Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના PI ને ઉપલેટા કોર્ટે રૂપિયા 10 હજારનો દંડ ફ્ટકાર્યો! ચેક રિટર્ન કેસમાં ફરિયાદી સાથે બેદરકારી બદલ ઉપલેટા કોર્ટની કાર્યવાહી, જો PI દંડ ના ભરે તો તેમના પગારમાંથી કાપી લેવા કમિશ્નર ને હુકમ કર્યો

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 5708

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના PI ને ઉપલેટા કોર્ટ દ્વારા રૂપિયા દસ હજારની કોસ્ટ ફટકારવામાં આવી છે. અને જો તે આ દસ હજાર નહીં ભરે તો તેના પગારમાંથી રૂપિયા કાપાવીનો આદેશ પોલીસ કમિશનરને કરવામાં આવ્યો છે.સમગ્ર મામલે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉપલેટાની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ એક ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો હતો.ચેક રિટર્ન બાબતે કરવામાં આવેલા કેસમાં આરોપી રાજકોટના આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં રહેતો હતો. તેથી તેના વિરૂદ્ધ વોરન્ટ સમન્સ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. આરોપીને વોરન્ટ બજવણી કરવામાં ત્રણ-ત્રણ વાર આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ અસમર્થ રહ્યા હતા. તેટલુ જ નહીં કોર્ટને સંતોષકારક જવાબ આપવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. તેથી કોર્ટે આ મામલે ખુલાસો આપવા માટે આજીડેમ પોલીસના જવાબદાર કર્મી-અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતુ. પરંતુ પ્રથમ મુદ્દતે કોઈપણ હાજર રહ્યા ન હતા તો કોર્ટે બીજી મુદ્દત આપી હતી અને હાજર રહેવા કહ્યુ હતુ. આમ બીજી વાર નહીં ત્રીજી વાર નહી અને ગતરોજ ચોથી મુદ્દત હતી તેમાં પણ કોઈ હાજર રહ્યા ન હતા.

ચેક રિટર્ન કેસમાં ઉપલેટા કોર્ટમાં ૬૪ વર્ષીય ફરિયાદી સવારે ૧૧ વાગ્યે હાજર થઈ ગયા હતા. પરંતુ ચોથી મુદ્દતમાં પણ રાજકોટ આજી ડેમ પોલીસમાંથી કોણ હાજર છે ની પોકાર કરવામાં આવી હતી. પરંતુ મોંઘેરા મહેમાનો તો હાજર ન હતા. ત્યાર બાદ પણ સરકારી વકીલ દ્વારા બપોરના ૩.૨૧ કલાકે પોલીસ મથકે કોલ કરવામા આવ્યો હતો. જેમાં સુરેશભાઈ ઝાપડીયાનો નંબર આપવામાં આવ્યો હતો. આ પોલીસ કર્મીને ફોન કરતા તેઓએ રસ્તામાં હોવાનું જણાવ્યું હતુ. ત્યાર બાદ ફરી સાંજે 5.50 એ ફોન કરવામાં આવ્યો હતો તો કહ્યુ કે હજુ પણ રસ્તામાં જ હતા. જેથી અંતે કોર્ટે આકરી અને દાખલા રૂપ કાર્યવાહી કરવી પડી હતી. અને આજીડેમ પીઆઈને રૂપિયા ૧૦ હજાર કોસ્ટ ઉપલેટા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળમાં જમા કરવા હુકમ થયો હતો. જો આ રકમ આપવામાં કોઈ બહાના કે આનાકાની કરી ન ભરે તો પીઆઈના પગારમાંથી રકમ કાપી લેવા પોલીસ કમિશનરને આદેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ઉપલેટાના એડિશનલ સિવિલ ન્યાયમૂર્તિ એસ.એસ. અજમેરીએ આદેશ કર્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના PI ને ઉપલેટા કોર્ટે રૂપિયા 10 હજારનો દંડ ફ્ટકાર્યો! ચેક રિટર્ન કેસમાં ફરિયાદી સાથે બેદરકારી બદલ ઉપલેટા કોર્ટની કાર્યવાહી, જો PI દંડ ના ભરે તો તેમના પગારમાંથી કાપી લેવા કમિશ્નર ને હુકમ કર્યો

Related posts

પોલીસ પોતે કાયદો તોડી રહી છે, કણભામાં બે પોલીસકર્મીઓની દારૂ વેચવાના ગુનામાં ધરપકડ, એક પોલીસકર્મી અગાઉ પણ દારૂ વેચવાના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે

Phone: 9998685264.

એલીમોન એસ્ટ્રો સ્પિરિચ્યુઅલ એકેડેમી દ્વારા ૩જો પદવીદાન સમારંભ યોજાયો

Phone: 9998685264.

SP ના મહત્વપૂર્ણ નિર્ણય થી ફરિયાદીઓ થશે ખુશ… એટલુંજ નહી પણ નિર્ણયનો પાલન નહી કરાશે તો પોલીસ સ્ટેશનના PSO સામે કાર્યવાહી થશે, વાંચો સમગ્ર અહેવાલ…

Phone: 9998685264.

Leave a Comment