Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનો પરચમ લહેરયો, કોંગ્રેસનું સુરસુરિયું, આપના સૂપડા સાફ, ગુજરાતમાં ત્રીજું પક્ષ નહી ચાલે – પાટિલ

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 286

રીતેશ પરમાર

ગાંધીનગરઃ ગાંધીનગર કોર્પોરેશનનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપે 41, કોંગ્રેસે 2 અને આપે એક બેઠક પર વિજય મેળવ્યો છે. આ સાથે ભાજપે ગાંધીનગર કોર્પોરેશનમાં ભવ્ય વિજય મેળવ્યો છે. ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર ૬માં ભાજપની પેનલ તૂટી છે. વોર્ડ નંબર 6મા ભાજપમાં ગૌરાંગ રવિન્દ્ર વ્યાસ, પ્રેમલતા મહેરિયા અને ભાવનાબેન ગોલની જીત થઈ છે.

વોર્ડ નંબર 6માં આપના તુષાર પરીખ જીત થઈ છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભલે એક બેઠક મેળવી હોય પણ તેને ગુજરાતમાં મૂળિયા નાખી દીધા છે. ગાંધીનગરમાં પ્રથમ વખત જ ચૂંટણી લડનારી આમ આદમી પાર્ટીને 21.77 ટકા મત મળ્યા છે. પણ આપે કૉંગ્રેસનો ખેલ બગાડ્યો છે. કારણ કે 2016માં કૉંગ્રેસની મતની ટકાવરી 46.93 ટકા હતી જે ઘટીને 28.02 ટકાએ પહોંચી છે. જ્યારે ભાજપના વોટશેરમાં 2 ટકાનો વધારો થયો છે. 2016માં ભાજપને 44 ટકા મત મળ્યા હતા જ્યારે આ ચૂંટણીમાં 46.49 ટકા મત મળ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય વિજય પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાર્ટીના વરિષ્ઠ મુરબ્બી અને અમારા પ્રમુખશ્રી સી.આર. પાટીલ સાહેબ મને એવું કહેતા હતા કે આ 3 સીટ ઓછી કેમ આવી.

જીત બાદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રીજી પાર્ટી ક્યારેય નહીં ચાલે. જે ખૂબ ગાજ્યા હતા, તેને એક બેઠક મળી છે. કોંગ્રેસને ફ્કત બે જ બેઠક મળી છે. થરા નગર પાલિકામાં પણ ભાજપે 20 બેઠક સાથે જીત મેળવી છે. જિલ્લા પંચાયતોમાં આઠમાંથી પાંચ બેઠકો જીતી છે. તાલુકા પંચાયતની 45માંથી 28 બેઠકો જીતી છે. નગર પાલિકાની 45માંથી 37 બેઠકો જીતી છે. જે ઉમેદવારોના વિજય થયા છે તે નાગરિકોના હિતમાં કાર્યો કરશે. પ્રધાનમંત્રી મોદી, અમિતભાઈ શાહ, જે.પી. નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર. તમામ વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી. જનતાએ અમારા પર મુકેલો વિશ્વાસ એળે નહીં જાય.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનો પરચમ લહેરયો, કોંગ્રેસનું સુરસુરિયું, આપના સૂપડા સાફ, ગુજરાતમાં ત્રીજું પક્ષ નહી ચાલે – પાટિલ

Related posts

વલસાડની પારડી પોલીસે બાતમીના આધારે રેડ કરી તો એકી સાથે 23 મહિલા બુટલેગર ઝડપાઈ, દારૂબંધી માત્ર કાગળ ઉપર જ દેખાઈ રહી છે, પોલીસે 78000 થી વધુનો દારૂ ઝડપી પાડ્યો

Phone: 9998685264.

સુરતના મહુવામાં દારૂના ગુનામાં પકડાયેલ ગાડીને છોડવા પોલીસ કોન્સ્ટેબલે 1 લાખ માંગ્યા! 50 હજારની લાંચ લેતા ACB ના હાથે રંગેહાથ ઝડપાયો

Phone: 9998685264.

કચ્છના અંજારમાં આંગડિયા પેઢીના માલીકના આંખમાં મરચું છાંટી 62 લાખ રૂપિયાની દિલધડક લૂંટ, ત્રણ લૂંટારુઓ કારમાં બેસી ફરાર

Phone: 9998685264.

Leave a Comment