Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ સર્જાયો: મહિલાનું અપહરણ કરી બે દિવસ સુધી કર્યું ગેંગરેપ, પ્રાઈવેટ પાર્ટમાં સળિયો ઘુસાડાયો

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 3169

પ્રતિકાત્મક તસ્વીર

નવી દિલ્હી તા.19 : દિલ્હીમાં વધુ એકવાર નિર્ભયા કાંડ સર્જાયો છે, જેને લઈને દિલ્હી ફરી એક વખત શરમજનક સ્થિતિમાં મુકાયુ છે. દિલ્હી એનસીઆરમાં સંપતિના વિવાદમાં એક મહિલાનું અપહરણ કરી ગાઝીયાબાદમાં બે દિવસ સુધી તેના પર ગેંગરેપ આચરવામાં આવ્યો હતો, આરોપીઓએ હેવાનિયતની તમામ હદો પાર કરી મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળીયો નાખ્યો હતો, બાદમાં આરોપીઓએ મહિલાને આશ્રમ રોડ પર ફેંકીને ફરાર થઈ ગયા હતા, હાલ મહિલા ગંભીર હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.આ ચોંકાવનારા બનાવની વધુમાં જાણવા મળતી વિગત મુજબ દિલ્હીની એક મહિલાનું સંપતિના વિવાદમાં અપહરણ કર્યું હતું. આરોપીએ બે દિવસ સુધી મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપીએ હેવાનિયતની તમામ હદો વટાવીને મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળીયો નાખ્યો હતો, ત્યારબાદ પીડિતાને અધમૂઈ હાલતમાં આશ્રમ રોડ પાસે ફેંકીને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસને જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મહિલાને હોસ્પિટલે દાખલ કરાવી હતી. શહેર પોલીસે જણાવ્યું હતું કે મહિલા દિલ્હીના નંદનગરી વિસ્તારની છે

તે નંદગ્રામ ક્ષેત્રમાં તેના ભાઈને ત્યાં આવી હતી. પરત ફરતી વખતે કેટલાક લોકોએ તેને ઉઠાવી લીધી હતી. પુછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે આરોપીઓ મહિલાના પરિચિત જ છે અને બન્ને પક્ષો વચ્ચે સંપતિને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ મલીવાલે ગાઝીયાબાદ પોલીસને નોટીસ ફટકારી છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે આ મામલે ચાર લોકોની ધરપકડ કરાઈ છે. આ મામલે એવી ચોંકાવનારી વિગત બહાર આવી છે કે આરોપીઓ બેભાન મહિલાને કોથળાની ગુણમાં નાખીને રોડ પર ફેંકી દેવાઈ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ સર્જાયો: મહિલાનું અપહરણ કરી બે દિવસ સુધી કર્યું ગેંગરેપ, પ્રાઈવેટ પાર્ટમાં સળિયો ઘુસાડાયો

Related posts

પોતાના હક અને પ્રજાના હિત માટે આંદોલન કરતા આંદોલનકારીઓ સામે કાર્યવાહી થાય છે તો પછી બજરંગ દળના લોકો સામે કેમ નહી! સરકારના બેવડા વલણ સામે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીના આકરા પ્રહારો

Phone: 9998685264.

વલસાડ / લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પાર્ટનર સાથે લગ્ન કરવાની ના પાડતા યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારાયો, યુવકના પિતાની ફરિયાદના આધારે 7 લોકોની ધરપકડ

Phone: 9998685264.

મહિલાની બેગમાં બોમ્બ હોવાનો દાવો, મુંબઈ એરપોર્ટ પર મચી ગયો ખળભળાટ, મહિલાની કરાઈ ધરપકડ

Phone: 9998685264.

Leave a Comment