Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા ગ્રામ્ય LCBએ ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી ગાડી પકડી, 1ની ધરપકડ

Our Visitor

000111
Total Users : 111
Total views : 211
Who's Online : 1
Views 3716

વડોદરા ગ્રામ્ય LCB પોલીસની ટીમે બાતમીના આધારે વાઘોડિયાના રૂસ્તમપુરાના અંતરિયાળ રસ્તે 5 કિમી સુધી ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારુ ભરેલી ગાડી સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરા ગ્રામ્ય LCB પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, પવલેપુર ગામ તરફ એક સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારુનો જંગી જથ્થો આવનાર છે.આ બાતમીના આધારે પોલીસની ટીમે પવલેપુર રોડ ખાતે નાકાબંધી કરીને વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

આ સમયે બાતમી મુજબની સ્કોર્પિયો ગાડી આવતા પોલીસની ટીમે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જો કે ગાડી ચાલકે પોતાનું વાહન પુરઝડપે પવલેપુર રોડ ઉપરથી શંકરપુરા ગામ તરફ ભગાવી મૂકતા પોલીસે સ્કોર્પીયો ગાડીનો પીછો પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયેલ સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી શરાબનો જથ્થો તતારપુરા-શંકરપુરા ગામની સીમમાં રોડની બાજુમાં આવેલ ખેતરમાં ઉતારવામાં આવી રહ્યો હતો, ત્યારે પોલીસ તે ફરાર થઇ ગયેલ ગાડીને શોધતી પહોંચી હતી અને સ્થળ પરથી શંકરપુરા ગામના કલ્પેશભાઇ વિક્રમભાઇ પરમાર ઝડપી પાડ્યો હતો. જયારે ગાડી માલિક વિશાલ મહેશભાઇ ગોહીલ સ્કોર્પિયો ગાડી લઇને ફરાર થઇ ગયો હતો

પોલીસે સ્થળ પર થી ભારતીય બનાવટનો વિદેશી દારૂના કવાર્ટરીયા નંગ 713 સહિત મોબાઇલ ફોન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ફરાર થઇ ગયેલ આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વડોદરા ગ્રામ્ય LCBએ ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી ગાડી પકડી, 1ની ધરપકડ

Related posts

અમદાવાદ/ નરોડામાં એક બંધ મકાનમાં મહિલાની ઘાતકી રીતે હત્યાં કરેલી લાશ મળી આવી,મહિલાના શરીર પર છરીના ઘાના નિશાન જોવા મળ્યા, દુર્ગંધ મારતી લાશમાં કીડા પડી ગયા હોવાનું સામે આવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા ડીબ્રિફિંગ બેઠક યોજાઈ! ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસતંત્ર ને પ્રોત્સાહિત કરતા બેઠક યોજી, અમદાવાદ CP સંજય શ્રીવાસત્વ અને JCP સહીત અધિકારીઓ હાજર રહ્યા

Phone: 9998685264.

ગુજરાતનાં પોલીસવડા આશિષ ભાટિયાને વધુ બે મહિના ગુજરાત પોલીસની કમાન સંભાળવી પડશે,
કાર્યકાળ 31 માર્ચના રોજ પૂરો થાય તે પૂર્વે બે મહિના લંબાવાયો

Phone: 9998685264.

Leave a Comment