Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના મહુવામાં દારૂના ગુનામાં પકડાયેલ ગાડીને છોડવા પોલીસ કોન્સ્ટેબલે 1 લાખ માંગ્યા! 50 હજારની લાંચ લેતા ACB ના હાથે રંગેહાથ ઝડપાયો

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 1856

સુરત જિલ્લાના મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલને 50 હજાર રૂપિયાની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રંગે હાથ પકડી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. મહુવા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો બુધાલાલ હેમુભાઈ માધરએ દારૂના ગુનામાં પકડાયેલા એક આરોપીની અટક કરી તેની કાર પણ જમા લીધી હતી.આ કાર છોડવા માટે બુધાલાલે એક લાખ રૂપિયાની માગ કરી હતી.

ભારે રકઝક બાદ અંતે 50 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું…પરંતુ ફરિયાદ લાંચની રકમ આપવા માગતો ન હોય તેણે આ અંગે ACBનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. સુરત જિલ્લાના મહુવા પોલીસ મથકમાં પોલીસ કર્મી ACBના છટકાંમા ઝડપાયો હતો.

ઘટના એવી હતી કે મહુવા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બુધાલાલ હેમુભાઇ માધર ACBના છટકામાં ઝડપાયો હતો. પોલીસ કોન્સ્ટેબલ બુધાલાલ માધરએ ફરિયાદીના પતિને પ્રોબિશનના ગુનાના કામે અટક કરીને તેમની પાસે રહેલ ગાડી જમા લીધેલી હતી. ગાડી છોડવવા માટે 1 લાખની લાંચ માંગી હતી. અંતે પચાસ હજારમાં પતાવટ કરવામાં આવી હતી.જોકે ફરિયાદીએ પચાસ હજારની લાંચ નહીં આપવાનું મુનાસીબ સમજીને તાપી લાંચ રુશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો. જેથી તાપી ACBએ સુરત ગ્રામ્ય ACB ટિમને સાથે રાખીને છટકાનું આયોજન કર્યું હતું. અને નક્કી થયા મુજબ મહુવા એસટી બસ સ્ટેન્ડ નજીક પચાસ હજારની લાંચ લેતા ACBના હાથે રંગે હાથ ઝડપી લીધો હતો. અને પોલીસ કોન્સ્ટેબલ બુધાલાલ માધારની પોલીસે અટકાયત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત ગ્રામ્યમાં ઘણા લાંબા સમય બાદ પોલીસ કર્મી લાંચના છટકામાં ભેરવાતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરતના મહુવામાં દારૂના ગુનામાં પકડાયેલ ગાડીને છોડવા પોલીસ કોન્સ્ટેબલે 1 લાખ માંગ્યા! 50 હજારની લાંચ લેતા ACB ના હાથે રંગેહાથ ઝડપાયો

Related posts

ગાંધીનગર /કમલમ ખાતે દેખાવ કરવા ગયેલી આમ આદમી પાર્ટી ઉપર લાઠી ચાર્જ, નેતાઓ ઈજાગ્રસ્ત તો કેટલાક કાર્યકર્તાઓના માથા ફૂટ્યા, ગૃહમંત્રી એ શુ કહ્યું વાંચો

Phone: 9998685264.

સુરત / કતારગામના વેપારીની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા! સ્યુસાઈડ નોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું, મારાં પરિવારને ન્યાય અપાવજો! ગુનેગારોને ભારે સજા અપાવજો, મિત્રો દુઃખની ઘડીમાં મારાં પરીવાર સાથે રહેજો

Phone: 9998685264.

જમીન ફાળવણીને લઈને રાજ્ય સરકારની બેવડી નીતિ ઉપર વિધાનસભામાં ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આકરા પ્રહાર કર્યા

Phone: 9998685264.

Leave a Comment