Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ /આરપીએફના પીઆઈને ડિગ્રેડ કરી પીએસઆઈ બનાવતા છેલ્લા દસ દિવસથી લાપતા, પત્નીએ આક્ષેપ કર્યો કે ઉપરી અધિકારીઓના ત્રાસના કારણે મારા પતિ ગુમ થયા,

Our Visitor

000110
Total Users : 110
Total views : 209
Who's Online : 0
Views 246

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજકોટ રેલવેમાં આરપીએફના પીઆઇને ડીગ્રેડ કરી પીએસઆઇ બનાવતા દસ દિવસથી લાપતા બન્યાનું પ્રકાશમાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. મુંબઇ ખાતે ફરજ બજાવી બે વર્ષથી સજારૂપી બદલી થયેલા પીઆઇએ વતનમાં મકાન બનાવવા માટે માગેલી રજા નામંજુર થતા ગુમ થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજસ્થાનના જયપુરના વતની અને રાજકોટના કોઠારિયા રોડ પર આલિશાન એપાર્ટમેન્ટમાં રહેતા આરપીએફના પીઆઇ બલરામભાઇ માનસીંગભાઇ ફોજદાર ગત તા.૬ જાન્યુઆરીએ પોતાના ઘરે ઓફિસે મિટીંગ હોવાનું કહીને નીકળ્યા બાદ જ સુધી પરત ન આવતા બલરામભાઇ ફોજદારની પત્ની અમૃતાબેન ફોજદારે ભક્તિનગર પોલીસમાં ગુમ થયાની નોંધ કરાવી છે.

બલરામભાઇ ફોજદાર મુંબઇ ખાતે ફરજ બજાવતા હતા ત્યારે એલએલબી કરવા માટે રજાની માગણી કરતા તેઓની રજા મંજુર થઇ ન હોવાથી તેઓ ૧૫૦ દિવસની રજા વિના ગેર હાજર રહેતા તેઓને રાજકોટ ખાતે બદલી કરવામાં આવી હતી.રાજકોટ ખાતે આરપીએફમાં પીઆઇ તરીકે હાજર થયેલા બલરામભાઇ ફોજદારે પોતાના વતનમાં મકાન બનાવવા બાબતે રજાની માગણી કરતા તેઓની રજા મંજુર થઇ ન હતી. બીજી તરફ તેઓને પીઆઇમાંથી ડીગ્રેડ કરી પીએસઆઇ બનાવતા તેઓ ગત તા.૬ જાન્યુઆરીએ ગુમ થયાનો તેમની અમૃતાબેન ફોજદારે આક્ષેપ કર્યો છે. તેમજ તેમના પતિ બલરામભાઇ ફોજદારને ઉપરી અધિકારીઓ દ્વારા ત્રાસ દેવામાં આવતો હોવાથી ભેદી રીતે લાપતા બન્યાનું જણાવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજકોટ /આરપીએફના પીઆઈને ડિગ્રેડ કરી પીએસઆઈ બનાવતા છેલ્લા દસ દિવસથી લાપતા, પત્નીએ આક્ષેપ કર્યો કે ઉપરી અધિકારીઓના ત્રાસના કારણે મારા પતિ ગુમ થયા,

Related posts

સુરતના માંગરોળ જિલ્લામાં ધોળા દિવસે રાહદારીના ખિસ્સા માંથી મોબાઈલની ચીલઝડપ કરનાર શખ્સની ધરપકડ કરી પ્રશંસનીય કામગીરી કરતી વાલિયા પોલીસ, ચોરાયેલ મોબાઈલ કબ્જે કર્યો

Phone: 9998685264.

હવસખોર કાકાની પાખંડી હરકત, સગી ભત્રીજીને અસ્લિલ વિડીયો બતાવી કરતો હતો અડપલા, પ્રતિકાર કરે તો આપતો વિજકરંટ અને લાકડીથી ફટકારતો, ગુનો નોંધાયો

Phone: 9998685264.

વલસાડના ભાગડાવડામાં પોલીસકર્મીઓ ઉપર હુમલા બાદ નવો વળાંક, પદનો દુરુપયોગ કરતા ASI તથા ઇન્ચાર્જ PSO ને સસ્પેન્ડ કરતા DSP

Phone: 9998685264.

Leave a Comment