
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને ભારે હંગામો મચાવ્યો છે. ટ્રમ્પે બુધવારે ચેતવણી આપી હતી કે અમેરિકા સાથે ચીન યુદ્ધ કરી શકે છે કારણ કે બેઇજિંગ હવે અહીં “નબળી અને ભ્રષ્ટ” સરકાર હોવાને કારણે વોશિંગ્ટનનું સન્માન કરતું નથી. ટ્રમ્પની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ચીનના અધિકારીઓ સ્વિટ્ઝરલેન્ડમાં મળવાના છે.
ટ્રમ્પના શાસન દરમિયાન અમેરિકા અને ચીન વચ્ચે તણાવમાં નોંધપાત્ર વધારો થયો હતો.
ટ્રમ્પે બુધવારે બિડેન પર હુમલો કરતા કહ્યું કે, ચૂંટણીમાં છેડછાડ કરવામાં આવી હતી અને યુ.એસ. પાસે હવે નબળું અને ભ્રષ્ટ નેતૃત્વ છે જેથી આપણે ચીન સાથે યુદ્ધનો સામનો કરવો પડી શકે છે.ચીન હવે અમેરિકાનો આદર કરતું નથી. ચીન તેની સૈન્ય શક્તિ બતાવી રહ્યું છે. ગયા અઠવાડિયે તાઇવાન નજીક લશ્કરી વિમાનોની વિશાળ હિલચાલ અને આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ જમાવીને ટાપુ રાષ્ટ્રની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ સોમવારે તાઇવાનના દક્ષિણ પશ્ચિમ કિનારે 56 વિમાનોને આંતરરાષ્ટ્રીય હવાઇ ક્ષેત્રમાં મોકલ્યા છે. તમને જણાવી દઈએ કે ચીને આ પગલું એવા સમયે લીધું છે જ્યારે આ ક્ષેત્રના દેશો તેનો વિરોધ કરી રહ્યા છે. તેમણે ચીનની તાજેતરની કાર્યવાહીને જોખમી અને અસ્થિર ગણાવી છે, જ્યારે ચીને કહ્યું કે અમેરિકા તાઇવાનને શસ્ત્રો વેચી રહ્યું છે. બેઇજિંગના પ્રાદેશિક દાવાઓને પડકારતા અમેરિકાએ તેના સહયોગીઓ સાથે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં નૌકાદળની ગતિવિધિઓ તેજ કરી છે.





Total Users : 112
Total views : 212
Who's Online : 0