Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનાં દામકા,વાંસવા સહિતના ગામોનાં રોડ, રસ્તા, પાણી તેમજ રોજગારના પ્રશ્ને પડતી મુશ્કેલીઓ ના ઝડપી નિવારણ માટે કલેકટરને પત્ર લખી માંગણીઓ કરાઈ! નિવારણ ના કરવામાં આવેતો ગાંધી ચિંધ્યા માર્ગે કરાશે આંદોલન,” નેતા દર્શન નાયક:

Our Visitor

000110
Total Users : 110
Total views : 209
Who's Online : 0
Views 3358

સુરત જિલ્લાનાં દામકા,વાંસવા સહિતના ગામોમાં સ્થળ મુલાકાત દરમ્યાન સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં આવી રહેલા અનેક પ્રશ્નોની રજુઆત સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક દ્વારા નીચે મુજબના પ્રશ્નો નિવારણ કરવા માટે સુરત કલેકટરશ્રી ને પત્ર લખી નાગરિકોની સમસ્યાઓ નો ઝડપી નિકાલ કરવા માંગણીઓ કરવામાં આવી હતી.

 ૧:- સુરત જિલ્લાના દામકા પાટિયાથી દામકા-ભટલાઈ ખાતે અવર-જવર કરવા માટે ઉપયોગમાં લેવાતો ભસ્તા રોડ દામકા,વાંસવા અને તેના ખાડીને પેલે પારના ગામડાઓ તથા સુરત કે પૂર્વ દિશા તરફથી વાહનોમાં મુસાફરી કરવા માટે એક માત્ર વિકલ્પ હતો, જેનો વપરાશ છેલ્લા કેટલાક વર્ષો થી બંધ કરવામાં આવેલ છે.જેને કારણે છૂટક મજુરી કે કામધંધા માટે જનારા શ્રમિકો માટે બીજો કોઈ વિકલ્પ નહી હોવાથી સરકારી વાહનો કે પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરીને દામકા પાટિયા પાસે ઉતરી ને રસ્તાની વચ્ચે બનાવેલ ડીવાઈડરની નીચેથી વાંકા વળીને સ્ત્રી કે પુરુષો રસ્તો ઓળંગતા જોવા મળે છે, જે હંમેશા અકસ્માત થવાના ભયના કારણે જોખમી સાબિત થાય છે,કારણકે હજીરા વિસ્તારથી સુરત કે પૂર્વ દિશા તરફ જનાર દરેક મોટા અને ભારેખમ વાહનો થી સાવચેત રહેવું પડે છે,નહિ તો જાન ગુમાવવાનો વખત આવી શકે છે. કામ પર જનાર દરેક વર્ગના લોકો ને ફરજિયાતપણે મોરા ચાર સુધી ચક્કર લગાવવા જવુ પડે છે જેમાં સમય અને શક્તિ બંને વેડફાઈ છે અને વાહન ધારણ કરનાર દરેકને પેટ્રોલ/ડીઝલ નો વ્યર્થ વપરાશ કરવો પડે છે. જેને તાળી શકાય તેમ છે જો દામકા પાટિયા પાસે દામકા તરફના વિસ્તાર માં જવા માટે વળાંક પર રસ્તા ની વચ્ચે જે ડીવાઈડર થી બંધ કરેલ છે તેને ખુલ્લો મૂકીને લોકોની સમસ્યા નો કાયમી ઉકેલ લાવી શકાય તેમ છે.આપ  સદર કામને પ્રાથમિકતા આપી ગ્રામજનોની આ સમસ્યા નુ કાયમી ધોરણે ઉકેલ લાવશો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી :દર્શનભાઈ નાયક:

૨:- સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનાં દામકા ગામ ખાતે હાલના સમયમાં બે (૨) જેટલા પાણીનાં RO પ્લાન્ટ અસ્તિત્વ ધરાવે છે,જેમાંથી માત્ર માંડવી ફળિયા ખાતેનો RO પ્લાન્ટ કાર્યરત છે અને બીજો પાણીનો RO પ્લાન્ટ બંધ હાલતમાં છે. આવા સંજોગોમાં એક માત્ર પ્લાન્ટ પર ઘણોજ લોડ રહેવા પામે છે અને સમગ્ર ગામમાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચી નહીં રહેતું હોવાની રજુઆત મને મળી છે. તો આપશ્રી સુરત જિલ્લાના ગામ ખાતે અન્ય બે પાણીનાં RO પ્લાન્ટ ફાળવવા આવે તો દામકા ગામના દરેક વિસ્તારમાં પાણીનો સુયોગ્ય અને સુવિધાજનક લાભ મળી શકે અને એક માત્ર કાર્યરત પાણીના RO પ્લાન્ટ પરનું ભારણ ઘટાડી શકાય.આપ દામકા ગામના નાગરિકો માટે યોગ્ય પ્રબંધ કરશો એવી લોકોની પ્રબળ ઈચ્છા છે.

૩: બેરોજગારી ની ગંભીર સમસ્યા હજીરાના કાંઠા વિસ્તારના ગામડાઓમાં અસ્તિત્વ ધરાવે છે.હજીરા ખાતે મહાકાય મલ્ટીનેશનલ ઉદ્યોગો હોવા છતાં પણ સ્થાનિકોને હમેશાં રોજગારી થી વંચિત રાખવામાં આવે છે અને ઓરમાયું વર્તન કરવામાં આવે છે.હજીરા કાંઠા વિસ્તારનું યુવાધન સારી એવી શૈક્ષણિક લાયકાતો ધરાવે છે.તેમ છતાં પણ હજીરા ખાતેના મહાકાય મલ્ટીનેશનલ ઉદ્યોગોમાં રોજગાર વાંછુક યુવાનોને રોજગારી ની યોગ્ય તકો મળતી નથી.જેને કારણે ઘણા બધા યુવાનો માનસિક રીતે તાણ અનુભવે છે.જે શિક્ષિત યુવાનો  સુખી અને સમૃદ્ધ સમાજનાં ઘડતર માટે એક વિટંબણા ઊભી કરે છે,તેવા શિક્ષિત યુવાનો માટે તાત્કાલિક  રોજગારીના પ્રશ્નનનો ઉકેલ લાવવા માં નહિ આવે તો સમાજ પર તેની માઠી અસરો જોવા મળે છે.આપ શ્રી સદર બાબતે સરકારનાં સ્થાનિકો માટેની ૮૦ % રોજગારીના પરિપત્રનો અમલ કરાવી હજીરા કાંઠા વિસ્તારના શિક્ષિત યુવાઓને રોજગારી અપાવવા માટે આયોજન કરશો એવી યુવાનોની માગણી છે.

 ૪:- પ્રવર્તમાન સમયમાં અમારા વિસ્તારનાં  યુવાનો જેમણે કોન્ટ્રાક્ટ સિસ્ટમ થી રોજગારી મેળવેલ છે તેમને ચૂકવવા પાત્ર લઘુતમ વેતન પણ હજીરા ખાતે આવેલ  મહાકાય મલ્ટીનેશનલ ઉદ્યોગોમાં આપવામાં આવતું નથી. અને ભરપૂર શોષણ કરવામાં આવે છે એવી ફરિયાદો અમને મળેલ છે.આ કંપનીઓમાં કોન્ટ્રાક્ટરો દ્વારા જ્યારે પગારની ચૂકવણી કરવામાં આવે ત્યારે ન્યૂનતમ વેતન આપવામાં આવે છે. અને મહત્તમ પગારપત્રક પર સહી કરાવવામાં આવે છે. જેમાં શોષિત શ્રમિકો કશું કરી શકતા નથી, કારણકે નોકરી ગુમાવવાનો ડર હંમેશા રહે છે. તો સદર બાબતની તપાસ કરી જો આ બાબતમાં હકીકત જણાઈ આવે તો આપ સાહેબ યોગ્ય કાયદેસર કાર્યવાહી કરશો એવી લોકોની માગણી છે.
આશા રાખું કે આપ સાહેબ ઉપરોક્ત કામોને આપનો કિંમતી સમય કાઢીને યોગ્ય ન્યાય મળે તેવો પ્રબંધ કરશો.જો ઉપર દર્શાવેલ પ્રશ્નોનો નું નિરાકાર કરવા આવશે નહીં તો આગામી સમયમાં ગ્રામજનો સાથે ગાંધીજીના ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને રસ્તા જામ નો પણ કાર્યક્રમ આપવામાં આવશે.જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનાં દામકા,વાંસવા સહિતના ગામોનાં રોડ, રસ્તા, પાણી તેમજ રોજગારના પ્રશ્ને પડતી મુશ્કેલીઓ ના ઝડપી નિવારણ માટે કલેકટરને પત્ર લખી માંગણીઓ કરાઈ! નિવારણ ના કરવામાં આવેતો ગાંધી ચિંધ્યા માર્ગે કરાશે આંદોલન,” નેતા દર્શન નાયક:

Related posts

આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસમાં મોટા પાયે બદલીઓ! 88 જેટલાં બિનહથિયારી પીઆઈ ઓની બદલી, જુઓ લિસ્ટ કોને ક્યાં મુકાયા

Phone: 9998685264.

એક યુવક રેલ્વે સ્ટેશન પર ઉભેલી ટ્રેન પર ચડી ગયો, ત્યારબાદ યુવકે કંઈક એવું કર્યું કે.જો હિમ્મત હોય તો જ વીડિયો જોજો

Phone: 9998685264.

ગુજરાતમાં શીતલહેર થી લોકો ઠુંઠવાયા, નલિયા સૌથી ઠંડુ 2 ડિગ્રી, અમદાવાદ, જામનગર,ડીસામાં પણ ઠંડા પવનથી લોકોનું જીવન અસ્ત વ્યસ્ત, મોટા ભાગના શહેરોમાં બપોરે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી

Phone: 9998685264.

Leave a Comment