Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ઉપર વધુ એક કલંક! શિક્ષકને વગર વાંકે લીમડો પકડાવી બેફામ માર માર્યો, 10 લાખનો ચેક લખાવી લીધો, શિક્ષકે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, અને પોલીસવડાને કરી લેખિત ફરીયાદ!

Our Visitor

000109
Total Users : 109
Total views : 208
Who's Online : 0
Views 291

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)

પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાંચના હવાલાકાંડમાં વધુ એકનો ઉમેરો: સ્કૂલ સંચાલકે મીડિયા સમક્ષ પુરાવા સાથે કરી રજૂઆત

રાજકોટમાં ઉદ્યોગપતિના ડુબેલા નાણા રિકવર કરી દેવાના બહાને પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાંચ દ્વારા 75 લાખનો તોડ કરી લીધાની ચાલી રહેલી તપાસ દરમિયાન શહેર પોલીસથી દુભાયેલા લોકોનો રાફડો ફાટી નીકળ્યો છે અને ભોગ બનનાર એક પછી એક મીડિયા સમક્ષ આવી રહ્યાં છે ત્યારે જામનગરમાં સ્કૂલ ચલાવતા શિક્ષકને વગર વાંકે ક્રાઈમ બ્રાંચે ઉપાડી લાવી લીંમડાનો સ્વાદ ચખાડી 10 લાખ પડાવી લીધાની રજૂઆત કરતા સનસનાટી મચી જવા પામી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ જામનગર દિગ્વીજય પ્લોટ શેરી નં.55માં ગોપાલ ભુવનમાં રહેતા અને સંકલ્પ વિદ્યાલય ચલાવતા શિક્ષક હિંમત આત્મારામ ભદ્વાએ રાજકોટના પોલીસ કમિશનર, રાજ્યના પોલીસવડા, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ અરજી પાઠવી ન્યાય અપાવવા માગણી કરી છે.
શિક્ષકે અરજીમાં જણાવ્યું છે કે ચાર વર્ષ પહેલા રૂપાબેન મકવાણા સાથે પરિયચ થયો હોય તેમની સાથે કામસર દિલ્હી ગયા ત્યારે રૂપાબેન મકવાણાએ દિલ્હીમાં ગૌરવ અને હાર્દિક સાથે કોઈ આર્થિક વ્યવહાર કર્યો હતો જેમાં અરજદારને કશું લેવા દેવા નહોતું.
આમ છતા બે વર્ષ પહેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના માણસો સ્કૂલ પર ઘસી આવી અરજદારને કોઈપણ ફરિયાદ વગર ગેરકાયદેસર રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઉપાડી લાવી લીંમડાનો સ્વાદ ચખાડયો હતો.
ક્રાઈમ બ્રાંચના પીઆઈ ગઢવી, પીએસઆઈ જોગરાણા અને પરમારે શિક્ષકને બેફામ માર માર્યા બાદ કોઈ કેસમાં ફીટ નહીં કરવાના બદલામાં રૂપાબેન મકવાણાના નામના ચેક લખાવી લઈ તેને છોડી મુક્યો હતો.
શિક્ષકને મુકત કર્યો ત્યારે પણ ક્રાઈમ બ્રાંચના અધિકારી દ્વારા વહેલામાં વહેલા પૈસા ચૂકવી આપવા દબાણ કર્યું હતું.
રાજકોટના પોલીસ કમિશનર આખી મંડળી સાથે એક પછી એક તોડકાંડ ઉજાગર થઈ રહ્યા છે તે વાંચીને જામનગરના શિક્ષક હિંમતભાઈ ભદ્વાને હિંમત આવતા આજે મીડિયા સમક્ષ પુરાવા સાથે પોતાની આપવીતી વર્ણવી ન્યાય અપાવવા માંગણી કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ઉપર વધુ એક કલંક! શિક્ષકને વગર વાંકે લીમડો પકડાવી બેફામ માર માર્યો, 10 લાખનો ચેક લખાવી લીધો, શિક્ષકે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, અને પોલીસવડાને કરી લેખિત ફરીયાદ!

Related posts

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ત્રાટકી! દોઢ કરોડનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,પીસીબી ની ટીમે 700 થી વધુ ઇંગ્લિશ દારૂની પેટીઓ અને ચાર ઈસમોની ધરપકડ કરી તરખાટ મચાવ્યો,

Phone: 9998685264.

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ બાર એસોસિએસનના પ્રમુખ અસીમ પંડ્યાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું! હાઇકોર્ટમાં ગુજરાતીને વધારાની ભાષા તરીકે મંજૂરી આપવાના આંદોલનના કારણે આપ્યું રાજીનામુ

Phone: 9998685264.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે નરોડા ઓવરબ્રિજને સંત શિરોમણી રોહિદાસ બ્રિજ નામ આપવા ચાલતા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું.

Phone: 9998685264.

Leave a Comment