Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજભવન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેંદ્ર પટેલની શપથવિધિ સંપન્ન,

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 296

ગુજરાતનાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધી

રીતેશ પરમાર

કેન્દ્રીય મંત્રીશ્રીઓ-વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ-ગણમાન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતી
.. .. .. .. .. ..
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત શ્રી ભૂપેંદ્ર પટેલને આજે મુખ્યમંત્રીશ્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
આ શપથવિધિ વેળાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્મઈ, ભારત સરકાર ના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઇ શાહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા, કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોષી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રુપાલા, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્યમંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરા, રેલવે વિભાગના રાજ્યમંત્રી શ્રીમતિ દર્શના જરદોશ, ભારતીય જનતા પક્ષના મહામંત્રીશ્રીઓ બી. એલ. સંતોષ, શ્રી અરુણ સિંહ, રાજ્ય અને રાષ્ટ્રના આદરણીય સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, તથા શુભેચ્છકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


મુખ્યમંત્રીશ્રી તરીકે ના શપથ ગ્રહણ બાદ નવ નિયુક્ત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી એ પુષ્પ ગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ પુરુષોત્તમ રૂપાલા,મનસુખ ભાઈ માંડવીયા,તેમજ અન્ય મંત્રીશ્રી ઓ તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ,પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ,વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ સૌ એ નવ નિયુક્ત મુખ્યમંત્રી શ્રી ને પુષ્પ ગુચ્છ આપી શુભકામના આપી હતી.
મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજભવન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેંદ્ર પટેલની શપથવિધિ સંપન્ન,

Related posts

ભરૂચ / ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો, નરાધમ ભાઈએ પોતાની બહેનના અશ્લીલ ફોટા પાડી હોટેલમાં દુષ્કર્મ આચર્યું

Phone: 9998685264.

કોંગ્રેસના નેતા વાણી વિલાસ વાપરવાની ભાન ભૂલ્યા! ગુજરાત વિધાનસભાં સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે ટપોરી શબ્દનો પ્રયોગ કરતા હોબાળો! નેતાજીને 7 દિવસ માટે કરાયા સસ્પેન્ડ

Phone: 9998685264.

પોતાની બીમાર દીકરીની દવા લેવા નીકળેલા પિતાની કરપિણ હત્યા! નરોડા પાટિયા પાસે એક્ટિવા ચાલકને રીક્ષા ડ્રાઈવરે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

Phone: 9998685264.

Leave a Comment