Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

“હવે તો હદ થઈ ગઈ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના બેગમાંથી દારૂની બોટલો અને સિગારેટ મળી આવી, સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં શરમજનક ઘટના ઘટતા વાલીઓમાં રોષ

Our Visitor

000111
Total Users : 111
Total views : 211
Who's Online : 1
Views 5060

વડોદરા શહેરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં ધોરણ 7 માં ભણતા માસુમ બાળકોના સ્કૂલ બેગમાંથી દારૂની બોટલ અને સિગારેટ મળી આવ્યા હતા. આ ઘટના વિશે વધુ મળતી માહિતી અનુસાર વડોદરાના સમા-સાવલી રોડ પર આવેલી ખ્યાતનામ અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ અને સિગારેટ મળી આવ્યા છે. ધોરણ 7 માં ભણતા 4 વિદ્યાર્થીઓના બેગમાંથી દારૂ અને સિગારેટ મળી આવતા શિક્ષણ જગત અને વાલીઓમાં રોષની લાગણી સાથે ચિંતા પ્રસરી ઉઠવા પામી હતી. ત્યારે સવાલ એ થાય છે કે, આવા નાના નિર્દોષ બાળકોના ભવિષ્ય સાથે કોણ ચેડા કરી રહ્યું છે. તેની તપાસ કરવાની માંગ પણ ઉઠી છે.

વિદ્યાર્થીઓની બેગમાંથી દારૂની બોટલ અને સિગારેટ મળી આવતા અન્ય વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓએ આ વિદ્યાર્થી સામે કડક પગલા લેવા માટે રજૂઆત કરી હતી. વાલીઓની રજૂઆત બાદ શાળાના સંચાલક દ્વારા ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એક વાલીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં શાળા સુધી નશાનું કલ્ચર ધૂસી ગયું છે, જે વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે, વિદ્યાર્થીઓ દારૂ અને સિગારેટ ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ થવી જોઈએ અને ભુલ કરનારા બાળકોનું કાઉન્સિલિંગ થવું જોઈએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
50 %
Surprise
Surprise
50 %

“હવે તો હદ થઈ ગઈ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના બેગમાંથી દારૂની બોટલો અને સિગારેટ મળી આવી, સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં શરમજનક ઘટના ઘટતા વાલીઓમાં રોષ

Related posts

મહીસાગરના લુણાવાડામાં એસટી કર્મચારીને પ્રામાણિકતા થી ફરજ નિભાવવાનું ભારે પડ્યું, વગર ટિકિટ મુસાફરી કરતા મુસાફરને બસમાંથી નીચે ઉતારતા પોલીસકર્મીએ કંડક્ટરને ઢોર માર માર્યો

Phone: 9998685264.

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ શ્રમિકોને 5 રૂપિયામાં અપાશે ભોજન, કોરોનાકાળમાં બંધ કરાયેલ અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરાશે

Phone: 9998685264.

વડોદરા જિલ્લા પોલીસથી થઈ મોટી ચૂક! પાસા અને તડીપાર નો આરોપી લીકર કિંગ હરી સિંધી પોલીસ કસ્ટડીમાંથી ફરાર

Phone: 9998685264.

Leave a Comment