Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પોલીસ કર્મચારીઓને ખાખી વર્દી માટે અપાતી સિલાઈના દરમાં વધારો કરાયો, મહિલા પોલીસ માટે પણ છૂટ-છાટ આપવામાં આવશે

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 2823

પ્રતિકાત્મક તસ્વીર

ગુજરાત પોલીસ હવે અપગ્રેડ થવા જઈ રહ્યું છે. ત્યારે પોલીસ કર્મચારીઓના હિતમાં અનેક મોટા નિર્ણયો લેવાયા છે. વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખતા ગુજરાત પોલીસના કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પોલીસ કર્મચારીઓને ખાખી વર્દી માટે અપાતી સિલાઈના દરમાં વધારો કરાયો છે. તો સાથે જ મહિલા પોલીસ કર્મચારીઓ માટે સગર્ભાવસ્થામાં ડ્યુટી દરમિયાન છૂટછાટની જાહેરાત કરાઈ છે.વર્દીના સિલાઈ દરમાં વધારો

રાજ્ય પોલીસમાં લોકરક્ષક સહિતના પોલીસ કર્મચારીઓને ખાખી વર્દી માટે સિલાઈ આપવાના દરમાં વધારો કરાયો છે. રાજ્ય પોલીસની ગણવેશ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે અગાઉ રૂપિયા 600 ચૂકવવામા આવતા હતા. હવે તેની જગ્યાએ 1,000 રૂપિયા સિલાઈ તરીકે અપાશે. વર્દીની સિલાઈ માટે રૂપિયા 400 નો આ વધારો વર્તમાન મોંઘવારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. આ વધારાનો અમલ 2023- 24 થી કરવામાં આવશે.

તો બીજી તરફ, મહિલા પોલીસ કર્મચારીઓ માટે પોલીસ ગણવેશ કમિટીએ છુટછાટ આપી છે. મહિલા પોલીસ કર્મચારીઓને સગર્ભા અવસ્થા દરમિયાન ખાખી સલવાર કમીઝ અને સોલ્ડર બેઝ ઉપરની રેન્ક યુનિફોર્મ પહેરી શકાશે તેવી છૂટ અપાઈ.

તો સાથે જ, પોલીસને અપાતા એન્કલ શુઝ અને જંગલ શૂઝની જોગવાઈમાં પણ ફેરફાર કરાયો છે. પ્રથમ નિમણૂંક સમયે બે જોડી અને દર બે વર્ષે એક જોડી અપાશે. અગાઉ દર વર્ષે એક જોડી આપવામાં આવતા હતા, તેમાં ઘટાડો કરાયો છે. પોલીસને ઠંડીમાં રક્ષણ માટે દર પાંચ વર્ષે એક વુલન જર્સી આપવાનો પણ નિર્ણય લેવાયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પોલીસ કર્મચારીઓને ખાખી વર્દી માટે અપાતી સિલાઈના દરમાં વધારો કરાયો, મહિલા પોલીસ માટે પણ છૂટ-છાટ આપવામાં આવશે

Related posts

દારૂની પાર્ટી કરવાનાં નામે મિત્રને બોલાવી હત્યાં નીપજાવી! પૈસાની લેતી દેતીમાં બે મિત્રોએ પોતાના મિત્રને ગળે ટૂંપો આપી ઠંડા કલેજે મોતને ઘાટ ઉતાર્યો, વલસાડ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી

Phone: 9998685264.

અદાણી એન્ટરપ્રાઈઝ FPOમાં UAEની લિસ્ટેડ કંપની IHCની મોટી બોલી, એન્કર બુક બાદ હવે લગાવ્યા 3261 કરોડ

Phone: 9998685264.

જામનગર/ બુટલેગરોના અસહ્ય ત્રાસથી કંટાળી દલિત યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી, આપઘાત પહેલા વિડીયો બનાવી પોલીસથી કરી ન્યાયની માંગણી! અગાઉ મૃતકે બુટલેગરો વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ પણ કરી હતી!

Phone: 9998685264.

Leave a Comment