Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઓલ ગુજરાત વાલી મંડળનું ગુજરાતનાં શિક્ષણમંત્રીને પત્ર, કહ્યું ધોરણ 1 થી 12 ની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવે, કોરોના વકર્યો

Our Visitor

000115
Total Users : 115
Total views : 218
Who's Online : 0
Views 274

રીતેશ પરમાર

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસ ઓછા થયા પછી દિવાળી બાદથી જ સ્કૂલો રાબેતા મુજબ ખૂલી ગઈ છે. જોકે, હવે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં જુદા જુદા શહેરોમાં સ્કૂલના 18 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને લઈને હવે વાલીઓમાં પણ તેમના સંતાનોને સ્કૂલે મોકલવા બાબતે ચિંતા વધી રહી છે.

ત્યારે વાલી મંડળે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને 15 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ રાખવાની માંગ કરી છે.

ઓલ ગુજરાત વાલી મંડળે શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર

ઓલ ગુજરાત વાલી મંડળના પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘ગુજરાતની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ છે. તેની સાથે રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. તેમજ ઓમિક્રોનની દહેશત પણ વધી રહી છે. આ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેથી વાલી મંડળની માંગ છે કે ગુજરાતની શાળાઓમાં ભણતો વિદ્યાર્થી સંક્રમિત થાય તો તેનો મેડિકલનો ખર્ચો ગુજરાત સરકાર ઉઠાવે. આ ઉપરાંત સરકાર તાત્કાલિક શાળાઓમાં ચેકિંગ ચાલુ કરાવીને નવી ગાઈડલાઈનનું પાલન કરાવે. તેમજ ધોરણ 1થી 12ની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ કરાવે.’

છેલ્લા 10 દિવસમાં 18 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક રહી હતી. જોકે, ત્યારબાદ ધીમે-ધીમે કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી. જેમાં સ્કૂલો પણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ કોરોનાના રાક્ષસી પંજામાં ફસાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં જુદા-જુદા શહેરોમાં સ્કૂલે જતા 18 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં સ્કૂલોના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા ખળભળાટ મચ્યો છે. 18ના આંકડામાં સુરતમાંથી 9, અમદાવાદના 4, રાજકોટના 3 અને વડોદરાના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજકોટ અને વડોદરાના એક-એક શિક્ષકોનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ઓલ ગુજરાત વાલી મંડળનું ગુજરાતનાં શિક્ષણમંત્રીને પત્ર, કહ્યું ધોરણ 1 થી 12 ની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવે, કોરોના વકર્યો

Related posts

સુરત / સચિન GIDC માં આવેલી અનુપમ કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા 4 કામદારોના મોત! દુર્ઘટના માટે કોણ છે જવાબદાર?
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત ફરિયાદ કરી યોગ્ય તપાસની માંગણી કરતા કોંગ્રેસના નેતા: દર્શન નાયક

Phone: 9998685264.

અમદાવાદના CTM બ્રિજ બન્યો આત્મહત્યા કરવાનો પોઇન્ટ,23 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરવા લગાવી છલાંગ, હોસ્પિટલમા સારવાર હેઠળ કરાઈ દાખલ

Phone: 9998685264.

SRP જવાન બન્યો ચેઇન સ્નેચર, નરોડામાં ધોળા દિવસે એક મહિલાના ગળામાંથી ચેઇન તોડી ભાગવાની કોશિશ કરતા SRP જવાનને પોલીસે ઝડપી પાડ્યો

Phone: 9998685264.

Leave a Comment