Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કુબેરનગર વિસ્તારમાં આપ નો હલ્લા બોલ, નરોડા ઝોનલ ઓફિસમાં રેશનકાર્ડ કઢાવવામાં લોકોને પડતી હાલાકી, ઝોનલ ઓફિસર રવિન્દ્ર સોલંકી છેલ્લા ઘણા વર્ષોથી કચેરીએ હાજર જ રહેતા નથી, બીપીએલ કાર્ડ મેળવવા લોકોને એજન્ટનો લેવો પડે છે સહારો

Our Visitor

000115
Total Users : 115
Total views : 218
Who's Online : 0
Views 233

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદ તા.4
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી અન્ન નાગરિક પુરવઠા નિગમની નરોડા ઝોનલ ઓફિસે લોકોએ પોતાનો રેશન કાર્ડ કઢાવવામાં અને અનાજ મેળવવામાં પડતી મુશ્કેલીઓના કારણે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હલ્લા બોલ કર્યો હતો.ઝોનલ ઓફિસર રવિન્દ્ર સોલંકી છેલ્લા ઘણા વર્ષોથી કચેરીમાં આવતા જ નહીં હોવાનું જાણવા મળ્યું હતું.

છેલ્લા ઘણાં સમય થી નરોડા ઝોનલ ઓફિસ ચર્ચામાં રહ્યું છે. આમ નાગરિકોને પોતાનો નવું રેશનિંગ કાર્ડ કઢાવવામાં એજન્ટનો સહારો લેવો પડે છે.નવું રેશનિંગ કાર્ડ માટે મળતીયાઓને ત્રણ હજાર કરતા વધુ રૂપિયા આપવા પડે છે.નાગરિકોને પોતાના હકનો અનાજ પણ મળતો ન હોવાથી કેટલાક લોકોએ કુબેરનગર વોર્ડની આમ આદમી પાર્ટીની ઓફિસનો સંપર્ક કર્યો હતો. ત્યારે કુબેરનગર વોર્ડ ના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકર,ગીતાબેન સુંદરવા,પ્રકાશભાઈ,નવદીપભાઈ ઇન્દ્રેકર, આલોક તમાઇચી અને સરદાર નગર વોર્ડના પ્રમુખ પરેશભાઈ સહિત કાર્યકરો ઝોનલ ઓફિસે ગયા હતા .આ ઓફિસમાં ઝોનલ ઓફિસર રવિન્દ્ર સોલંકી હાજર ન હતા .પરંતુ ઓફિસના ઈન્ચાર્જ જયેશભાઇ હાજર હતા.તેમને કહ્યું કે છેલ્લા ઘણા સમય થી ઝોનલ ઓફિસર હાજર જ રહેતા નથી..આપ ના કાર્યકરોએ લોકોની સમસ્યાની વાત કરી હતી.વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકર એ સોલંકીને વારંવાર ફોન કરવા છતાં કોઈ તસ્દી લીધી નહતી.
વધુમાં આમ આદમી પાર્ટીના કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકરએ કહ્યું હતું કે,આ વિસ્તારમાં રેશનિંગની દુકાન ધરાવતા લોકો ગરીબોના હકનો અનાજ બારોબાર વેચી મારે છે.અનેક ફરિયાદ બાદ પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી.નરોડા ઝોનલ વિસ્તારમાં આવતી રેશનિંગની દુકાનો બોગસ કાર્ડ બનાવી લોકોના હકનો અનાજ સગેવગે કરી રહી છે.બી પી એલ કાર્ડ મેળવવા ખુદ અધીકારીઓ એજેન્ટનો સંપર્ક કરવા જણાવે છે .આ મામલે જો કોઈ સુખદ નિરાકરણ નહિ આવે તો સોમવારે આપ ના કાર્યકરો ઝોનલ ઓફિસનો ઘેરાવો કરશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

કુબેરનગર વિસ્તારમાં આપ નો હલ્લા બોલ, નરોડા ઝોનલ ઓફિસમાં રેશનકાર્ડ કઢાવવામાં લોકોને પડતી હાલાકી, ઝોનલ ઓફિસર રવિન્દ્ર સોલંકી છેલ્લા ઘણા વર્ષોથી કચેરીએ હાજર જ રહેતા નથી, બીપીએલ કાર્ડ મેળવવા લોકોને એજન્ટનો લેવો પડે છે સહારો

Related posts

Botad : પોલીસના અત્યાચાર બાદ જુવાનજોધ દીકરો ગુમાવ્યો, પરિવારનો આક્ષેપ- ત્રણ પોલીસકર્મી વિરુધ FIR દાખલ

Phone: 9998685264.

વલસાડના ભાગડાવડામાં પોલીસકર્મીઓ ઉપર હુમલા બાદ નવો વળાંક, પદનો દુરુપયોગ કરતા ASI તથા ઇન્ચાર્જ PSO ને સસ્પેન્ડ કરતા DSP

Phone: 9998685264.

સુરતમાં સ્પાના નામે ચાલતા ફૂટણખાના ના રાફડા ફાટ્યા! એક પછી એક ફૂટણખાના ઉપર પોલીસની રેડ, વેસુ વિસ્તારમાં ચાલતા સ્પા સેન્ટરમાં ઉમરા પોલીસ અને ક્રાઈમબ્રાન્ચની સયુંકત રેડ! ગ્રાહકો, કોન્ડોમના પેકેટ સાથે કઢઁગી હાલતમાં રૂપલલનાઓ ઝડપાઈ

Phone: 9998685264.

Leave a Comment