Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના કડોદરામાં સમાજસેવાનું બીજું નામ એટલે જીગ્નેશ મોદી! લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ આપી શકે છે મોટી જવાબદારી

Our Visitor

000111
Total Users : 111
Total views : 211
Who's Online : 1
Views 7298

કડોદરામાં 108 તરીકે જાણીતા છે જીગ્નેશ મોદી

જીગ્નેશ મોદીનુ સમાજ સેવામાં કામ જ બોલે છે

કોઈપણ સમસ્યાના સમાધાનનું એક જ નામ જીગ્નેશ મોદી

બાળકોથી માંડીને વૃદ્ધોની જીભે માત્ર જીગ્નેશ મોદીનું નામ

અડધી રાત્રે પણ ફોન કરો એટલે હાજર જીગ્નેશ મોદી

કહેવાય છે કે સારા સંસ્કાર કોઈ મોલમાંથી નહી,પરંતુ પરીવારના માહોલમાંથી મળે છે. અત્યારના સમયમાં કોઈપણ માણસને પોતાના પરિવાર માટે પણ સમય નથી હોતો તેવા સમયે લોકોની સમસ્યાઓ માટે અડધી રાત્રે પણ હાજર રહેવું એવા વ્યક્તિને પ્રજાના સાચા સેવક કહેવા કોઈ મીનમેખ નથી.. હા તમે બિલકુલ સાચું જ વાંચી રહ્યા છો આપણે અહીં વાત કડોદરાના 108 તરીકે જાણીતા અને સમાજસેવાનું ભેખ ધારણ કરનાર જીગ્નેશ મોદીની કરી રહ્યા છીએ. કડોદરામાં કોઈપણ સમસ્યા હોય તો તેનું એક જ સમાધાન છે જીગ્નેશ મોદી.. સમાજ સેવા જેમને ગળથૂથીમાં મળેલી છે તેવા જીગ્નેશભાઈએ કડોદરાના લોકોમાં એક આગવું સ્થાન ઊભું કર્યું છે.

સુરતના કડોદરામાં છેલ્લા અનેક વર્ષોથી સમાજ સેવા કરતા અને પ્રજાના પ્રાણ પ્રશ્નોનો સત્વરે નિકાલ માટે સતત પ્રયત્નશીલ રહેતા જીગ્નેશ મોદી કડોદરામાં સૌના લાડકવાયા બની ગયા છે. કડોદરામાં સ્થાનિક લોકોને પાણીના પ્રશ્ન હોય ગટરના પ્રશ્ન હોય કે અન્ય કોઈપણ પ્રશ્ન હોય તો જીગ્નેશ મોદી હર હંમેશ હાજર રહેતા હોય છે. ભાટીયા ટોલ મુક્તિ આંદોલન ના હીરો ગણાતા જીગ્નેશભાઈએ ટોલ મુક્તિ ની માંગ સાથે અનેક આંદોલનો કરેલા છે તે પણ કેમ ભુલાય.. આ ઉપરાંત ડોક્ટર તુષાર ચૌધરી આનંદ ચૌધરી અને દર્શન નાયક સહિતના નેતાઓ સાથે પણ પ્રજાની દરેક સમસ્યા માટે જીગ્નેશ મોદી ખડે પગે રહ્યા છે.

જીજ્ઞેશ મોદીના સ્વ:માતૃશ્રી ના જન્મદિવસ નિમિતે ગૌશાળા અને સ્કૂલમાં ભણતા બાળકોને મોટુ દાન કરી આપી શ્રદ્ધાંજલિ….

જીગ્નેશ ભાઈ છેલ્લા 15 વર્ષથી સુરત જિલ્લા કોંગ્રેસમાં સક્રિય કામગીરી કરી રહ્યા છે જાહેર જીવનમાં જીગ્નેશભાઈએ પ્રજાના પ્રશ્નો માટે અનેક વાર આંદોલનો કર્યા છે અને પોલીસની ધરપકડ પણ વોહરી છે.. ગરીબ બાળકો માટે અભ્યાસના પાઠ્યપુસ્તકો આપવાના હોય કે આર્થિક રીતે મદદ કરવાની હોય જીગ્નેશભાઈ હર હંમેશ ઊભા રહેતા હોય છે. ગરીબોને મદદ કરવાની વાત આવે ત્યારે જીગ્નેશભાઈ માત્ર બે હાથ નહીં પરંતુ માથું નમાવીને પણ મદદ માટે તત્પર રહેતા હોય છે. જીગ્નેશ ભાઈએ તેમના માતૃશ્રીના જન્મદિવસે પણ ગૌશાળામાં ખૂબ જ મોટું દાન કર્યું હતું.
કડોદરાના ખોડીયાર મંદિરના દરવાજાનું કાર્ય પણ જીગ્નેશભાઈએ પૂર્ણ કરાવ્યું હતું. વેપારી મહામંડળમાં પણ જીગ્નેશભાઈ ખૂબ જ લોકલાડીલા છે. કડોદરા ચાર રસ્તા થી સુરત રેલવે સ્ટેશન સુધીની સીધી સીટી બસ સેવા શરૂ કરવા માટે પણ જીગ્નેશભાઈનો સિંહ ફાળો રહ્યો છે.

શ્રી અમદાવાદી ચાંપાનેરી ઘાંચી જ્ઞાતિ માટે તન મન ધન થી સેવા કરે છે જીગ્નેશ મોદી,શુ કહી રહ્યા છે સમાજના પ્રમુખ….. જુઓ વિડીયો

15 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર અને હાલ સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી એવા જીગ્નેશભાઈ નું રાજકીય કદ પણ ખૂબ જ મોટું છે. ગુજરાતના દિગ્ગજ નેતા ગણાતા સ્વર્ગીય અહેમદ પટેલ સાથે પણ ખૂબ જ નિકટનો ઘરોબો ધરાવતા હતા.. કોંગ્રેસના રાષ્ટ્રીય લેવલના નેતા પણ સુરતનું નામ પડે એટલે જીગ્નેશ મોદીને યાદ કરે તે કોંગ્રેસના દરેક કાર્યકર સારી રીતે જાણી ગયા છે. સુરત જિલ્લા કોંગ્રેસની કરોડરજ્જુ ગણાતા જીગ્નેશ મોદીને આગામી લોકસભાની ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપવા કોંગ્રેસ હાઇ કમાન્ડે મન બનાવી લીધું હોવાની માહિતી સૂત્રો જણાવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરતના કડોદરામાં સમાજસેવાનું બીજું નામ એટલે જીગ્નેશ મોદી! લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ આપી શકે છે મોટી જવાબદારી

Related posts

દિવાળીના તહેવાર નજીક આવતા અમદાવાદમાં લૂંટફાટ શરુ, નિકોલમાં ધોળા દહાડે વેપારીના આંખમાં મરચા નાખી 10 કિલો ચાંદીની દિલધડક લૂંટ

Phone: 9998685264.

ન્યુઝ પોર્ટલની રીપોર્ટર નકલી PSI બની સ્પામાં કરતી હતી તોડ, ઉમરા, અને ખટોદરામાં ચાલતા સ્પામાં પોતાના સાગરીતો સાથે મળી ધાકધમકી આપી તોડપાણી કરતી ટોળકીને એસઓજી પોલીસે ઝડપી પાડી

Phone: 9998685264.

વિશ્વાસઘાત / અમદાવાદના નરોડામાં વેપારી સાથે પોતાના વિશ્વાસુ કારીગરે પીઠમાં છરો ભોક્યો, માલીકના 1 કરોડ 25 લાખના દાગીના લઈ રફુ ચક્કર

Phone: 9998685264.

Leave a Comment