Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભરૂચ LCB ટીમે અંકલેશ્વરના અંદાડા ગામેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, એક ઝડપાયો, એક વોન્ટેડ

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 3174

પ્રતિકાત્મક તસ્વીર

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના અંદાડા ગામે રેઇડ કરીને ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર ટીન નંગ 396 નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી એક ઈસમને ઝડપી પાડીને એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવતો હોઈ આ સમય દરમિયાન શહેર જિલ્લામાં લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તે હેતુસર ભરૂચ જિલ્લા એસપી ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલસીબીના પીઆઈ ઉત્સવ બારોટની ટીમ વહેલી સવારે અંકલેશ્વર એલ.સી.બી ઓફીસ ખાતે હાજર હતી.

તે દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી હકિકત મળેલી કે અંદાડા ગામે કૈલાસ ટેકરી ખાતે રહેતો ભાવીન હર્ષદભાઇ મોદી તેના ધરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારેલો છે. ટીમને મળેલી માહિતીના આધારે રેઇડ કરતા ધરના આગળના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયર ટીન નંગ-396 કિ રૂ 58200 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

પોલીસે સ્થળ પરથી ભાવીન હર્ષદભાઇ મોદીને ઝડપી પાડ્યો હતો. જ્યારે હરીપરા ગામના અજય ગોકુળભાઇ વસાવાને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયાત હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ભરૂચ LCB ટીમે અંકલેશ્વરના અંદાડા ગામેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, એક ઝડપાયો, એક વોન્ટેડ

Related posts

IPL પાર્ટ -2 યુએઈ માં કાલથી ક્રિકેટ “કાર્નિવલ” નો પ્રારંભ, યુએઈ રંગાયું ક્રિકેટના રંગમાં, ચેન્નાઈ – મુંબઈ વચ્ચે કાંટે કી ટક્કર,

Phone: 9998685264.

હવે તો હદ થઈ ગઈ,સુરતમાં માદક પદાર્થોની સપ્લાઈ માટે વિદ્યાર્થીનો કરાયો ઉપયોગ, સ્કૂલ બેગમાં પુસ્તકોની જગ્યાએ મળી આવ્યું 2 કિલો અફીણ

Phone: 9998685264.

સુરતના લીંબાયતમાં ખેલાયો ખૂની ખેલ! એરલાઇન્સ કંપનીમાં કામ કરતા યુવકની ચપ્પાના ઉપરા છાપરી ઘા મારી ઘાતકી હત્યાં, પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

Leave a Comment