Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા/ માસ્ટર ઓફ સાયન્સમાં અભ્યાસ કરતી સુરતની યુવતીને સીટી બસના ડ્રાઈવરે ટક્કર મારતા યુવતીનું ઘટના સ્થળે મોત, સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે ડ્રાઈવરની બેદરકારીના લીધે યુવતીએ જીવ ગુમાવ્યો

Our Visitor

000111
Total Users : 111
Total views : 211
Who's Online : 1
Views 415

😜

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

વડોદરા શહેરમાં સિટી બસના ડ્રાઈવરનું બેફામ ડ્રાઈવિંગ કોઈ વ્યક્તિ માટે જીવલેણ પુરવાર થયું છે. સિટી બસના ડ્રાઈવરે MSUમાં અભ્યાસ કરતી યુવતીને ટક્કર મારતા એનું મૃત્યું થયું છે. આ ઘટનાને કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. વડોદરા શહેરમાં સુરતની એક વિદ્યાર્થિની શિવાની સોલંકી અભ્યાસ હેતું આવી હતી. જ્યારે તે બસ સ્ટેશનમાં પ્રવેશ કરી રહી હતી ત્યારે બસ પાછળથી આવતી હતી.
સિટી બસના ડ્રાઈવરે બેફામ રીતે ડ્રાઈવ કરીને યુવતીને અડફેટે લેતા યુવતીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ રોષની લાગણી છે. આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડ પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયોમાં જોવા મળે છે કે,યુવતી મોબાઈલ ફોન પર વાત કરતી કરતી આગળ ચાલે છે. તે રોડ ક્રોસ કરી રહી છે. એ સમયે વડોદરા સિટી બસના ડ્રાઈવરે યુવતીને અડફેટે લેતા બસ સાથે તે ટકરાઈ હતી. આ બસ ડ્રાઈવરનું નામ જયેશ પરમાર હોવાનું જાણવા મળે છે.

જુઓ વિડીયો કાળ બનીને આવી બસ અને ડ્રાઈવર બન્યો યમદૂત

આ ઘટના બાદ પોલીસે આ બસ ડ્રાઈવરની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. બસ સ્ટેશન પાસે આ ઘટના બનતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જે લોકોએ આ ઘટના પોતાની નજર સામે જોઈ એ પણ થોડા સમય માટે સ્તબ્ધ થઈ ગયા હતા. સેન્ટ્રલ એસટી ડેપો પાસેના જનમહલ સ્થિત સિટી બસ ડેપોમાં આ ઘટના બની હતી. બુધવારના સમયે યુવતી માટે બસ યમદૂત બનીને આવી હતી. આ યુવતી સુરતની હોવાનું જાણવા મળ્યું છે. સયાજીગંજ પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંઘીને કાયદેસરના પગલાં લીધા છે.

યુવતીનું નામ શિવાની સોલંકી છે. જે સુરતના અમરોલી ખાતે 60 શિવ નગરની રહેવાસી છે. યુવતી સાયન્સ ફેકલ્ટીના માસ્ટર ઓફ કેમેસ્ટ્રીના છેલ્લા વર્ષમાં હતી. શિવાનીને આ ઘટનામાં ગંભીર ઈજા થઈ હતી. તેથી એને તાત્કાલિક હોસ્પિટલ સારવાર હેતું ખસેડવામાં આવી હતી. મોડીરાત્રે ટૂંકી સારવાર બાદ યુવતીનું મોત થયું હતું. પ્રવાસીઓ ડ્રાઈવર પર કોઈ પ્રકારનો રોષ ઠાલવે એ પહેલા જ તે સાઈટ પર બસ છોડીને સુરક્ષિત સ્થળે ભાગી ગયો હતો. શિવાનીના મૃત્યુંના સમાચાર એના પરિવાર સુધી પહોંચતા કુટુંબમાં માતમનો માહોલ છે. માતા પિતા અને સ્નેહીજનો મોડી રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. શિવાનીના પિતા હિરા ઘસવાની કંપનીમાં કામ કરે છે. ચાર દિવસ પહેલા જ શિવાની પોતાના ઘરે સુરત આવી હતી. મંગળવારે બપોરે ટ્રેનમાં વડોદરા આવવા માટે નીકળી હતી. શિવાની બે ભાઈઓની એકની એક બહેન હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વડોદરા/ માસ્ટર ઓફ સાયન્સમાં અભ્યાસ કરતી સુરતની યુવતીને સીટી બસના ડ્રાઈવરે ટક્કર મારતા યુવતીનું ઘટના સ્થળે મોત, સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે ડ્રાઈવરની બેદરકારીના લીધે યુવતીએ જીવ ગુમાવ્યો

Related posts

ભરૂચ ACB એ છટકુ ગોઠવી વધુ એક લાંચિયા પોલીસને રંગેહાથ ઝડપી પાડ્યો, શહેરમાં એન્ટ્રી ફી ના નામે પૈસા ઉઘરાવતો હતો

Phone: 9998685264.

મહિલાનો આક્ષેપ /ફરિયાદ કરવા આવેલ મહિલા અને તેના પુત્ર સાથે સરદારનગર પોલીસે કરી મારામારી?પોલીસે પણ મહિલા અને તેના પુત્ર સામે હુમલો કર્યાના આક્ષેપ કર્યા

Phone: 9998685264.

રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલા એક વ્યક્તિ સાથે અચાનક કંઈક એવું બન્યું કે. વીડિયો જોઈને તમે પણ હચમચી જશો, જુઓ ઘટનાનો વિડીયો

Phone: 9998685264.

Leave a Comment