Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઝારખંડ/ રામગઢમાં એક બેકાબુ ટ્રક ચાલકે 5 વાહનોને અડફેટમાં લીધા, એક કાર ટ્રક નીચે કચડાઈ, 4 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત, જુઓ વિડીયો

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 261

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ઝારખંડના રામગઢમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર આ મગજના પટેલ ચોક પાસે મંગળવારના રોજ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

અહીં એક બેકાબૂ ટ્રેલર ચાલકે 5 વાહને અડફેટમાં લીધા હતા. આ ઉપરાંત આ ઘટનામાં 4 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. એક મહિલા અને બાળક સહિત 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર ટ્રેલરને બ્રેક ફેલ થઈ જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. સમગ્ર અકસ્માત ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના બાદ બે બાઇક સવાર લોકોના મૃત્યુ થયા છે.

તો કાર ચાલક સહિત એક એમ કુલ ચાર લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણ લોકોના મૃતદેહની ઓળખ થાય છે. જેમાં 32 વર્ષીય બિતનોદ કરમાલી, 32 વર્ષીય મિંટૂ કુમાર અને 39 વર્ષીય વિજય કરમાલીનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું છે.

જ્યારે અન્ય એક વ્યક્તિના મૃતદેહની હજી ઓળખ થઈ નથી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત રાહત અને બચાવના કાર્ય શરૂ કરી દીધા હતા.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ટ્રેલરની બ્રેક ફેલ થઈ જવાના કારણે ટ્રેલર બેકાબૂ થઈ ગયું હતું અને આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ઝારખંડ/ રામગઢમાં એક બેકાબુ ટ્રક ચાલકે 5 વાહનોને અડફેટમાં લીધા, એક કાર ટ્રક નીચે કચડાઈ, 4 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત, જુઓ વિડીયો

Related posts

અંબાજી / ભાદરવી પૂનમમાં દર્શનાર્થીઓના બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મચારીઓની હાલત કફોડી, અવ્યવ્યસ્થાના અભાવે હેરાનગતિ,

Phone: 9998685264.

ખેડા /ફરજ પર તૈનાત PSI ઉપર ગાડી ચડાવી જાનથી મારી નાખવાની ધમકી, લાકડીઓ થી પોલીસ ઉપર હુમલો

Phone: 9998685264.

નિકોલના PI કે ડી જાટનો ત્રાસ! PSI શિયાળે કહ્યું આત્મહત્યા કરવાનું મન થાય છે, PSI શિયાળનો પત્ર વાયરલ થતાં તપાસ હાથ ધરાઈ

Phone: 9998685264.

Leave a Comment