Times of Amdavad Live
BREAKING NEWS
News

અમદાવાદમા મેટ્રોકોર્ટમાં મહિલા PSI વર્ષા જાદવ પર થયેલા હુમલાનો મામલો! જો મહિલા PSI ની અરજી સંદર્ભમાં કસૂરવારો સામે કાર્યવાહી કરવામાં ના આવેતો પોલીસ કમિશ્નરની કચેરી અને કારંજ પોલીસ સ્ટેશનમાં કરશે દેખાવ! PSI અને તેમના પરિવારની ચીમકી

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 4101

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, અમદાવાદમાં એક મહિલા PSI પર કોર્ટ પરિસરમાં જ હુમલો થયો. આ ઘટનામાં મહિલા PSIને ઈજા થઈ હોવાના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઇ પોલીસ દ્વારા 150 કરતાં વધારે લોકોના ટોળા સામે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા મહિલા PSI વર્ષા જાદવે પોલીસ તેમની ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કર્યો છે. વર્ષા જાદવનો આક્ષેપ છે કે, તેઓ પોલીસમાં હોવા છતાં તેમણે પોલીસ ડિપાર્ટમેન્ટના જ ઓછી અધિકારીઓ ફરિયાદ ન કરવા માટે ધમકાવી રહ્યા છે. કોર્ટમાં અધિકારીની સામે જ તેમના સાથે કેટલાક લોકોએ અભદ્ર વર્તન કરી હુમલો કર્યો હોવાની જાણ અધિકારીઓને હોવા છતાં પણ તેમને ફરિયાદના બદલે માત્ર અરજી લેવાની કાર્યવાહી કરી છે.

PSI વર્ષા જાદવનો આક્ષેપ છે કે, તેમને મહિલાઓની સુરક્ષા માટે પોતાનું યોગદાન આપવા પોલીસ વિભાગમાં જોડાવાનું નક્કી કર્યું હતું પરંતુ કોર્ટ પરિસરમાં જ તેમનો ચોટલો ખેંચીને કેટલાક પુરુષોએ તેમની નીચે પાડી ઘસડીને માર માર્યો અને તેઓ બેભાન થઈ ગયા હતા. છતાં પણ જવાબદારો સામે કોઈ પણ કાર્યવાહી થઇ નથી તેથી તેનું તેમને દુઃખ છે.

આ ઘટનાના પગલે મહિલા PSI વર્ષા જાદવ અને તેમના પરિવારના સભ્યોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આ મામલે તેમને અરજી આપી છે તે બાબતે કોઇ કાર્યવાહી નહીં થાય તો તેઓ તેમના પરિવારના સભ્યો સાથે કમિશનર કચેરી અથવા તો કારંજ પોલીસ સ્ટેશન પર જઈને ધરણા કરશે. મહિલા PSI વર્ષા જાદવ પર 150 કરતા વધુ લોકોના ટોળાએ હુમલો કરી તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની અરજી તેમને પોલીસ સ્ટેશનમાં આપી છે. જોકે તેમની જ ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવતી ન હોવાનો આક્ષેપ મહિલા PSI દ્વારા લગાવવામાં આવતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમા જોવાનું એ રહ્યું કે મહિલા PSI વર્ષા જાદવને પોલીસ પાસેથી ન્યાય મળે છે કે નહીં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદમા મેટ્રોકોર્ટમાં મહિલા PSI વર્ષા જાદવ પર થયેલા હુમલાનો મામલો! જો મહિલા PSI ની અરજી સંદર્ભમાં કસૂરવારો સામે કાર્યવાહી કરવામાં ના આવેતો પોલીસ કમિશ્નરની કચેરી અને કારંજ પોલીસ સ્ટેશનમાં કરશે દેખાવ! PSI અને તેમના પરિવારની ચીમકી

Related posts

અમદાવાદમા લૂંટારુઓ બેફામ, આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લુંટ્યા 10 લાખ રૂપિયા! લૂંટના દ્રશ્યો થયા સીસીટીવીમા કેદ

Phone: 9998685264.

દિવાળીના તહેવારમાં નાગરિકોની સુરક્ષા માટે અમદાવાદ ઝોન 6 પોલીસ સતર્ક!વાહન ચેકીંગ, ભીડભાડ વાળી જગ્યાએ અને ફુટ પેટ્રોલિંગ કરી નાગરીકોને લૂંટારી ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડીથી અવગત કર્યા

Phone: 9998685264.

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મીઓ ઉપર લુખ્ખા તત્વોએ દંડા ફ્ટકાર્યા, હોમગાર્ડ જવાનનું હાથ ફ્રેક્ચર, પોલીસ ઉપર થઈ રહેલા હુમલાના લીધે લોકોમાં ફફડાટ

Phone: 9998685264.

Leave a Comment