Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતઃ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીએ કરેલા 8 વચનોની પત્રિકાનું વિતરણ! અથાગ મહેનત અને જનતાનો સહકાર જીત અપાવશે : દર્શન નાયક

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 3855

આવનાર વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતપોતાની જાહેરાતો કરી રહ્યા છે. તે જાહેરાતો લોકો સુધી પહોંચે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના રાહુલ ગાંધીના 8 વચનોની પત્રિકા નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી ઓલપાડ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા પત્રિકા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રહેણાંક વિસ્તારો તેમજ શાકભાજી વિક્રેતાઓ, અનાજ કરિયાણાની દુકાનદારો અથવા અન્ય કોઈ છેવાડે રહેનાર વ્યક્તિ, નાનો કે મોટો વ્યવસાય કરતા બજારના વેપારીઓને પણ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ડોર ટુ ડોર સંપર્ક કરતા દર્શન નાયક

ત્યારે સુરતના ઓલપાડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની અને જીતના મક્કમ ઈરાદા સાથે રાત દિવસ જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત મીરજાપોર,કુંભારી,સોદલાખારા અને હાથીસા ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક અને તેમની સાથે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને ખેડૂતો તથા યુવાનો સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરતઃ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીએ કરેલા 8 વચનોની પત્રિકાનું વિતરણ! અથાગ મહેનત અને જનતાનો સહકાર જીત અપાવશે : દર્શન નાયક

Related posts

છારાનગર પોલીસ દમન કેસ મામલો

Phone: 9998685264.

અમદાવાદ / પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળી મહિલાએ ઘર છોડ્યું, રસ્તામાં જેઠે રોકીને કહ્યું મારા ભાઈ સાથે ના રહેવું હોય તો મારી સાથે રહેવા આવીજા, મહિલાએ જેઠને બે લાફા મારી દીધા

Phone: 9998685264.

ગુજરાત પોલીસના પગાર વધારાના પરિપત્રને જાહેર નહી કરવાથી પોલીસને પગાર વધારો નહિ મળે તેવી અટકળોને લાગશે પૂર્ણ વિરામ! ગુજરાત પોલીસની દિવાળી એક મહિનો વહેલી આવશે, સોમવારે પગાર વધારાનો પરિપત્ર કરાશે જાહેર

Phone: 9998685264.

Leave a Comment