Times of Amdavad Live
BREAKING NEWS
News

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મીઓ ઉપર લુખ્ખા તત્વોએ દંડા ફ્ટકાર્યા, હોમગાર્ડ જવાનનું હાથ ફ્રેક્ચર, પોલીસ ઉપર થઈ રહેલા હુમલાના લીધે લોકોમાં ફફડાટ

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 2848

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

પોલીસ અને હોમગાર્ડના જવાન મળીને તેમને સોંપેલા પોઇન્ટ પર ફરજ બજાવી રહ્યા હતા
રાત્રે પોણા ત્રણ વાગ્યે પોઇન્ટ નજીક માણસો વચ્ચે બોલાચાલીનો અવાજ આવજા જવાનો સ્થળ પર પહોંચ્યા
સ્થળ પર ત્રણ જેટલા લોકો હતા,તમામના નામ સહિતની વિગતો મેળવી ઘરે જવા કહ્યું હતું
ત્યાંથી નિકળી ગયા બાદ ત્રણેય શખ્સો પરત આવ્યા અને પોલીસ તથા હોમગાર્ડના જવાન સાથે ઝપાઝપી અને મારામારી કરી

વડોદરામાં મોડી રાત્રે ડ્યુટી સોંપેલા પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મી અને હોમગાર્ડના જવાનોને ત્રણ માથાભારે શખ્સોએ માર માર્યાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. શહેરમાં આવારા તત્વો હવે એ હદે બેખૌફ બન્યા છે કે પોલીસ જવાનોને પણ માર મારતા ડરતા નથી. આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય અને આરોપીઓ સામે દાખલો બેસાડે તેવી કાર્યવાહી કરવા માટેની માંગ લોકો ઉઠાવી રહ્યા છે.

સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ દીનુંભાઇ મલાભાઇએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. ગત રાત્રીએ શ્રદ્ધા હોટલ પાસે લીલુડી ધરતી આગળ દીનુભાઇ અને હોમગાર્ડ જવાન નેવાલકર દિપક વિઠ્ઠલરાવ પોઇન્ટ પર ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન રાત્રે પોણા ત્રણ વાગ્યે તેઓના પોઇન્ટ પાસે જોર જોરથી બુમો પાડીને બોલાચાલી થતી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી બંને જવાનો ટુ વ્હીલર પર ત્યાં પહોંચ્યા અને શખ્સોનું નામ પુછ્યું હતું. ત્યાં હાજર શખ્સોએ પોતાની ઓળખ કીરણ નથ્થુરાવ મોરે (રહે-વાડી, હનુમાનજીની પોળ), કરણ મહેન્દ્ર કદમ (રહે-મશકેની ચાલ, ડભોઇ રોડ) અને અનિલ ઉર્ફે ઉક્કી રમેશભાઇ માળી (રહે- ગાજરાવાડી, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. તમામને ત્યાં પહોંચેલા જવાનોએ ઘરે જવા જણાવ્યું હતું. અને ત્યાર બાદ ત્રણેય એક જ વાહન પર જતા રહ્યા હતા.

ત્યાર બાદ થોડીક વાર પછી 3 – 25 કલાકે ત્રણેય પોલીસના પોઇન્ટ પાસે આવ્યા હતા. અને જવાનને કહ્યું કે, અમને જવાનું કેમ કહ્યુયં હતું. ત્યાર બાદ મારામારી શરૂ કરી દીધી હતી. દરમિયાન અનિલ ઉર્ફે ઉક્કીએ હોમગાર્ડને પકડી પાડી અને મહેન્દ્ર કદમે જવાનના જમણા હાથ પર દંડા વડે માર માર્યો હતો. ત્યાર બાદ ઉક્કીએ જવાનોને ધમકી આપતા કહ્યું કે, અમે બંનેને જાનથી મારી નાંખીશું. પછી ત્રણેય પોતાના વાહન પર જતા રહ્યા હતા. બીજી બાજુ જવાનોએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. અને ઇજાગ્રસ્ત હોમગાર્ડ જવાનને એસએસજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને હાથમાં ફ્રેક્ચર થયાનું નિદાન થયું છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણેય માથાભારે શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તમામને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મીઓ ઉપર લુખ્ખા તત્વોએ દંડા ફ્ટકાર્યા, હોમગાર્ડ જવાનનું હાથ ફ્રેક્ચર, પોલીસ ઉપર થઈ રહેલા હુમલાના લીધે લોકોમાં ફફડાટ

Related posts

જુઓ આ લુખ્ખાની લુખ્ખાગીરી, વિકલાંગ યુવકની ટી સ્ટોલ ઉપર કરી ધમાલ, યુવકનું માથું ફોડી પોલીસ સાથે કરી દાદાગીરી, જુઓ વિડીયો

Phone: 9998685264.

અમદાવાદમાં ઓલ ઇન્ડિયા મહિલા પત્રકાર સંગઠનનો કાર્યક્રમ યોજાયો

Phone: 9998685264.

દિવાળીના તહેવારમાં નાગરિકોની સુરક્ષા માટે અમદાવાદ ઝોન 6 પોલીસ સતર્ક!વાહન ચેકીંગ, ભીડભાડ વાળી જગ્યાએ અને ફુટ પેટ્રોલિંગ કરી નાગરીકોને લૂંટારી ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડીથી અવગત કર્યા

Phone: 9998685264.

Leave a Comment