Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઓલપાડ તાલુકાના કુડસદ રેલવે સ્ટેશનને લોકલ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે! 5 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા ગામ સાથે અન્યાય, નોકરી, રોજગાર, વિદ્યાર્થીઓ અને અરસ પરસ વેપાર કરતા લોકોને પડે છે હાલાકી, દર્શન નાયકે પશ્ચિમ રેલ્વે મેનેજરને પત્ર લખીને ન્યાયની માંગ કરી

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 4999

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કુડસદ રેલવે સ્ટેશન આવેલું છે. આ કુડસદ ગામ અંદાજે ૫૦૦૦ થી વધુ વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં પરપ્રાંતીય શ્રમજીવી, હીરા ફેક્ટરીઓના વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓ, નોકરિયાત લોકોની વસ્તી છે. આ કુડસદ ગામના લોકોને નોકરી, કામ-ધંધા અર્થે અમદાવાદથી સુરતથી વાપી તેમજ આ ગામના ઉચ્ચતર માધ્યમિક-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજુબાજુ નજીકના શહેરોમાં અભ્યાસ અર્થે જવાનું રહે છે. અત્યાર સુધી સુરત, અંકલેશ્વર, ભરૂચ, અમદાવાદ, વાપી સુધીના વિસ્તારોમાં કામ અર્થે જવા માટે કુડસદ રેલવે સ્ટેશનએ લોકલ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા લાંબા સમયથી પશ્ચિમ રેલવે પ્રશાસનને લોકલ ટ્રેનનું સ્ટોપેજ રદ કરાવી દઈ કુડસદ ગામના લોકો સાથે અન્યાય કર્યો છે. લોકલ ટ્રેનનું સ્ટોપેજ રદ કરાતા આ ગામના પરપ્રાંતિય શ્રમજીવી, હીરાના કારખાનામાં કામ કરતાં કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓને નજીકના મુખ્ય શહેરોમાં જવા માટે અન્ય પરિવહન ઉપર આધાર રાખવો પડે છે. જેને કારણે સમયની બરબાદી તો થાય છે, પરંતુ સાથે સાથે ગ્રામજનો પર આર્થિક બોજ પણ વધી જાય છે. જેથી આપ સાહેબ પશ્ચિમ રેલવે મેનેજર મુંબઈ શ્રી પાસેથી અમારી માંગ છે કે, કુડસદ રેલવે સ્ટેશન ઉપરથી પસાર થતી લોકલ ટ્રેનનું સ્ટોપેજ આપી પરિવહન માટે હાલાકી ભોગવતા ગ્રામજનો સાથે ન્યાય કરવામાં આવે.

કુડસદ રેલ્વે સ્ટેશનનો વિડીયો

કુડસદ એ કીમ નજીક આવેલું મહત્વનું સ્ટેશન છે, અહીંથી મોટી સંખ્યામાં મુસાફરો પોતાના ગંતવ્ય સ્થળે જતા હોય છે, પરંતુ એકસપ્રેસ ટ્રેન ની વાત તો દૂર, લોકલ ટ્રેન નું પણ સ્ટોપેજ નહિ મળતા લોકો પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે. આથી આપ સાહેબશ્રી તાકીદે આ બાબતે ઘટતું કરી વિસ્તારના લોકોના હિતમાં નિર્ણય લેશો એવી વિનંતી કરવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ઓલપાડ તાલુકાના કુડસદ રેલવે સ્ટેશનને લોકલ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે! 5 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા ગામ સાથે અન્યાય, નોકરી, રોજગાર, વિદ્યાર્થીઓ અને અરસ પરસ વેપાર કરતા લોકોને પડે છે હાલાકી, દર્શન નાયકે પશ્ચિમ રેલ્વે મેનેજરને પત્ર લખીને ન્યાયની માંગ કરી

Related posts

બાંગ્લાદેશમાં સતા પલ્ટો અમેરિકાનું ષડયંત્ર: ટાપૂ ન આપ્યો એટલે મને હટાવી : શેખ હસીના

Phone: 9998685264.

સુરત / વડાપ્રધાનનો જન્મ દિવસ ઉજવવા ઓલપાડ આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને કરાઈ માંગણીઓ! આવી રહ્યા છો તો અમારી 13 માંગણીઓનું નિરાકરણ લેતા આવજો : દર્શન નાયક

Phone: 9998685264.

સંત આસારામ બાપુના 450 આશ્રમમાં શ્રાધ્ધ તર્પણ વિધીનો કાર્યક્રમ યોજાયો! 8 લાખથી વધારે લોકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું તર્પણ

Phone: 9998685264.

Leave a Comment