Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ /ગુજરાત પોલીસના આ PSI ને દિલ થી સલામ, ભર વરસાદમાં કમરડૂબ પાણીમાંથી વૃદ્ધાને બચાવી લીધી,

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 321

રાજકોટ psi કે. કે. જાડેજા એ વૃદ્ધ મહિલાનો જીવ બચાવ્યો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

બાલાજી પુલ નજીક વૃદ્ધા કમર ડૂબ પાણીમાં ફસાયા હતા.
લોધિકા પીએસઆઇ કે કે જાડેજાની નજર તેમના પર પડી અને પળનો પણ વિલંબ કર્યા વિના તેઓ જાતે કમર ડૂબ પાણીમાં ઉતર્યા,
રાજકોટ

Times of amdavad.શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘ તાંડવ સર્જાયું છે.
જેમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં વહીવટી તંત્રની સાથે પોલીસકર્મી પણ જોડાયા છે. અને નીચાણવાળા વિસ્તારનાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. દરમિયાન લોધિકા પીએસઆઇએ બાલાજી પુલ નજીક પાણીમાં ફંસાયેલા એક વૃદ્ધાને કમર ડૂબ પાણીમાં ઉંચકી લઈને સલામત સ્થળે ખસેડતા લોકોએ દિલથી સલામી આપી તેમની આ કામગીરીને વખાણી છે.

જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ જિલ્લામાં અનરાધાર અવિરત વરસાદનાં કારણે પુર જેવી સ્થિતિ ઉભી થઇ છે. દરમિયાન લોધિકાનાં બાલાજી પુલ પર એક વૃદ્ધા પાણીમાં ફંસાઈ ગયા હતા. અને નીકળવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા. બરાબર આ સમયે જ લોધિકા પીએસઆઇ કે કે જાડેજાની નજર તેમના પર પડી હતી. અને પળનો પણ વિલંબ કર્યા વિના તેઓ જાતે કમર ડૂબ પાણીમાં ઉતર્યા હતા. એટલું જ નહીં ફંસાયેલા વૃદ્ધાને ઉંચકી સલામત સ્થળે ખસેડી પોલીસની સાચી ફરજનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની આ કામગીરીને જોઈને ત્યાં ઉપસ્થિત લોકો નાં મોઢામાથી ‘વાહ’નો ઉદગાર નીકળ્યો હતો. તેમજ લોકોએ તેમને દિલથી સલામી આપી હતી.

ધસમસતા પાણીમાં બોર્ડ પકડીને ઉભેલા યુવકનું સ્થાનિકોએ દોરડા વડે રેસ્ક્યુ કર્યું

શહેરનાં રૈયારોડ પર આવેલા તુલસી સુપર માર્કેટ પાસે ભારે વરસાદને પગલે રસ્તા પર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એ સમયે એક વ્યક્તિએ કોર્પોરેશનનું બોર્ડ પકડી રાખ્યું હતું. જેનું સ્થનિકોએ દોરડા વડે રેસ્ક્યુ કર્યું હતું. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. આમ આ આફતનાં સમયમાં લોકો એકબીજાની તેમજ પોલીસ લોકોની મદદે આવતા માનવતા મહેકી ઉઠી છે. હાલમાં ભારે વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. ત્યારે ગોંડલના ડૈયા ગામે 20 જેટલા પરપ્રાંતીય લોકો ધોધમાર વરસાદમાં ફસાયા છે. તેથી ગ્રામજનોને રેસ્ક્યુ કરવા કલેકટર કલેકટર અરૂણ મહેશ બાબુએ સૂચના આપી છે. થોડીવારમાં ગ્રામજનોને હેલિકોપ્ટર દ્વારા રેસક્યું કરવામાં આવનાર હોવાનું કલેક્ટર તંત્રએ જણાવ્યું છે.

પોતાના જીવની પરવાહ કર્યા વગર પોતાની ફરજ બજાવી સલામ છે આવા પોલીસ અધિકારીને

રાજકોટ જિલ્લા, તાલુકા અને મહાનગર પાલિકાના અગત્યનાં નંબરો જાહેર કરાયા

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે મુશ્કેલીના સમયે મદદ માટે લોકો આપદા પ્રબંધન કેન્દ્ર ખાતે સંપર્ક કરી શકશે. જેમાં નિયંત્રણ કક્ષનો નં. ૦૨૮૧- ૨૪૭૧૫૭૩, ટોલ ફ્રી નં.૧૦૭૭, તાલુકા નિયંત્રણ કક્ષમાં રાજકોટનો નં.૦૨૮૧- ૨૪૭૯૬૬૪, ઉપલેટાનો નં.૦૨૮૨૬- ૨૨૧૪૫૮, કોટડા સાંગાણીનો નં.૦૨૮૨૭- ૨૭૬૨૨૧, ગોંડલનો નં.૦૨૮૨૫- ૨૨૦૦૯૩, જેતપુરનો નં.૦૨૮૨૩- ૨૨૦૦૦૧, જસદણનો નં.૦૨૮૨૧- ૨૨૦૦૩૨, જામકંડોરણાનો નં.૦૨૮૨૪- ૨૭૧૩૨૧, ઘોરાજીનો નં.૦૨૮૨૪- ૨૨૧૮૮૭, પડધરીનો નં.૦૨૮૨૦- ૨૩૩૦૫૯, લોધિકાનો નં.૦૨૮૨૭- ૨૪૪૨૨૧ તથા વિછિયાનો ૦૨૮૧-૨૭૩૪૩૨ તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયંત્રણ કક્ષનો નં.૦૨૮૧- ૨૪૫૦૦૭૭ છે. તેમ રાજકોટ જિલ્લા ફલડ કંટ્રોલની યાદીમાં જણાવાયુ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજકોટ /ગુજરાત પોલીસના આ PSI ને દિલ થી સલામ, ભર વરસાદમાં કમરડૂબ પાણીમાંથી વૃદ્ધાને બચાવી લીધી,

Related posts

સરદારનગરમાં ક્રાઈમબ્રાન્ચની દારૂના અડ્ડા પર રેડ! પોલીસની મીલીભગત થી ચાલતી દારૂની હાટડી ઉપર થી 625 લિટર દેશી દારૂ અને 3800 લિટર વોશ ઝડપાયો, 3 ની ધરપકડ

Phone: 9998685264.

અરે ભાઈ જાન જેની હોય ટાબરીયાઓને કોઈ ફરક નથી પડતું, વરઘોડામાં વાગી રહ્યું હતું “પતલી કમરીયા… અને ડાન્સ કરીને મજા લીધી સ્કૂલ બસમા બેઠેલા બાળકોએ.. જુઓ વિડીયો

Phone: 9998685264.

રક્ષાબંધન સાતમ-આઠમના તહેવાર નિમિતે દારૂ પ્યાસીઓમાં રેલમછેલ થાય તે પહેલા અમદાવાદ PCB એ સપાટો બોલાવ્યો, 2.27 લાખના ઈંગ્લીશ દારૂ સાથે એક ઇસમની કરી ધરપકડ

Phone: 9998685264.

Leave a Comment