
અહેવાલ -ટાઈમ્સ ઓફ અમદાવાદ – સુરત
સુરત જિલ્લા બારડોલી વિધાનસભા 162 માં પંદર વર્ષથી પણ વધુ સમય થી કોંગ્રેસ પાર્ટીમાં કાર્યરત અને કુશળ રાજનીતિ માટે જાણીતા સુરત જિલ્લા કોંગ્રેસમાં મહામંત્રી એવા જીગ્નેશ મોદી કડોદરા વિસ્તારમાં સાચા સમાજ સેવક તરીકે જાણીતું નામ છે. લોકોના કોઈપણ પ્રશ્નોનું નિરાકરણ હોય, તેમને પડતી કોઈપણ મુશ્કેલીના સમયમાં જીગ્નેશ મોદી અડધી રાત્રે ખડે પગે અને તન મન ધન થી સેવા આપતા આવ્યા છે. જેના લીધે સ્થાનિક લોકો જીગ્નેશ મોદીને 108 તરીકે પણ ઓળખે છે.
જો વાત કરીયે સમાજના સાચા સેવક જીગ્નેશ મોદીની તો છેલ્લા પંદર વર્ષથી સુરત કોંગ્રેસમાં મહામંત્રી અને ખુબજ સક્રિય કાર્યકર્તા રહ્યા છે. તો સાથે સાથે જીગ્નેશ મોદી સુરત જિલ્લાના કડોદરા અને અન્ય વિસ્તારોમાં રહેતા લોકોને ગટર, પાણી, વીજળી કે અન્ય પ્રકારની પડતી દરેક તકલીફમાં 108 ની જેમ સેવા આપતા આવી રહ્યા છે. આટલા વર્ષનો રાજકીય અનુભવ પાર્ટી અને સમાજની સેવા કરતા જીગ્નેશ મોદીને કોંગ્રેસ પાર્ટીએ કોઈ મોટી જવાબદારી કે હોદ્દો નથી આપ્યો. જેથી પાર્ટીના વલણ થી નિરાશ થયેલા મહામંત્રી અને સમાજ સેવા થકી લોક લાડીલા બનેલા લોકોના સેવક જીગ્નેશ મોદી હવે પક્ષ પલટો કરી કેસરિયો ધારણ કરે તેવા સંકેત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યા છે. અને આગામી લોકસભા ની ચૂંટણીઓમાં જીગ્નેશ મોદી પંજો છોડીને કમળમાં દેખાય તો નવાઈ નહી.

સુરત જિલ્લામાં લોકોના દિલમાં રાજ કરતા સાચા સમાજ સેવક જીગ્નેસ મોદીને લોકો પોતાનો હીરો માને છે. કારણકે જીગ્નેશ મોદી હર હંમેશ ગરીબોની પડખે ઉભો રહેતો હોય છે. પ્રજાના પડતર પ્રશ્નો માટે જીગ્નેશ મોદીએ અનેકો વાર આંદોલન કર્યા છે. અને પોલીસની ધરપકડ પણ વોહરી છે. કોઈને આર્થિક સહાયની જરૂર હોય કે પછી ગરીબ બાળકોને અભ્યાસ માટે ફી કે પાઠ્ય પુસ્તકોની જરૂર પડે કે ગૌ શાળામાં મોટુ દાન કરવો હોય ત્યારે જીગ્નેશ મોદી બંને હાથ જ નહી પણ માથું નમાવી દાન કરતા નજરે પડે છે. તો બીજીતરફ સુરતના વેપારી મંડળમાં પણ તેઓ લોક લાડીલા રહ્યા છે. રોડ રસ્તાની પડતી તકલીફ હોય, ભાટીયા ટોલ મુક્તિ આંદોલન હોય કે પછી લોકોને કડોદરા થી સુરત રેલ્વે સ્ટેશન સુધી જવા માટે સીટી બસ સેવાની જરૂરની વાત હોય ત્યારે આ સમગ્ર સમસ્યાનો નિવારણ જીગ્નેશ મોદીની લડાયક વલણ લડતના લીધેજ થયો હતો.

ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લા બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીના લડાયક અને ઝૂઝારું નેતા જીગ્નેશ મોદીની આટલી ઉપલ્ભધીઓ હોવા છતાં કોંગ્રેસ પક્ષ તેમને કેમ કોઈ મોટી જવાબદારી નથી આપતી તેવા અનેક સવાલો સ્થાનિક લોકોના મનમાં ખુંચી રહ્યા છે. ખુદ જીગ્નેશ મોદી પણ અસમંજસમાં છે કે કેમ કોંગ્રેસ હાઈકમાન્ડને તેમની કામગીરી નથી દેખાતી. અને જો સ્થાનિક સૂત્રોની મળતી માહિતી અનુસાર વાત કરીયે તો સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે કે જીગ્નેશ મોદી પોતાની પાર્ટીના વલણથી નારાજ દેખાઈ રહ્યા છે. અને આવનારી લોકસભાની ચૂંટણીમાં પક્ષ પલ્ટો કરી કેસરિયો પહેરે તેવા સંકેતો નજરે પડી રહ્યા છે.





Total Users : 113
Total views : 215
Who's Online : 0