Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા /ઉતરાયણના તહેવાર નિમિતે દારૂ પ્યાસી લોકો માટે મોજ કરાવવા રાજસ્થાનથી મંગાવેલો 44 લાખનો દારૂ અને કન્ટેનર પકડાયું, બાતમીના આધારે હરણી પોલીસે દરોડો પાડ્યો

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 275

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

વડોદરાના હરણી હાઈવે પર રાજસ્થાનથી મંગાવેલા દારૂના કન્ટેનર માંથી દારૂ કટીંગ નું કામ ચાલી રહ્યું હતું તે વખતે પોલીસે દરોડો પાડતા કન્ટેનર માંથી 44 લાખની કિંમતનો દારૂના જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડિલીવરી લેવા આવેલા બે ટેમ્પા સાથે બે ખેપિયાને ઝડપી પાડયા હતા.

વડોદરાના ભારતીય વિસ્તારમાં રહેતો નામચીન બુટલેગર હેરી એ મંગાવેલા દારૂના જથ્થા નું હરણી ગોલ્ડન ચોકડી પાસે સાંઈબાબા પાર્કિંગમાં કટીંગ ચાલી રહ્યું હોવાની વિગતો ને પગલે હરણી પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસ પહોંચી ત્યારે કન્ટેનર માંથી દારૂની પેટીઓ ઉતારીને ટેમ્પામાં મુકવામાં આવી રહી હતી. પોલીસે દારૂ જથ્થો ઉતારી રહેલા કન્ટેનર ના ક્લિનર મહાવીર ચંપકલાલ કલાલ (રાજસ્થાન) તેમજ ટેમ્પાના ચાલક કેશુ લાલ નાનાલાલ ગાડરી (છોટાઉદેપુર) ને ઝડપી પાડયા હતા.

પોલીસે રૂ.44 લાખની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે બે ટેમ્પા પણ કબજે લીધા હતા. આ ઉપરાંત બે મોબાઇલ તેમજ રોકડા રૂ.10 હજાર પણ કબજે કરવામાં આવ્યા હતા.

હરણીના પી.આઈ વીકે દેસાઈએ કહ્યું છે કે, દારૂનો જથ્થો વારસીયા સંત કવર કોલોનીમાં રહેતા હરીશ ઉર્ફે હેરી બ્રહ્મક્ષત્રિય એ મંગાવ્યો હોવાની તેમજ રાજસ્થાનના રાજુ સિંગ એ મોકલ્યો હોવાની વિગતો ખુલી છે. આ ઉપરાંત વડોદરા માં દારૂની ડિલિવરી મેળવવા માટે આવેલા ખેપિયા ની પૂછપરછમાં રફીક તેમજ શક્તિ ના નામો ખુલ્યા છે. જ્યારે કન્ટેનર નો ડ્રાઇવર ફરાર થઇ ગયો છે. વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસે બે જણને અટકાયત મા લઈ બાકીના પાંચ ને વોન્ટેડ જાહેર કર્યા છે.જ્યારે, કુલ રૂ 62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વડોદરા /ઉતરાયણના તહેવાર નિમિતે દારૂ પ્યાસી લોકો માટે મોજ કરાવવા રાજસ્થાનથી મંગાવેલો 44 લાખનો દારૂ અને કન્ટેનર પકડાયું, બાતમીના આધારે હરણી પોલીસે દરોડો પાડ્યો

Related posts

વડોદરા ગ્રામ્ય LCBએ ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી ગાડી પકડી, 1ની ધરપકડ

Phone: 9998685264.

કોંગ્રેસના નેતા વાણી વિલાસ વાપરવાની ભાન ભૂલ્યા! ગુજરાત વિધાનસભાં સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે ટપોરી શબ્દનો પ્રયોગ કરતા હોબાળો! નેતાજીને 7 દિવસ માટે કરાયા સસ્પેન્ડ

Phone: 9998685264.

ગુજરાત પોલીસ ગ્રેડ પેના મામલે લડી લેવાના મૂડમાં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું,આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો છે, તેને ગંભીરતાથી લઈશુ

Phone: 9998685264.

Leave a Comment