Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપની મૂંઝવણ વધી? સૂત્ર
જોના જોગીઓને સાથે લેવાશે કે તેમની હકાલપટ્ટી કરાશે!

Our Visitor

000112
Total Users : 112
Total views : 212
Who's Online : 0
Views 5577

ગુજરાતની ચૂંટણીના ઉમેદવારોને લઈને ભાજપ હાઈકમાન્ડ ખુબ જ મુંઝવણ અનુભવી રહ્યુ છે. ખાસ કરીને જૂના જોગીઓને સાથે રાખવા કે પછી કાયમી હકાલપટ્ટી કરવી તેનો નિર્ણય હજુ લઈ શકાતો નથી. જો ફરીથી તેમને ટિકિટ અપાશે તો તેમને ફરીથી મંત્રીપદ પણ આપવુ પડે. જો આવુ થશે તો તેઓને શા માટે સરકારમાંથી કાઢી મુકાયા હતા તે પ્રશ્ન ઉભો થશે.

રૂપાણી સરકારની હકાલપટ્ટી કરાયા બાદ એવી ધારણા રખાઈ રહી છે કે, 27 પૂર્વ મંત્રીઓને ફરીથી ટિકિટ અપાશે નહી. જો કે નવી સરકાર બાદ અસરકારક કામગીરી થઈ નથી. મોરબીની દૂર્ઘટનાને લઈને વડાપ્રધાન મોદી નારાજ છે. હવે જો જૂના અને અનુભવીને સાથે લેવામાં નહી આવે તો ભવિષ્યમાં બનનારી ભાજપની સરકાર વધુ નબળી બનશે. બીજી બાજુ જો લેવાશે તો તેઓને ફરીથી મંત્રીપદ પણ આપવુ પડશે. આ સ્થિતિમાં રૂપાણી સરકારની હકાલપટ્ટીના નિર્ણયની ટીકા થશે.

દીલ્હી હાઈકમાન્ડને એવી મુંઝવણ પણ છે કે, જો જૂના જોગીઓને લેવાશે નહી તો કેટલાક જૂના જોગીઓ ભાજપના જ ઉમેદવારને હરાવવા માટેની કામગીરી કરી શકે છે. જો અમુક જૂના જોગીને ટિકિટ અપાશે અને કેટલાકને નહી અપાય તો પણ ભાજપ માટે મુશ્કેલી ઉભી થશે. સૂત્રો જણાવે છે કે, કદાચ પ્રથમ વખત જ ભાજપને આ પ્રકારની સમસ્યા અને ગુંચવણનો સામનો કરવો પડ્યો છે. હાઈકમાન્ડ હવે શું અને કેવો નિર્ણય લે છે તે જોવાનુ પણ રસપ્રદ બનશે.

પૂર્વ CM રૂપાણીએ દાવેદારી નહી કરી હોવા છત્તા પેનલમાં નામ

તાજેતરમાં જ ચૂંટણીના ઉમેદવારોની સ્ક્રુટીની માટે કમલમ ખાતે પ્રદેશની ત્રણ દિવસની કારોબારીની બેઠક મળી હતી. આશ્ચર્યની વાત છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સિવાયના તમામ પૂર્વ મંત્રીઓએ ટિકિટની માગણી કરી પોતાના બાયોડેટા આપ્યા છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ દાવેદારી નહી કરવા છત્તા રાજકોટની બેઠક માટેની પેનલમાં તેમનુ નામ રખાયુ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપની મૂંઝવણ વધી? સૂત્ર<br>જોના જોગીઓને સાથે લેવાશે કે તેમની હકાલપટ્ટી કરાશે!

Related posts

અમદાવાદ શહેરમાં PCB પોલીસ ટીમની વધુ એક સફળતા મળી,
6 ગુનાના ભેદ ઉકેલ્યા, કાર સાયલેન્સરની ચોરી કરનાર યુવકને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરી

Phone: 9998685264.

બુટલેગરને દબાણ કરી દારૂનો ધંધો ચાલુ કરવા પચીસ હજારની લાંચ લઈ પોલીસ કોન્સ્ટેબલ ફરાર! ACB ટ્રેપ તેમ છતાં હાથમાં ના આવતા શોધખોળ

Phone: 9998685264.

દ્વારકા /અંધશ્રધ્ધામાં આવી પતિ પોતાની પત્નીને ભુવાજી પાસે લઈ ગયો, ભુવાજીએ ધુણતી મહિલાને ગરમ સાંકળથી ફટકારતા મોત

Phone: 9998685264.

Leave a Comment