Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વકીલોમાં હાશકારો, હાઈકોર્ટ અને તમામ જિલ્લા કક્ષાની અદાલતોમાં હવે ઓફલાઈન કામગીરી શરૂ કરાઈ, કોરોનાની ત્રીજી લહેર ખતમ થતાં તમામ કોર્ટોના દ્વાર ખુલ્યા

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 425

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

કોરોનાની ત્રીજી લહેર ખતમ થતા રાજયની તમામ કોર્ટના કપાટ ખૂલ્યા: વકીલોમાં ખુશીનો માહોલ

રાજયમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર આવતા હાઈકોર્ટ દ્વારા રાજયની તમામ અદાલતોમાં ફિઝીકલ કામગીરી બંધ કરવામાં આવી હતી. બાદ ત્રીજી લહેર ખતમ થતા 40 દિવસ બાદ જિલ્લા કક્ષાની અદાલતોમાં આજથી પ્રત્યક્ષ કામગીરીનો પ્રારંભ કરવામાં આવતા વકીલો દ્વારા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
વધુ વિગત મુજબ કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થતા હાઈકોર્ટ દ્વારા બહાર પાડી રાજયની તમામ અદાલતોમાં તા.10 જાન્યુથી ફિઝીકલ કામગીરી બંધ કરી ઓનલાઈન કામગીરી કરવાની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. બાદ રાજયના બાર એસોસીએશન અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા હાઈકોર્ટના ચીફ જસ્ટીઝને કરેલી રજૂઆત બાદ જયાં કોરોનાના 100 કેસથક્ષ નીચે આવતા તાલુકા અને શહેરોની અદાલતોમાં કામગીરી એસ.ઓ.પી. મુજબ કરવા માટે જાહેરનામું બહાર પાડયું હતુ.

કોરોનાના કેસ ઘટતા હાઈકોર્ટ દ્વારા 10 દિવસ પહેલા હાઈકોર્ટ અને તમામ અદાલતો તા.21 ફેબ્રુઆરીને સોમવારથી ફિઝીકલ કામગીરીનો પ્રારંભ કરવા માયે સરકયુલર બહાર પાડવામાં આવ્યો હતો.હાઈકોર્ટના ચીફ જસ્ટીઝ દ્વારા બહાર પાડવામાં આવેલા સરકયુલરને પગલેઆજથી જિલ્લા કક્ષાની અદાલતોમાં આજથી પ્રત્યક્ષ કામગીરીનો ધમધમાટ થશે અને હાઈકોર્ટની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું એસ.ઓ.પી. બહાર પાડવામાં આવી છે.કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત સાથે જ ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણીનો નિયમ અમલી કરાયો હતો. આ પછી રાજ્યની તમામ કોર્ટોમાં ફિઝિકલ હિયરિંગ પર પ્રતિબંધ મુકાયો હતો. વકીલો માટે પણ પ્રવેશબંધી કરાઈ હતી. જોકે ત્યારબાદ એવા તાલુકા જ્યાં 100 કરતા ઓછા એક્ટિવ કેસ છે તે તાલુકાની કોર્ટોમાં એસઓપીના ચુસ્ત પાલન સાથે ફિઝિકલ કાર્યવાહી શરૂ થઈ હતી. હાઇકોર્ટ આવા તાલુકાઓની નવી યાદી જાહેર કરી છે જ્યાં ઓછું સંક્રમણ છે. આજે હાઇકોર્ટના ચીફ જસ્ટિસે જાહેરાત કરી છે કે, હાઇકોર્ટમાં 21મી ફેબ્રુઆરીથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરાશે. આ સિવાય રાજ્યની તમામ જિલ્લા – તાલુકા કોર્ટો જ્યાં ઓનલાઇન સુનાવણીનો નિયમ હાલ અમલી છે ત્યાં પણ તા.21 થી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થઈ જશે. જોકે હાઇકોર્ટની કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. અને વકીલો કોર્ટ કામગીરીમં જોડાયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વકીલોમાં હાશકારો, હાઈકોર્ટ અને તમામ જિલ્લા કક્ષાની અદાલતોમાં હવે ઓફલાઈન કામગીરી શરૂ કરાઈ, કોરોનાની ત્રીજી લહેર ખતમ થતાં તમામ કોર્ટોના દ્વાર ખુલ્યા

Related posts

રાજકોટ /કુખ્યાત બુટલેગર અલ્તાફ પાસેથી 95 લાખનો તોડ કર્યાના આક્ષેપમાં નવી -જૂનીના એંધાણ? ડીસીપી મિણાએ રાજકોટના ઈન્ચાર્જ પોલીસ કમિશ્નરને રીપોર્ટ સોંપ્યો! તોડકાંડમાં અન્ય પોલીસકર્મીઓના નામ ખુલે તેવા સંકેત

Phone: 9998685264.

રાજકોટ / મારામારીના ગુનામાં પૂછપરછ માટે બોલાવેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી! વોશરૂમ જવાનુ બહાનો કરી પરિણીતાએ આત્મહત્યા કરી લેતા DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા

Phone: 9998685264.

સુરત SCST સેલના ACP આર. કે. ઝાલા નિવૃત : સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા ભવ્ય વિદાય અપાઈ

Phone: 9998685264.

Leave a Comment