Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન પાસે માલગાડીના 16 ડબ્બા ખડી પડ્યા! ડબ્બામાં રહેલ માલસામાન ઢોળાયો, રેલ્વે લાઈનના કેબલને ભારે નુકશાન! રેલ વ્યવહાર ખોવાયો

Our Visitor

000111
Total Users : 111
Total views : 210
Who's Online : 1
Views 3797

ગુજરાતના દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન પાસે આજે સવારે લગભગ 1:00 વાગ્યે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ અકસ્માત અંગે કોઈ વિગતો કે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મળતી માહિતી પ્રમાણે, આ મહુડી સ્ટેશન લગભગ 1:00 વાગ્યે કોઈ કારણસર માલગાડીના 16 ડબ્બા છૂટા પડી ગયા હતા.
ડબ્બાના વ્હીલ નીકળીને ટ્રેકની આજુબાજુમાં પડ્યા હતા. આ સિવાય રેલવેના ડબ્બા એકબીજા ઉપર ચઢી ગયા હતા. ડબ્બાઓમાં રહેલો સામાન આસપાસ ઢોળાયો હતો. સાથે જ રેલવે લાઈનના કેબલને ભાર નુકસાન પહોંચ્યું છે. અકસ્માતને પગલે કેબલ તૂટી ગયો હતો. રેલવેનો ટ્રેક પણ ઉખડી ગયો હતો. અહેવાલ અનુસાર, દાહોદના મંગલ મહુડી રેલવે સ્ટેશન નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે અનેક જગ્યાએ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ કારણે રેલવેએ ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરી દીધા છે.

પશ્ચિમ રેલવેના ડીઆરએમ મુંબઈ સેન્ટ્રલે એક ટ્વિટમાં જણાવ્યું છે કે, રતલામ ડિવિઝન ખાતે એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે અનેક ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડશે.આ જ રીતે ડીઆરએમ કોટાએ પણ એક ટ્વીટમાં માહિતી આપી છે કે, પશ્ર્ચિમ રેલવેમા રતલામ-ગોધરા સેક્શનમાં મંગલ મહુડી, લીમખેડા વચ્ચે માલગાડી ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણ અનેક ટ્રેનને ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન પાસે માલગાડીના 16 ડબ્બા ખડી પડ્યા! ડબ્બામાં રહેલ માલસામાન ઢોળાયો, રેલ્વે લાઈનના કેબલને ભારે નુકશાન! રેલ વ્યવહાર ખોવાયો

Related posts

જૂનાગઢમાં વિદેશી દારૂના ચાલુ કટિંગે LCB ત્રાટકી, ૮૬૦૪ બોટલ જથ્થો ઝડપાયો: ૬ બુટલેગર સહિત ૧૦ ભાગી છૂટયા

Phone: 9998685264.

બોટાદ લઠ્ઠાકાંડ મામલો / નાવડા ગ્રામ પંચાયતની દારૂ બંધી માટે અનોખી પહેલ! ઢોલ દ્વારા ઢંઢેરો પીટી ગ્રામજનોને ચેતવણી આપી, ગામમાં કોઈ દારૂ પિતા કે વેચતા પકડાશે તો સીધી પોલીસ ફરિયાદ કરાશે, જુઓ વિડીયો

Phone: 9998685264.

સુરત / સાયણ ડી.આર.જી.ડી વિદ્યાલયના શિક્ષકોનો નિવૃત્ત-વિદાય સન્માન સમારોહ યોજાયો, સામાજિક આગેવાનો અને શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા

Leave a Comment