ફ્યુઅલ પ્રાઇસ એન્ડ પાવર એગ્રીમેન્ટ એફ.પી.પી.પી એ હેઠળ વીજળીના યુનિટ દીઠ આવતો ભાવ વધારો દર મહિને ગ્રાહકો પાસે વસૂલ કરી લેવાની છૂટ આપતો નિર્ણય કરાયો છે .આ નિર્ણયની સામે અમોને સખત વાંધો છે .તાજેતરમાં ગુજરાતની સરકારી વીજ કંપનીઓએ યુનિટ દીઠમાં 0.79 પૈસાનો વધારો કરીને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાત ભરના વીજ ગ્રાહકોને માથે કરોડો રૂપિયાનો બોજો નાખી દીધો છે. કેન્દ્રમાં જ્યારથી નવી સરકાર આવી છે ત્યારથી કોઈને કોઈ નિયમો અને કાયદા અન્વયે એ પછી નોટબંધી હોય કે જીએસટી હોય, હંમેશા પ્રજાને માથે આર્થિક બોજ નાખી દેવામાં આવી રહ્યો છે .

કેન્દ્રની કે પછી ગુજરાતની સરકારની નીતિઓને કારણે મોંઘવારી નો આક ખૂબ જ ઊંચે પહોંચી ગયો છે .જેને કારણે પ્રજા આર્થિક રીતે પડી ભાંગી છે. પ્રજાની સુખાકારીમાં વધારો કરવાને બદલે પ્રજા ઉપર બોજ નાખીને સરકારે પ્રજાને બેવડી વાળી દીધી છે. કોરોનાની મહામારીમા લોકોએ રોજગારી ગુમાવી છે .પોતાના આરોગ્ય પાછળ ખૂબ જ મોટો ખર્ચ કરવો પડ્યો છે .આવા સમયે લોકોને ઘરના બે છેડા ભેગા કરવા ખૂબ જ મુશ્કેલ પડી રહ્યા છે. તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે .આવા સમયે સરકાર તરફથી મળનારી સામાન્ય રાહત પણ લોકોને આનંદ થાય તેમ છે ,પરંતુ સરકાર પ્રજાને રાહત આપવાને બદલે વધુને વધુ બોજ પ્રજાને માથે નાખી રહી છે .કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા આ નવા નિયમ મુજબ સરકારી વીજ કંપનીઓની પાવર પર મહિને જેટલો વધારો આવે એ વધારો વીજ વપરાશકારો પાસેથી વસૂલવામાં આવશે .આ નિયમને કારણે વીજ વપરાશકારોના વીજ બિલમાં ઘરખમ વધારો થશે એ ખૂબ જ અન્યાયી છે .હાલ પેટ્રોલ ડીઝલ સહિત તમામ ચીજ વસ્તુઓના ભાવ ખૂબ જ ઊંચા છે. મોંઘવારી આસમાનને અડી ગઈ છે ત્યારે આ નિયમ લાગુ પાડીને પ્રજાના માથે બોજ નાખવાના સરકારના આ પગલાં સામે અમારો સખત વાંધો છે અને આ નિયમનો અમલ ન થાય એવી લોકોના હિતમાં અમારી રજૂઆત છે.આપશ્રી સદર બાબતે પુનઃ વિચાર વિમર્સ કરી લોકહિતમાં આ નિર્યણનો અમલ ના થાય એવી સહકારી ખેડૂત આગેવાન અને કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે વિનંતી કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

યુનિટ દીઠ વીજળી વપરાશકારો ઉપર 79 પૈસાનો વધારો કરાતા ગુજરાતનાં નાગરિકોના માથે કરોડોનો બોજો વધશે, વધતા વીજળી ભાવનો સખત વિરોધ કરતા ખેડૂત આગેવાન દર્શન નાયકે કેન્દ્ર અને રાજ્યસરકાર ઉપર આકરા પ્રહાર કર્યા! કેબિનેટ મિનિસ્ટરને લખ્યો પત્ર

Related posts

રાજકોટ/ હિસ્ટ્રીશીટરને જાહેરમાં મારમારી અને વરઘોડો કાઢવાના કેસમાં PSI સહીત પાંચ પોલીસકર્મીઓ સામે હાઇકોર્ટે 10-10 હજાર રૂપિયાનો દંડ ફ્ટકાર્યો, ત્રણ દિવસમાં પૈસા ભરી દેવા કડક આદેશ

Phone: 9998685264.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સાબરમતી મધ્યસ્થ જેલની ઓચિંતી મુલાકાત લીધી!
મધ્યસ્થ જેલની અલગ અલગ બેરેક ઉપરાંત રસોઈ ઘર અને જેલની હોસ્પિટલનું પણ સ્વનિરીક્ષણ કર્યું

Phone: 9998685264.

અમદાવાદમાં મુંબઈની જેમ ભાઈગીરી વધી! હોટલ સંચાલકને કહ્યું હું ડોન છું હપ્તો આપવો પડશે

Phone: 9998685264.

Leave a Comment