Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મહીસાગર /સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બુટલેગરના ઘરમાંથી અધધધ 53 લાખની રોકડ મળી, મહિલા સહીત બે લોકોની ધરપકડ

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 2945

ગુજરાતના ઈતિહાસમાં કોઈ પણ પોલીસે એક સાથે ક્યારેય ન પકડી હોય તેટલી રોકડ રકમ સ્ટેટ મોનિટરિંગ સેલે એક બૂટલેગરના ઘરમાં દરોડો પાડીને પકડી પાડતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે મહિસાગર જિલ્લાના લુણાવાડાના વીરણીયા ગામમાં એક બૂટલેગરે દારૂનો મોટો જથ્થો ઉતાર્યો છે. બાતમી મળતાં જ પોલીસે દરોડો પાડીને દારૂની 1277 બોટલ તો કબજે લઈ જ લીધી હતી પરંતુ બૂટલેગરના ઘરની તલાશી લેતાં જ મળી આવેલી રોકડથી સ્ટાફ પણ રીતસરનો ચોંકી ઉઠ્યો હતો. જ્યાં આ દરોડો પડ્યો ત્યાંથી પોલીસને 53.51 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી જે કબજે લઈ આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી હતી.

આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એસએમસીના સ્ટાફને લુણાવાડામાં વીરણીયા ગામમાં હળદરવા ફળિયામાં બૂટલેગર કપિલાબેન વિક્રમસિંહ ચૌહાણ અને ખુમાનસિંહ નરવતસિંહ ચૌહાણના ઘરમાં દારૂનો મોટો જથ્થો ઉતર્યો છે. બાતમી મળતાં જ એસએમસીના પીએસઆઈ એન.એચ.કુંભાર સહિતના સ્ટાફે તાત્કાલિક દરોડો પાડી વિદેશી દારૂની 1,67,193 લાખની કિંમતની 1277 બોટલ કબજે કરી હતી. આ પછી જ્યાં આ દારૂ પડ્યો હતો તે ઘરની તલાશી લેતાં ત્યાંથી 53,51,410 રૂપિયા રોકડા મળી આવતાં સ્ટાફ પણ હક્કોબક્કો રહી ગયો હતો.તેમણે જણાવ્યું કે આ રોકડ રકમ દારૂના વેચાણ થકી જ બૂટલેગરો કમાયા છે અને તે 15 દિવસ કે એકાદ મહિનામાં કમાયા હોય તેવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. દરોડા વખતે મહિલા બૂટલેગરનો પતિ વિક્રમસિંહ ભરતસિંહ ચૌહાણ હાથ આવ્યો ન હોય તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસને જ્યારે દારૂની બાતમી મળી ત્યારે તેમને એ જાણ નહોતી કે ઘરમાં આટલી રોકડ પડી છે પરંતુ ઘરનું ચેકિંગ કર્યા બાદ જ આટલો મોટો દલ્લો મળી આવ્યો છે. જો પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું ન હોત તો કદાચ રોકડ પકડાઈ ન હોત. બીજી બાજુ રોકડ મળ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તાત્કાલિક નોટ ગણવાના મશીન મંગાવવામાં આવ્યા હતા અને તેમાં કલાકો સુધી ગણતરી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની એક પણ પોલીસે દારૂનો દરોડો પાડીને આટલી મોટી સંખ્યામાં રોકડ પકડી નથી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે આટલી મોટી રોકડ પકડીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. આશ્ર્ચર્યની વાત એ પણ છે કે જે બૂટલેગર બેલડી પકડાઈ છે તે લિસ્ટેડ મતલબ કે કુખ્યાત પણ નથી આમ છતાં આટલો મોટાપાયે દારૂનું વેચાણ કરતી હોવા છતાં સ્થાનિક લુણાવાડા પોલીસના ધ્યાને કેમ આવી ન હોય તેવો સવાલ પણ ઉઠ્યા વગર રહેતો નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

મહીસાગર /સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બુટલેગરના ઘરમાંથી અધધધ 53 લાખની રોકડ મળી, મહિલા સહીત બે લોકોની ધરપકડ

Related posts

અમદાવાદના વટવામા ધીંગાણુ, તલવાર, લોખંડના પાઈપ થી ત્રણ લોકો ઉપર જીવલેણ હુમલો, ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા, વટવા પોલીસે કરી બે લોકોની અટકાયત ઇસનપુરના પોલીસકર્મીની સંડોવણી

Phone: 9998685264.

સુરતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિએ ઘેર ઘેર જઈને જનસંપર્ક કરી પ્રચાર કર્યો! ઉમરાગામના આદિવાસી સમાજનો નિર્ણય, કોંગ્રેસના પડખે ઉભા રહી ઉમેદવારને જીતાડશે

Phone: 9998685264.

ગાંધીનગર / માણસા ના પીઆઈ એ હોટેલમાં જમવા બેસેલી મહિલાઓને બે હાથ જોડી આશીર્વાદ લીધા,લોકો સ્તબ્ધ થયા,

Phone: 9998685264.

Leave a Comment