Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / મનોજ ફાઉન્ડેશન ડે નિમિતે કુબેરનગર પ્રાથમિક ઇંગ્લિશ સરકારી શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું! 500 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની કલા કોશલ્યનું સુંદર પ્રદર્શન કર્યુ, ફાઉન્ડેશન દ્વારા બાળકોને પુરષ્કાર આપી સન્માનિત કરાયા

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 3618

અમદાવાદ ખાતે આજરોજ મનોજ ફાઉન્ડેશન ડે નિમિતે તેમના સાનિધ્યમાં કુબેરનગર પ્રાથમિક સરકારી ઇંગ્લિશ શાળામાં એક ચિત્ર સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેમને યોગ્ય દિશા આપવાના હેતુથી 4 થી 8 માં ધોરણમાં ભણતા બાળકો માટે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ ચિત્ર સ્પર્ધામાં કુબેરનગર પ્રાથમિક ઇંગ્લિશ સરકારી શાળામાં ભણતા 500 થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જુઓ બાળકોની કલાકૃતિ

તમને જણાવી દઈએ કે, ગુજરાત હાઇકોર્ટના નામાંકિત સરકારી વકીલ શ્રી રતનલાલ, સી. કોડેકરના માર્ગદર્શન હેઠળ ચાલતું અમદાવાદનું મનોજ ફાઉન્ડેશન છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે. અને આ ફાઉન્ડેશનનું સંચાલન અને કાર્યભાર સરકારી વકીલ આર. સી. કોડેકરના મોટા પુત્ર એડવોકેટ નચિકેત કોડેકર સંભાળે છે. તેઓ આ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી છે. મનોજ ફાઉન્ડેશન દ્વારા પ્રજાલક્ષી તેમજ ખુબજ ઉપયોગી કાર્યકર્મો યોજવવામાં આવતા હોય છે.જેમાં ખાસ કરીને પર્યાવરણ વિશે સમજૂતી, આયુર્વેદિક છોડ વિતરણ, શેક્ષણિક ક્ષેત્રે જાગૃતિ, ગરીબ અને લાચાર બાળકો માટે સ્કૂલમાં ભણવાની વ્યવસ્થા, કોરોના મહામારી સમયે સૅનેટાઇજેશન, માસ્ક વિતરણ, બાંધકામ સાઈટો ઉપર કામ કરતા ગરીબ મજૂરો માટે ભોજનની વ્યવસ્થા, તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ કે જેમને બ્લડની જરૂર પડતી હોય તેવા દર્દીઓ માટે અવારનવાર બ્લડ કેમ્પના કાર્યક્રમો કરી આ સંસ્થા દ્વારા માનવ સેવા પુરી પાડવામા આવે છે.

ત્યારે આજરોજ મનોજ ફાઉન્ડેશન ડે નિમિતે અમદાવાદના પૂર્વ વિસ્તાર ખાતેની કુબેરનગર પ્રાથમિક ઇંગ્લિશ સરકારી શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા અને તેમની અંદર છુપાયેલી કલાકૃતિ અને કોશલ્યને બહાર લાવવા એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા અંતર્ગત બાળકોએ ખુબજ કલાત્મક ચિત્રો બનાવી કાર્યક્રમમાં હાજર સ્કૂલના ટ્રસ્ટીઓ, શિક્ષકો, તેમજ મનોજ ફાઉન્ડેશનના સેવા ભાવિ વોલીયેન્ટરોને પોતાની કલાકૃતિ દ્વારા આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. બીજીતરફ મનોજ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં દરેક ક્લાસમાંથી ત્રણ ત્રણ બાળકોને વિજેતા જાહેર કર્યા હતા.

જુઓ વિડીયો

આજના આ કાર્યક્રમ અંતર્ગત કુબેરનગર પ્રાથમિક ઇંગ્લિશ સરકારી શાળાના સંચાલકો, ટ્રસ્ટીઓ, શિક્ષકો, મહિલા શિક્ષકો, તેમજ મનોજ ફાઉન્ડેશનના ટ્રસ્ટી, રાજેશ કોડેકર, મેનેજીંગ ટ્રસ્ટી અને એડવોકેટ નચિકેત કોડેકર, મુખ્ય સલાહકાર એડવોકેટ એન્ડ નોટરી રસિકભાઈ. સી. કોડેકર, ખજાનચી ચંદ્રકાન્ત. એસ. ગારંગે, કૃણાલ. એમ. કોડેકર, કુબેરનગરના ભાજપના પૂર્વ કાઉન્સિલર રોશન ગોલાણી, તેમજ અન્ય તમામ સેવાભાવી સભ્યોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવી ધન્યતા અનુભવી હતી.

નાના બાળકોનું કોશલ્ય જુઓ વિડીયો
Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ / મનોજ ફાઉન્ડેશન ડે નિમિતે કુબેરનગર પ્રાથમિક ઇંગ્લિશ સરકારી શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું! 500 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની કલા કોશલ્યનું સુંદર પ્રદર્શન કર્યુ, ફાઉન્ડેશન દ્વારા બાળકોને પુરષ્કાર આપી સન્માનિત કરાયા

Related posts

મોરબી પાલિકાની ગત ચૂંટણીનાં મનદુખમાં પૂર્વ ઉપપ્રમુખ ફારૂક મોટલાણી અને તેના દીકરા ઇમ્તિયાઝની નિર્મમ હત્યા: પાંચ સામે ફરિયાદ,

Phone: 9998685264.

ખંબાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પતિ સાથેના ઘરકંકાસના લીધે બની ઘટના, પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

અમદાવાદમા વડાપ્રધાન મોદીએ રાણીપમા કર્યું મતદાન, અમિતશાહે નારણપુરા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે કર્યું મતદાન

Phone: 9998685264.

Leave a Comment