Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / સુરતના અડાજણ-પાલમાં બની એક દર્દનાક ઘટના, સાંભળીને કાળજુ કંપાઈ જશે, પિતાએ ટ્રેક્ટર રિવર્સમાં લીધું ને કચડાઈ ગઈ તેની માસુમ દીકરી,

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 263

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

સુરત(Surat): અડાજણ-પાલ(Adajan-pal)ના એક નવ નિર્મિત કોમ્પ્લેક્ષમાં ટ્રેકટર ચાલક પિતા એ પોતાની જ ત્રણ વર્ષની માસુમ દીકરીને કચડી નાખતા મોતને ભેટી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં પણ કોમ્પ્લેક્ષ કંપાઉન્ડમાં છારું ભરવા ટ્રેકટર(Tractor accident) રીવર્સમાં લેવા જતા દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.
અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પીડિત પિતા સુરેશભાઈ બારીયાએ કહ્યું હતું કે, તેઓ જાલોડના રહેવાસી છે. ત્રણ મહિનાથી અડાજણ પાલના નવ નિર્મિત કોમ્પ્લેક્ષ શ્રીપથમાં લેબર(મજૂરી) કામ કરી પત્ની અને બે માસુમ દીકરીઓ સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. આજે સવારે લગભગ 10 વાગ્યા ના અરસામાં કોમ્પ્લેક્ષના કંપાઉન્ડમાં પડેલું છારું ભરવાનું કામ મળતા ટ્રેકટર મગાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, ટ્રેકટર રિવર્સમાં લેવા જતા એક દીકરી ટ્રેકટર નીચે કચડાય ગયું હોવાની બુમાબુમ થઈ ગઈ હતી. ઉતરીને જોતા કાળનો કોળિયો બનેલી માસુમ મારી જ નાની દીકરી શીતલ (ઉ.વ. 3) હતી. લોહી લુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા મૃત જાહેર કરવામાં આવી છે. કોન્ટ્રાકટર રાજુભાઇ ના માર્ગ દર્શન કામ ચાલતું હોવાનું સુપર વાઇઝરે જણાવ્યું હતું. હાલમાં આ ઘટના અંગે અડાજણ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત / સુરતના અડાજણ-પાલમાં બની એક દર્દનાક ઘટના, સાંભળીને કાળજુ કંપાઈ જશે, પિતાએ ટ્રેક્ટર રિવર્સમાં લીધું ને કચડાઈ ગઈ તેની માસુમ દીકરી,

Related posts

પાડોશીઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવાનને પોલીસ ઉપાડી ગઈ ને થયું મોત! ASI અને પોલીસકર્મી સામે નોંધાયો ગુનો

Phone: 9998685264.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિજનો નિર્ણય, આવતી કાલે ગુજરાત હાઇકોર્ટમાં 2 મિનિટ મોન રાખવામાં આવશે, મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે આવતી કાલે સવારે 11 વાગે 2 મિનિટનું મોન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

Phone: 9998685264.

ન્યુઝ પોર્ટલની રીપોર્ટર નકલી PSI બની સ્પામાં કરતી હતી તોડ, ઉમરા, અને ખટોદરામાં ચાલતા સ્પામાં પોતાના સાગરીતો સાથે મળી ધાકધમકી આપી તોડપાણી કરતી ટોળકીને એસઓજી પોલીસે ઝડપી પાડી

Phone: 9998685264.

Leave a Comment