Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ /હું સાયબર ક્રાઈમમાં જવાબ લખાવવા નહી આવું તમારે જે કરવું હોય કરો,ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો

Our Visitor

000115
Total Users : 115
Total views : 218
Who's Online : 0
Views 313

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદ: ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલની પુછપરછ માટે સાયબર ક્રાઈમ બ્રાંચમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ તે આવતા ન હતા.
ટ્રાફિક પીઆઈએ મહિલા પીએસઆઈ સહિતના સ્ટાફે મહિલા હેડ કોન્સ્ટેબલને ત્યાં જવા કહ્યુ હતું. જો કે આ મહિલા હેડ કોન્સ્ટેબલે હું સાયબર સેલમાં નઇ જાવું, જે કરવું હોય તેમ કરો કહીને તમામ અધિકારીઓને ધક્કે ચઠાવ્યા હતા. આખરે પીઆઈએ મહિલા હેડ કોન્સ્ટેબલ સામે સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરવાની ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

શહેરના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ વી.એ.દેસાઇ પર ગઇકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર યશરાજ ગુર્જરનો ફોન આવ્યો હતો કે, તમારા ટ્રાફિક પોલીસ મથકમાં ફજર બજાવા મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞાબહેન પ્રવિણભાઇને સાયબર સેલ ખાતે પુછપરછ કરવાની હોવાથી મોકલી આપશો. સૂચના આધારે પીઆઇ વી.એ.દેસાઇએ વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.પટેલને આ અંગે જાણ કરી હતી.

ત્યારબાદ પીઆઇ દેસાઇ, એમ.કે.પટેલ, યશરાજ ગુર્જર સહિતના પોલીસ કર્મીઓ ઓઢવ પાંજરાપોળ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતા મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞાબહેન ઓનેસ્ટ હોટલમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો ઓનેસ્ટ હોટલ ઉપર પહોંચ્યા હતો. જ્યાં પ્રજ્ઞાબહેનને સાયબર સેલમાં આવવા માટે અને તપાસમાં સહયોગ આપવા સમજ આપી હતી. સામે પક્ષે પ્રજ્ઞાબહેને હું શા માટે જાઉં તેમ કહી હોટલની બહાર નિકળી ગયા હતા. જેથી તેમની પાછળ પોલીસ અધિકારીઓ પણ બહાર નિકળ્યા હતા. બીજા અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને પ્રજ્ઞાબહેનને સમજાવ્યા હતા પરંતુ તેઓ કોઇની વાત માનવા તૈયાર ન હતા અને તેઓ પાછા હોટલની અંદર જતા રહ્યાં હતા અને થોડીવાર બાદ હોટલની બહાર આવ્યા હતા.ત્યારે મહિલા પીએસઆઇએ પ્રજ્ઞાબહેનનો હાથ પકડી ગાડીમાં બેસી જવા માટે કહ્યું હતું ત્યારે તેમણે પોતાનો હાથ છોડાવી ધમકી આપતા જણાવ્યું હતું કે, તમે મને લઇ જવા પ્રયત્ન કરશો તો હું તમામ મીડિયાને આ જગ્યાએ બોલાવીશ પણ સાથે નહીં આવું. જેથી સાયબર સેલના મહિલા પીએસઆઇ સહિતના અધિકારીઓએ પ્રજ્ઞાબહેનને સમજાવ્યા હતા. જો કે, તેમણે જણાવ્યું હતું કે, હું સાઇબર સેલની ઓફિસે આવવાની નથી તમારે જે કરવું હોય તે કરો. આટલું કહ્યાં બાદ તેમણે ત્યાંથી ભાગવા પ્રયત્ન કર્યો હતો. જેથી આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ.દેસાઇએ ઓઢવ પોલીસ મથકમાં મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞાબહેન સામે સરકારી કામગીરીમાં અડચણનો ગુનો નોંધાવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ /હું સાયબર ક્રાઈમમાં જવાબ લખાવવા નહી આવું તમારે જે કરવું હોય કરો,ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો

Related posts

સુરત /સાયણ થી અમરોલી ચાર રસ્તાથી જહાંગીરપુરા સુધી થતી ટ્રાફિક સમસ્યાથી નાગરિકો પરેશાન! સુરત પોલીસ કમિશ્નર અને કલેકટરને કરાઈ રજુઆત, સમસ્યાનો નિવારણ અને રેલ્વે બ્રિજ બનાવવામાં નહી આવે તો થશે ચક્કાજામ : દર્શન નાયક નેતા કોંગ્રેસ

Phone: 9998685264.

રાજકોટ / વિંછીયા પોલીસે ભડલી ગામની સીમમાં દરોડો પાડ્યો, કપાસના વાવેતર વચ્‍ચે ગાંજાનું જંગી વાવેતર પકડી પાડી ર૬.ર૮ લાખના ગાંજાના છોડ કબ્‍જે કરી કોળી શખ્‍સની ધરપકડ કરી

Phone: 9998685264.

વાંદરા જેવું મોઢું કરી વાંદરા સાથે સેલ્ફી લેવાનું યુવતીને ભારે પડી ગયું, વાંદરાએ બરોબરનો સ્વાદ ચખાડ્યો live વિડીયો

Phone: 9998685264.

Leave a Comment