Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ધોળા દિવસે કાર લઈને ચોરી કરવા જતી હતી આ ગેંગ, ચોરી કરીને નદીમાં કરતા હતા આ કામ.. જાણો બોલિવૂડ ફિલ્મને પણ ટક્કર મારે તેવી સ્ટોરી..

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 7650

ધોળા દિવસે કાર લઈને ચોરી કરવા જતી હતી આ ગેંગ
ચોરી કરીને નદીમાં કરતા હતા આ કામ
જાણો બોલિવૂડ ફિલ્મને પણ ટક્કર મારે તેવી સ્ટોરી

ધોળા દિવસે કાર લઈને ચોરી કરવા જતી ગેંગનો ભાવનગર એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોરી કરવા જતી વખતે અને ચોરી કરીને પરત ફરતી વખતે આ ગેંગ કારમાં લગાવેલી નંબર પ્લેટ નદીમાં ફેંકી દેતા હતા. બોલીવુડ ફિલ્મને પણ ટક્કર મારે તેવી જબરજસ્ત મોડસ ઓપરેન્ડી અપનાવતી હતી આ ગેંગ. ભાવનગર એલસીબીના પીઆઇ કે એસ પટેલ અને તેમની ટીમના માણસોએ આ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડી રાજ્યભરમાં થયેલી 33 જેટલી ચોરીઓનો પર્દાફાશ કર્યો છે. એલસીબીની ટીમે આ ગેંગ પાસેથી 17.80 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.
ભાવનગર એલસીબી ના પી.આઈ કે એસ પટેલ ને બાતમી મળી હતી કે ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો કુંભારવાડા થી દસ નાળા તરફ પસાર થવાના છે.

બાતમી ના આધારે એલસીબી ની ટીમના માણસોએ પસાર થતી સફેદ કલરની હ્યુંડાઈ કારમાં જઈ રહેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. એલસીબી ની ટીમ ના માણસોએ કારમાં તપાસ કરતા કારમાંથી ઘરફોડ ચોરી કરવા ના સાધનો મળી આવ્યા હતા. આ ઉપરાંત રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા.

એલસીબી ની ટીમના માણસોએ ઝડપાયેલા ત્રણ શખ્સોની પૂછપરછ કરતા તેમના નામ અમોલ પાટીલ, બાલકૃષ્ણ જાદવ અને દિલીપ જી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. એલસીબી ની સઘન પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ગેંગે ભાવનગર શહેર ઉપરાંત મોડાસા, ગોધરા, નડિયાદ, લુણાવાડા, અને ગાંધીનગર ના કલોલમાંથી ઘરફોડ ચોરી કર્યાની કબુલાત કરી હતી. આ ગેંગ દિવસ દરમિયાન કાર લઈને ચોરી કરવા નીકળતી હતી્. પોલીસ પૂછપરછમાં આ ગેંગે રાજ્યભરમાંથી 33 જેટલી ઘરફોડ ચોરી કર્યાનું બહાર આવ્યું છે.

Happy
Happy
67 %
Sad
Sad
0 %
Excited
Excited
33 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ધોળા દિવસે કાર લઈને ચોરી કરવા જતી હતી આ ગેંગ, ચોરી કરીને નદીમાં કરતા હતા આ કામ.. જાણો બોલિવૂડ ફિલ્મને પણ ટક્કર મારે તેવી સ્ટોરી..

Related posts

IPL 2022: હાર્દિક પંડયાને ખરીદી અમદાવાદની ટીમે રમ્યો મોટો દાવ, કેપ્ટન બનાવવાથી ટીમને થશે નુકશાન આકાશ ચોપડા
જુઓ હાર્દિકનો વિડીયો

Phone: 9998685264.

સરદારનગરમાં વિજિલન્સ બાદ પીસીબી નો સપાટો,
સરદાનગરમાં ઘરમાં ધમધમતી દારુની ભઠ્ઠી સાથે બુટલેગરો રંગે હાથ પકડાયા, PI અને PSI સસ્પેન્ડ થયાં છતાં વિસ્તારમાં દારૂની રેલમ -છેલ

Phone: 9998685264.

રાજસ્થાનમાં પોખરણ રેન્જ ખાતે ભારતની પ્રચંડ તાકાતનો પરચો આપતી ભારતીય વાયુસેના

Phone: 9998685264.

Leave a Comment