
ઉત્તર પ્રદેશ : બરેલીમાં બની એક દુઃખદ ઘટના, બાળકીના પિતાએ સ્કૂલમાં ફી ન ભરતા શાળા સંચાલકોએ 9 માં ધોરણમાં ભણતી બાળકીને પરીક્ષામાં બેસવા દીધી ના હતી. જેના લીધે બાળકીને મનમાં લાગી આવતા બાળકીએ આત્મહત્યા કરી લીધી હતી.
સમગ્ર ઘટના મુજબ પિતાની એકની એક દીકરીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ પિતા શાળાની ફી ન ભરી શકતા શાળા પ્રશાસને બાળકીને પરીક્ષામાં બેસવા દીધી ન હતી, જે બાદ તરૂણીએ પોતાનું જીવન ટુંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે.
બેટી પઢાઓ બેટી બચાઓનું સરકારનું સૂત્ર નિરર્થક સાબિત થયાની ઘટના સામે આવી છે. જેમાં પિતાએ પોતાની ખરાબ પરિસ્થિતના કારણે સ્કૂલમાં ભણતી બાળકીની ફી ના ભરતા શાળા સંચાલકોએ બાળકીને પરીક્ષામાં ના બેસવા દીધી હતી. જેનાથી બાળકીને મનમાં લાગી આવતા 9 માં ધોરણમાં ભણતી બાળકીએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું હતું. આ ઘટનાના લીધે ઉત્તર પ્રદેશના બરેલીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને સમગ્ર શહેરમાં વાલીઓ અને પ્રજાજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી. હાલ આ ઘટના સંદર્ભમાં બરેલી પોલીસે તપાસ હાથ ધરી છે.





Total Users : 109
Total views : 208
Who's Online : 1