Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દારૂબંધીનો કાયદો ક્યાં છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, માતાજીના મંદિર પ્રાંગણમા વેચાઈ રહ્યો છે દારૂ, ઓલપાડ તાલુકા પંચાયતના ઝાપે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવાય છે, સ્થાનિક પોલીસ મૂક દર્શક, જો બુટલેગરો સામે પગલા ના ભરાય તો આંદોલન કરીશુ :દર્શન નાયક નેતા કોંગ્રેસ
 
ઓલપાડ તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને નશાબંધીનાં કાયદાનું પાલન કરાવવા બાબતની રજુઆત કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 3834

સુરતના ઓલપાડ તાલુકામાં છેલ્લા કેટલાય સમય થી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જઈ રહેલ સ્થિતિ બાબતે તા.૦૪/૦૧/૨૦૨૩નાં રોજ આપ શ્રીને લેખિતમાં રજુઆત કરવામાં આવેલ હતી,પરંતુ સરકાર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું નથી.
સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં મોર,દાંડી, લવાછા ,સાયણ, ,કીમ, કારેલી, દેલાડ, કમરોલી, દેલાસા, સિવાણ, તેના,સોદલાખારા,કનાજ,સોંસક,બરબોધન,સરસ, સેંગવાછામા,ભટ્ટગામ,કઠોદરા, ટૂંડા, ડભારી, ઉમરા,ગોઠાણ,કુડસદ,પીંજરત સહિતનાં ગામોમાં વિવિધ જગ્યાએ ખુલ્લેઆમ અંગ્રેજી અને દેશી દારૂનું આજે પણ વેચાણ થઈ જ રહ્યું છે.

ઓલપાડ તાલુકાનાં લવાછા અને ડભારી ગામે કેટલાક બૂટલેગરો દ્વારા રાજકીય પીઠબળને કારણે ખુલ્લેઆમ  દેશી દારૂનું ઉત્પાદન તેમજ અંગ્રેજી દારૂનું વેચાણ આજે પણ કરવામા આવી રહેલ છે તથા બુટલેગરો ખુલ્લે આમ દારૂની હેરફેર કરી રહ્યા છે.આવા બૂટલેગરો ઉપર લગામ લગાડવાની જરૂર છે.


         ડભારી ગામે આવેલ દરિયા કિનારે(ભાગીવારી) ખોડિયાર માતાજીનું મંદિર આવેલુ છે.જેમાં અનેક હિંદુઓની પવિત્ર ભાવના /આસ્થા રહેલી છે.માતાજીની આવી પવિત્ર જગ્યાએ ખુલ્લે આમ અંગ્રેજી અને દેશી દારૂ  વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતિ સ્થાનિકો દ્વારા ખેડૂત આગેવાન અને કોંગ્રેસના નેતા દર્શન નાયકને કરવામાં આવેલ છે.ધાર્મિક જગ્યાએ આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોવાથી ખોડિયાર માતાજીમાં શ્રધ્ધા રાખનાર ભક્તોની લાગણી દુભાઈ રહી છે.

      
ઓલપાડ તાલુકામાં ઓલપાડ ગામ ખાતે આવેલ ઓલપાડ તાલુકા પંચાયત કચેરીની બહાર આજુબાજુના વિસ્તારમાં જ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી અમોને મળેલ છે.ઓલપાડ ગામે જ ઓલપાડ પોલીસ સ્ટેશન આવેલું છે.ઓલપાડ તાલુકા પંચાયત અને ઓલપાડ પોલીસ સ્ટેશનનું અંતર ખૂબ જ ઓછું છે.તેમ છતાં ઓલપાડ પોલીસ દ્વારા ઓલપાડ તાલુકા પંચાયત  કચેરીની બહાર આજુબાજુનાં વિસ્તારમાં દેશી દારૂની થઈ રહેલ વેચાણ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહેલ નથી.જો આમ ને આમ ચાલતું રહ્યું તો ઓલપાડ તાલુકામાં લોકોનો દારૂ દુષણમાં સપડાઈ જશે એવું લાગી રહ્યું છે.

દારૂની ભઠ્ઠીયો

 સુરતના રેન્જ આઇ. જી. દ્વારા જિલ્લામાં ગામદૂત નિયુક્ત કરેલ હોવા છતાં ખુલ્લેઆમ દારૂ  કેવી રીતે વેચાણ થઇ રહ્યો છે? શુ ગામદૂતો માત્ર કાગળ ઉપર બતાવવા પૂરતા જ છે?
      ઓલપાડ તાલુકામાં જાન્યુઆરી ૨૦૨૩ માં પણ ગુજરાતની સ્ટેટ વિજિલન્સ ની ટીમ દ્વારા દારૂ પકડવામાં આવેલ હતો અને ગુજરાતની સ્ટેટ વિજિલન્સ ની ટીમ દ્વારા બે દિવસ પહેલા જ ઓલપાડ તાલુકાના કરમલા ગામ ખાતેથી આસરે ૨૧ લાખ રૂપિયાની કિંમતનો અંગ્રેજી દારૂ પકડવામાં આવેલ છે.આ બાબત આપશ્રીને સ્થાનિક પોલિસ ના કામ ઉપર શંકા ઉપજાવતી નથી?.જો ગુજરાતની સ્ટેટ વિજિલન્સ ની ટીમ દારૂ પકડી સકતી હોય તો સ્થાનિક પોલિસ દ્વારા કેમ આવા બુટલેગરોને પકડી  કાર્યવાહી કરવામાં આવતી નથી?

  સદર બાબતે દર્શન નાયક દ્વારા કરવામાં આવેલ રજુઆત મુજબ સ્થાનિક પોલીસ દ્વારા નામ પૂરતો દારૂ પકડીને કેસ કરવાને બદલે પોલીસ વિભાગે ગંભીરતાથી કડક પગલાં લઈ  આવી પ્રવૃત્તિ કરતા તત્વોને બીજી વાર આવા કૃત્યો કરે નહીં તે રીતે ડામી દેવાની જરૂર છે.ગુજરાત સરકાર દાવો કરે છે કે રાજ્યમાં ગુનાખોરી ઘટી રહી છે.જેને પરિપૂર્ણ કરવા ઉપરોક્ત મુદ્દાઓને ગંભીરતાથી લઈ આપ શ્રી દ્વારા તત્કાલ પગલાં લેવામાં આવે અને દેશી દારૂ ઉત્પાદન તેની હેરફેર તથા અંગ્રેજી દારૂના વેચાણ સહિતના દુષણો દૂર કરવા માટે તપાસ કરાવી જે કોઈ વ્યક્તિ કે અધિકારીઓ જવાબદાર હોય તેની સામે લોકહિતમાં તત્કાલ કાર્યવાહી કરવામાં આવે.જો આવનાર દિવસોમાં ઓલપાડ તાલુકાના ઉપરોક્ત પ્રશ્નોનું  લોકહિતમાં નિરાકરણ કરવામાં આવશે નહીં તો યુવાનો,મહિલાઓ તેમજ સામાજિક સંસ્થાઓને સાથે રાખી આંદોલન કરવામાં આવશે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દારૂબંધીનો કાયદો ક્યાં છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, માતાજીના મંદિર પ્રાંગણમા વેચાઈ રહ્યો છે દારૂ, ઓલપાડ તાલુકા પંચાયતના ઝાપે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવાય છે, સ્થાનિક પોલીસ મૂક દર્શક, જો બુટલેગરો સામે પગલા ના ભરાય તો આંદોલન કરીશુ :દર્શન નાયક નેતા કોંગ્રેસ<br> <br>ઓલપાડ તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને નશાબંધીનાં કાયદાનું પાલન કરાવવા બાબતની રજુઆત કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક

Related posts

ડેરા સચ્ચા સૌદાના 74માં સ્થાપના મહિનાની ઉજવણી માનવતાવાદી કાર્યો કરીને કરાઈ,અનુયાયીઓ દ્વારા સેવાકીય કાર્યો કરાયા,આધ્યાત્મિક સ્થાપના મહિનો અમદાવાદમાં નિર્દોષ પક્ષીઓને સમર્પિત કરવામાં આવ્યો હતો,ગરીબ લોકોને અનાજની કીટનો વિતરણ કરાયો

Phone: 9998685264.

કણભા પોલીસ સ્ટેશનના PSI કાલોતરા સસ્પેન્ડ! ગુનાના કામે પકડાયેલ 20 પેટી ઇંગ્લિશ દારૂ બુટલેગરોને વેચી માર્યો? પોલીસ તપાસ બાદ PSI ને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ

Phone: 9998685264.

અમદાવાદ/ નરોડામાં એક બંધ મકાનમાં મહિલાની ઘાતકી રીતે હત્યાં કરેલી લાશ મળી આવી,મહિલાના શરીર પર છરીના ઘાના નિશાન જોવા મળ્યા, દુર્ગંધ મારતી લાશમાં કીડા પડી ગયા હોવાનું સામે આવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

Leave a Comment